JAMNAGAR : સ્થાપના થયાના થોડા કલાકોમાં જ કોંગ્રેસ કાર્યકરોએ નથુરામ ગોડસેની પ્રતિમા તોડી નાખી, મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો
Nathuram Godse : હિન્દુ સેનાએ ગોડસેની પ્રતિમા મુકી તો કોંગ્રેસ દ્વારા તે તોડી પાડવામાં આવી. મામલો પોલિસ મથક સુધી પહોચતા પોલિસે બંન્ને પક્ષ સામે કાર્યવાહી કરી.
JAMNAGAR: મહાત્મા ગાંધી (Mahatama Gandhi) ના હત્યારાને મહાત્મા ગણાવીને તેની પ્રતિમાની સ્થાપના ગાંધીના ગુજરાતમાં કરવામાં આવી. જામનગરમાં હિન્દુ સેના દ્વારા નથુરામ ગોડસે (Nathuram Godse) ની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી, તો બીજા દિવસે કોંગ્રેસ કાર્યકરો દ્વારા પ્રતિમાને તોડી પાડવામાં આવી હતી. વિવાદ સર્જાતા બંન્ને પક્ષોની પોલિસે ફરીયાદ નોંધી અટકાયતી પગલા લીધા.
જામનગરમાં હિન્દુ સેના દ્વારા નથુરામ ગોડસેની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. થોડા સમય પહેલા હિન્દુ સેનાએ નથુરામ ગોડસેની પ્રતિમા મુકવાની માંગ કરી હતી. 15 નવેમ્બરના રોજ નથુરામ ગોડસેની જન્મજયંતીના દિવસે તેની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી, જેમાં હિન્દુ સેનાના કેટલાક કાર્યકરોએ નથુરામ ગોડસેને મહાત્મા કહીને સૂત્રોચ્ચાર કર્યા હતા.
જામનગરમાં કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ ઉપર આવેલ દુધીયા હનુમાન સંપતબાપુના આશ્રમ પાસે હિન્દુ સેનાએ નથુરામ ગોડસેની પ્રતિમા સ્થાપિત કરી હતી. 15 નવેમ્બર મંગળવારના રોજ નથુરામ ગોડસેની જન્મજયંતી હોય અને નથુરામ ગોડસેના વિચારોને અનુસરતા તેને મહાત્મા ગણાવી હિન્દુસેનાના કાર્યકર પ્રતિકભાઇ ભટ્ટ, ધિરેન નંદા, ભાવેશ ઠુંમર વિગેરે દ્વારા નથુરામ ગોડસેની પ્રતિમાનું અનાવરણ કર્યુ હતુ. જે પ્રતિમાના અનાવરણ બાબતે વિરેન્દ્રસિંહ ઉર્ફે દીગુભા, ધવલભાઇ નંદાએ નથુરામ ગોસેની પ્રતિમાને તોડી તેને ઓઢાડેલ શ્રીરામ લખેલ કપડુ કચરામાં ફેકી દઇ રૂ.5000 નું નુકશાન કરી ધાર્મિક લાંગણી દુભાયા અંગેની ફરીયાદ પ્રતિકભાઇ ભટ્ટ દ્વારા જાહેર કરીને પોલિસ ફરીયાદ નોંધાવી હતી.
તેમજ જામનગર કોંગ્રેસના પ્રમુખ વિરેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા ટેમુભા જાડેજાએ પણ ફરિયાદ કરી કે પ્રતિકભાઇ ભટ્ટ, ધિરેન નંદા, ભાવેશ ઠુંમર તથા અન્ય બે વ્યક્તિઓએ નથુરામ ગોડસેએ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની હત્યા કરેલી હોય તેમ છતા તેની પ્રતીમા કોઇપણ જાતની કોઇની મંજુરી લીધા વગર પ્રતિમા બનાવી બેસાડી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને માનનારા લોકોનું અપમાન કરી, દેશવાશીઓ તથા બીજા અન્ય લોકો વચ્ચે વિખવાદ ઉભો થાય અને ધીક્કારની લાગણી જન્મ અને વૈમનસ્ય ઉભુ થાય તેવુ કૃત્ય કરેલ છે. આમ બંન્ને પક્ષે સામસામી પોલીસ ફરીયાદ થઇ છે.
નથુરામ ગોડસેની પ્રતિમા મુકાતાની સાથે વિવાદ છંછેડાયો છે. પ્રતિમાને તોડી પાડતા મામલો પોલિસ મથકે પહોચ્યો. પોલિસે બંન્ને પક્ષની ફરીયાદ નોંધી આરોપીઓની અટકાયત કરી છે. હિન્દુ સેનાએ ગોડસેની પ્રતિમા મુકી તો કોંગ્રેસ દ્વારા તે તોડી પાડવામાં આવી. મામલો પોલિસ મથક સુધી પહોચતા પોલિસે બંન્ને પક્ષ સામે કાર્યવાહી કરી. ગાંધી અને ગોડસેના નામે શરૂ થયેલ વિવાદ આવનાર સમયમાં વધુ ઉગ્ર બની શકે છે.
આ પણ વાંચો : GUJARAT : રાજ્યમાં કોરોનાની સ્થિતિ સાથે જાણો મહત્વના અન્ય સમાચાર, માત્ર એક ક્લિકમાં
આ પણ વાંચો : બનાસકાંઠામાં 4.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, પાલનપુર સહિત અનેક ગામોમાં અનુભવાયો