દિવાળી પહેલા PMની સોગાત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે રૂ.284 કરોડના વિકાસકાર્યોની આપી ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળી પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ્પસથી રૂપિયા 284 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. જેમાં સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ટ્રાફિક સર્કલ, સ્માર્ટ બસ સ્ટોપનું લોકાર્પણ કરાયું. આ ઉપરાંત બોન્સાઈ ગાર્ડન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે PM મોદીનું કેવડિયા ખાતે આગમન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળી પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ્પસથી રૂપિયા 284 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. જેમાં સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ટ્રાફિક સર્કલ, સ્માર્ટ બસ સ્ટોપનું લોકાર્પણ કરાયું.
આ ઉપરાંત બોન્સાઈ ગાર્ડન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સરદાર સરોવર ડેમ એક્સપીરિયન્સ સેન્ટર પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ થયો. વડાપ્રધાન મોદી આજે એકતાનગરમાં જ રાત્રિ રોકાણ કરશે. અને આવતીકાલે સવારે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યાર બાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજાનાર એકતા પરેડમાં હાજરી આપશે.
આ વર્ષે 31 ઓક્ટોબરે દેશભરમાં અનોખો સંયોગ ઉજવાશે. દિવાળીના તેજસ્વી તહેવાર સાથે દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિનો ભવ્ય ઉત્સવ પણ ઉજવાશે.