ભારત-કેનેડા તણાવ વચ્ચે કેનેડાના વિપક્ષી નેતાએ દિવાળીની ઉજવણી કરી રદ, ભારતીય પ્રવાસીઓમાં રોષ
નિજ્જર હત્યાકાંડમાં કેનેડાએ ભારત પર આરોપ મૂક્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો તંગ છે. તાજેતરના સમયમાં ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો સર્વકાલીન નીચલા સ્તરે પહોંચી ગયા છે. ભારતે કેનેડામાંથી પોતાના રાજદૂતને પરત બોલાવ્યા છે.
કેનેડામાં વિરોધ પક્ષના નેતાના કાર્યાલયે પાર્લામેન્ટ હિલ ખાતે વાર્ષિક દિવાળીની ઉજવણી રદ કરી છે. આ કાર્યક્રમનું આયોજન ઈન્ડો-કેનેડિયન સમુદાય માટે કરવામાં આવ્યું હતુ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત સાથે રાજદ્વારી ગતિરોધ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતીય કેનેડિયન સમુદાયે એક ખુલ્લા પત્રમાં આ મુદ્દો ઉઠાવ્યો છે જેમાં વિપક્ષી નેતા પિયર પોઈલીવરે “પક્ષપાત”નો આરોપ મૂક્યો છે. ઈવેન્ટ ઓર્ગેનાઈઝર્સ, ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા કેનેડા (OFIC), ને દિવાળીની ઉજવણી રદ કરવા માટે કોઈ સ્પષ્ટતા પ્રાપ્ત થઈ નથી, ઇન્ડિયા ટુડે અહેવાલ આપ્યો છે. બુધવારના રોજ કન્ઝર્વેટિવ સાંસદ ટોડ ડોહર્ટી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર હતુ જે હવે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે .
કોઈ ખુલાસો ન આપ્યો
ઇવેન્ટના આયોજકો, ભારતીય પ્રવાસી જૂથ ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઑફ ઇન્ડિયા કેનેડા, દ્વારા 30 ઓક્ટોબરના રોજ નિર્ધારિત ઇવેન્ટને રદ કરવા માટે કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી.
Absolutely disgraceful behaviour from @PierrePoilievre and the @CPC_HQ cancelling Diwali celebrations this year because they are afraid that the Liberals and the media will accuse them of foreign interference. Shameful and cowardly behaviour which really throws into question the… pic.twitter.com/Yd3Ovq5emC
— Daniel Bordman (@DanielBordmanOG) October 29, 2024
તણાવ કેમ વધી રહ્યો છે?
ગયા વર્ષે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર કેનેડામાં માર્યો ગયો હતો. જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં આ તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.
23 વર્ષ માટે આયોજન
ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા કેનેડાના પ્રમુખ શિવ ભાસ્કરે ઈવેન્ટ રદ થવા અંગે નિરાશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 23 વર્ષથી યોજાઈ રહેલા આ ઈવેન્ટ માટે વિપક્ષના નેતાના કાર્યાલય દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી અને જેમાં હિંદુઓ, બૌદ્ધો, જૈનો અને શીખોએ ભાગ લીધો હતો.
શા માટે તે ચિંતાનો વિષય છે ?
ભાસ્કરે જણાવ્યું હતું કે “આવા નાજુક સમયે” સાંસ્કૃતિક કાર્યક્રમોમાં હાજરી આપવામાં કેનેડિયન નેતાઓની નિષ્ફળતાથી અમે ચિંતિત છીએ. ઈન્ડો-કેનેડિયનોને સ્પષ્ટ સંદેશ મળ્યો કે અમને સાથી કેનેડિયન તરીકે નહીં, પરંતુ બહારના લોકો તરીકે જોવામાં આવે છે. આમ કરીને, તેઓએ અજાણતામાં ખૂબ જ સ્ટીરિયોટાઇપ્સ અને વંશીય પૂર્વગ્રહોને મજબૂત બનાવ્યા છે જેની સામે તેઓ ઉભા હોવાનો દાવો કરે છે. કેનેડામાં જાતિવાદ અને ભેદભાવ વધી રહ્યા છે અને આ નવો વિકાસ હજુ પણ અસ્તિત્વમાં રહેલા પ્રણાલીગત પૂર્વગ્રહોને પ્રકાશિત કરે છે.