મહિલાઓના હક, રાજકારણમાં પ્રવેશ અને લોકસભામાં 400 પાર અંગે Tv9 સત્તા સંમેલનમાં ધારાસભ્ય રિવાબા જાડેજાએ કહી મહત્વની વાત, જુઓ Video
લોકસભાની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે. આપહેલા Tv9 ગુજરાતી દ્વારા સત્તા સંમેલન 2024નું અમદાવાદ ખાતે આયોજન કર્યું છે. જેમાં ખાસ કરીને ગુજરાતના રાજકારણની વાત મુખ્ય સ્થાને છે. હાલમાં દેશમાં મહિલાઓની વાત મુખ્ય સ્થાને છે. રાજકારણમાં પણ મહિલાઓને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. ખાસ કરીને ભાજપ દ્વારા મહિલાઓને રાજકારણમાં મહત્વનું સ્થાન આવામાં આવ્યું છે. ત્યારે આ સત્તા સમેલનમાં ગુજરાત વિધનસભામાં રિવાબા જાડેજા અહીં હાજર રહ્યા હતા.
અમદાવાદ ખાતે સત્તા સમેલન યોજાયું જેમાં આજે ધારાસભ્ય રિવાબા જાડેજા પણ જોડાય હતા. મહિલા અને રાજકારણ માટે મહત્વની વાત કરી હતી. રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા એક ભારતીય રાજકારણી છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના ધરસભ્ય છે. તેઓ 8 ડિસેમ્બર 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જામનગરથી ચૂંટાયા હતા.
2016માં તેમણે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા. તેમની એક પુત્રી છે જેનું નામ ‘નિધ્યાના જાડેજા’ છે. Tv9 ગુજરાતી સત્તા સંમેલનમાં આજે જામનગરના ધારાસભ્ય રિવાબા પહોંચ્યા હતા. જ્યાં કાર્યક્રમની શરૂઆતમાં તેમના પતિનું નામ લીધું હતું.
રિવાબાને મોદીકા પરિવાર અંગે સવાલ કરતાં તેમણે જણાવ્યું હતું કે, પરિવારના ડેફિનેશન પર ચર્ચા કરી હતી. રિવાબા એ કહ્યું કે, જ્યારે pm મોદીએ ઘર છોડ્યું ત્યારથી તેમણે તમામ નાના વર્ગની સાથે સમય વિતાવ્યો છે. ત્યારે અમે કેમ એમનો પરિવાર ના બનીએ. તેમણે સમાજના દરેક વર્ગને સાથે રાખીને વિકાસ કરવા કામ કર્યું છે.
ભાજપમાં જોડાવા અંગે રિવાબાએ કહ્યું કે, પહેલા અમે ફક્ત સામન્ય રીતે મળવા ગયા હતા. તે સમયે ધારાસભ્ય બનવાનું પણ મનમાં નહીં હતું. તેમણે કહ્યું કે, મે મારા પતિને કીધું કે PMને મળવું છે જે બાદ અહી સુધીની સફર પહોંચી છે.
પૂનમ માડમ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે, જેટલો સહકાર રિવાબાને પૂનમ માડમે વિધાનસભા વખતે આપ્યો હતો તેટલોજ અને તેનાથી વધુ કરવાનો પ્રયાસ રહેશે. અને આ વખતે 400 પાર પહોંચાડશે તેવી વાત તેમણે કરી હતી. સરકારે કરેલા કામો અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં લાખો આવાસો છે. તેમની વ્યથા અમને સાંભળી છે. તેમણે જે સુવિધા અત્યારે મળી રહી છે તેને લઈ લોકો ખુસ છે.
મહિલાઓ અંગે સરકારે કરેલ કામો અંગે રિવાબાએ જણાવ્યું હતું કે, બાળકો માટે 1 રૂપિયામાં સેનેટરી નેપકિન થી લઈ વિવિધ સેવાઓ માટે મહિલાઓ માટે મોદી સરકારે આપી છે. એટલે મહિલાઓ માટે એક કરતાં વધુ કામો તેમની સુરક્ષા હોય, તેમની તકો હોય કે કઈ પણ, મહિલાઓ માટે અનેક કામો સરકારે કર્યા હોવાની વાત તેમણે કરી છે.
સત્તા સંમેલનમાં રિવાબે કહ્યું કે, કોઈ પણ સફળ મહિલાઓ પાછળ તેના પરિવાર, તેનું બેક ગ્રાઉન્ડ સહિત અનેક વાતો મહત્વની બની જાય છે. ત્યારે રિવાબાએ જણાવ્યું હતું કે, કોઈ પણ ક્ષેત્રમાં મહિલા આગળ વધે તો તેને અનેક અડચણો આવે છે. ત્યારે આ માટે મહિલા કેટલી સશક્ત છે તાકતવર છે તેના પર નિર્ભર કરે છે તેવું તેમણે જણાવ્યું.
રાજકારણમાં મહિલાઓને આવું હોય તો તેમણે શું કરવું તેને લઈ રિવાબા એ જણાવ્યું કે, નૈતિકતામ સિદ્ધાંત, પોટેન્શિયલ, પાર્ટીની વિચાર ધારામાં વિશ્વાષ, અને સમાજ માટે કઈક કરી બતાવવાનું જૂનુન હોવો જોઈએ.