AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માવજીભાઈ ના માન્યા, વાવ બેઠક હવે પર જામશે ત્રિપાંખિયો જંગ

માવજીભાઈ ના માન્યા, વાવ બેઠક હવે પર જામશે ત્રિપાંખિયો જંગ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2024 | 4:20 PM
Share

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ સામે ભાજપ અને કોંગ્રેસ ચૂંટણી લડે તેવો ઘાટ થયો છે. બનાસકાંઠા જિલ્લા ભાજપના મજબૂત નેતા માવજીભાઈ પટેલે પણ વાવ બેઠકની પેટા ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ભાજપ દ્વારા અનેક પ્રયાસો અને સમજાવટ છતા, માવજીભાઈ એકના બે ના થયા અને ચૂંટણી જંગમાં ઝંપલાવી દીધું. 

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 5 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. પરંતુ આ બેઠક પર સૌથી શક્તિશાળી અપક્ષ ગણાતા અને ભાજપના નેતા એવા માવજીભાઈ પટેલ ફોર્મ પરત ખેંચવા અંગે માન્યા નથી. આ બેઠક પર હવે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ એવા માવજી પટેલ વચ્ચે ચૂંટણી જંગ જામશે.

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ સામે ભાજપ અને કોંગ્રેસ ચૂંટણી લડે તેવો ઘાટ થયો છે. બનાસકાંઠા જિલ્લા ભાજપના મજબૂત નેતા માવજીભાઈ પટેલે પણ વાવ બેઠકની પેટા ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ભાજપ દ્વારા અનેક પ્રયાસો અને સમજાવટ છતા, માવજીભાઈ એકના બે ના થયા અને ચૂંટણી જંગમાં ઝંપલાવી દીધું.

વાવ બેઠકની પેટા ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાનો છેલ્લો દિવસ હતો. ઉમેદવારી પત્ર પાછા ખેંચવાના દિવસે, 5 અપક્ષોએ તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. જેના કારણે હવે, વાવ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષો સહીત કુલ 10 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યાં છે.

વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠક પરથી જીતી ગયા હતા. તેમના રાજીનામાના કારણે ખાલી પડેલ વાવ બેઠક પર કોંગ્રેસ અને ભાજપમાંથી લડવા માટે અનેક અગ્રણીઓ ઉત્સુક હતા. જો કે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને ટિકિટ આપતા, ભાજપે ઠાકોર જ્ઞાતિના સ્વરુપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હતા. જો કે આ વખતે વાવ બેઠક પરથી ચૂંટણી લડવા માટે માવજી પટેલની ઈચ્છા હતી. પરંતુ ભાજપે જ્ઞાતિ, જાતિના સમિકરણોમાં માવજીભાઈને બદલે સ્વરૂપજી ઠાકોર પર પસંદગી ઉતારી હતી. ભાજપના આ પગલાથી નારાજ માવજી પટેલે વાવ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

માવજી પટેલે ઉમેદવારી નોંધાવતા બનાસકાંઠા ભાજપના નેતાગણમાં ગણગણાટ થવા માંડ્યો હતો. માવજી પટેલની ઉમેદવારી પાછી ખેંચાવવા બનાસકાંઠા ભાજપના નેતાઓ અને સમાજના આગેવાનો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે સદંતર નિષ્ફળ રહ્યો હતો. હવે આ ચૂંટણી જંગ ભાજપ-કોંગ્રેસ અને મજબૂત અપક્ષ એવા માવજી પટેલ વચ્ચે ખેલાશે. જો કે, ભાજપના જિલ્લા પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાએ ટેલિફોનિક નિવેદન આપતા કહ્યું કે, માવજી પટેલ વિરુદ્ધ પક્ષ કાર્યવાહી કરશે.

With input from Atul Trivedi Banaskantha

g clip-path="url(#clip0_868_265)">