Kutch : મુન્દ્રા પોર્ટ પરથી જપ્ત કરાયેલા ઇ-સિગારેટ મામલે તપાસનો ધમધમાટ,ચીન સુધી પહોંચ્યુ પગેરૂ
સુરતમાંથી (Surat) ઇ- સિગારેટ ઝડપાયા બાદ મુન્દ્રામાં DRIએ તપાસ હાથ ધરી હતી, આ પ્રતિબંધીત ઇ-સિગારેટ ચીનથી ઇમ્પોર્ટ કરવામાં આવતી હતી.

કચ્છના (Kutch) મુન્દ્રા પોર્ટ પરથી DRIએ 48 કરોડથી વધુનો પ્રતિબંધીત ઈ-સિગારેટનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે.ગુજરાતમાં DRIની આ અત્યાર સુધીની બીજી સૌથી મોટી કાર્યવાહી છે. માહિતી મુજબ આ પ્રતિબંધીત ઇ-સિગારેટ ચીનથી ઇમ્પોર્ટ કરવામાં આવતી હતી.કન્ટેનરના 251 કાર્ટુનમાંથી મળી 2900 ફ્લેવરની ઇ-સિગારેટ (E Cigaratte) મળી આવી છે.તો ઈ- સિગારેટ સાથે અન્ય વસ્તુઓ પણ મળી આવી છે.જેમાં હેન્ડ મસાજર, LCD પેડ, સીરીકોન પોપ રમકડાના બોક્સનો સમાવેશ થાય છે.તમને જણાવી દઈએ કે,સુરતમાંથી (Surat) ઇ- સિગારેટ ઝડપાયા બાદ મુન્દ્રામાં DRIએ તપાસ હાથ ધરી હતી.હાલ DRI દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરતમાંથી ઇ સિગારેટનો કરોડોનો જથ્થો મતા તંત્ર એલર્ટ
થોડા દિવસો અગાઉ સુરતમાં DRIએ 20 કરોડ રૂપિયાની ઈ સિગારેટનો (E- cigarette) જથ્થો જપ્ત કર્યો હતો..શહેરના સચિન હાઇવે પરથી મોટુ કન્ટેનર ઝડપી પાડ્યું હતું.કરોડોની સિગારેટ સાથે એક શખ્સની પણ ધરપકડ કરાઈ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતુ કે, ઈ-સિગારેટનો જથ્થો ચીનથી આવી હતી અને મુંબઈ (Mumbai) લઈ જવાની હતી.હાલ આ સમગ્ર મુદ્દે DRIએ વધુ તપાસ શરૂ કરી છે.