Surat : દિવાળીને ધ્યાનમાં લઈ 108 ઈમરજન્સી સેવા સજ્જ, તમામ કર્મચારીઓની રજા રદ કરાઈ, જુઓ Video
દિવાળીના તહેવારના પગલે રાજ્યમાંતૈયારીઓ થઈ રહી છે. ત્યારે સુરત જિલ્લાની દિવાળીના દિવસોને ધ્યાનમાં રાખીને 108 ઈમરજન્સી સેવા દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
દિવાળીના તહેવારના પગલે રાજ્યમાંતૈયારીઓ થઈ રહી છે. ત્યારે સુરત જિલ્લાની દિવાળીના દિવસોને ધ્યાનમાં રાખીને 108 ઈમરજન્સી સેવા દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સામાન્ય રીતે દિવાળી જેવાં તહેવારોમાં ઈમરજન્સી કોલની સંખ્યા વધી જતી હોય છે. જેને ધ્યાનમાં રાખીને તમામ કર્મચારીઓની રજા પણ કેન્સલ કરી દેવામાં આવી છે.
કર્મચારીઓની રજા કરાઈ રદ
સુરત શહેરમાં સરેરાશ 400 જેટલાં ઈમરજન્સી કોલ આવતા હોય છે. પરંતુ, દિવાળીમાં આ કોલ 500ને આંબી જાય છે. રોડ અકસ્માત તેમજ આગ લાગવાની ઘટનાઓમાં પણ વધારો થતો હોય છે. ત્યારે ઈમરજન્સીમાં વ્યક્તિને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ઓક્સિજન બોટલ, ઓક્સિજન માસ્ક તેમજ ઈન્જેક્શન સહિત દવાઓનો સ્ટોક પણ બમણો કરી દેવાયો છે.
Latest Videos
Latest News