28 માર્ચના મોટા સમાચાર: Congress Protest: રાહુલના સમર્થનમાં પ્રદર્શન, હરીશ રાવત સહિત અનેક નેતાઓની કરાઈ અટકાયત

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2023 | 11:45 PM

Gujarat Live Updates : આજ 28 માર્ચના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

28 માર્ચના મોટા સમાચાર: Congress Protest: રાહુલના સમર્થનમાં પ્રદર્શન, હરીશ રાવત સહિત અનેક નેતાઓની કરાઈ અટકાયત

આજે 28 માર્ચને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 28 Mar 2023 11:45 PM (IST)

    Gujarat News Live: Congress Protest: રાહુલના સમર્થનમાં પ્રદર્શન, હરીશ રાવત સહિત અનેક નેતાઓની કરાઈ અટકાયત

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ થયા બાદ કોંગ્રેસ પાર્ટી સતત કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહી છે. આજે મંગળવારે કોંગ્રેસના નેતાઓએ લાલ કિલ્લા પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસે ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવત સહિત પાર્ટીના ઘણા નેતાઓની અટકાયત કરી છે. અટકાયત કરાયેલા તમામ કોંગ્રેસી નેતાઓને દિલ્હી પોલીસની વાનમાં લઈ જવામાં આવતા જોવા મળ્યા હતા. આ ઘટના વીડિયો હાલમાં સામે આવ્યા છે. વધુ વાંચો

  • 28 Mar 2023 11:30 PM (IST)

    Gujarat News Live: વડોદરાની MS યુનિવર્સિટી ફરી વિવાદમાં, મહિલા સુપરવાઇઝર જોડે વિદ્યાર્થીઓએ ગેરવર્તણૂક કર્યાની ફરિયાદ

    વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે.એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની શરમજનક કરતૂત સામે આવી છે.બીકોમની પરીક્ષા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ મહિલા સુપરવાઇઝર સાથે ગેરવર્તણૂક કરતા હોવાની ફરિયાદ ઉઠી છે.છેલ્લા ચાર દિવસથી કેટલાક વિદ્યાર્થીઓએ યુવા મહિલા સુપરવાઇઝર સાથે અભદ્ર વર્તન કરવા હોવાની ફરિયાદને આધારે ડીને ક્લાસરૂમની મુલાકાત લીધી હતી અને ગેરવર્તણૂક કરતા ત્રણ વિદ્યાર્થીઓને વોર્નિંગ આપી હતી.એટલું જ નહીં ત્રણેય વિદ્યાર્થીઓ પાસે માફી પત્ર પણ લખાવ્યો હતો. વધુ વાંચો

  • 28 Mar 2023 11:25 PM (IST)

    Gujarat News Live: વિપક્ષી પાર્ટીઓ લોકસભા સ્પીકર સામે લાવી શકે છે અવિશ્વાસ પ્રસ્તાવ

    વિપક્ષી પાર્ટીઓ લોકસભા સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. આજે કોંગ્રેસના સાંસદોની બેઠકમાં કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ આ અંગે પ્રસ્તાવ મૂક્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ આ અંગે વિપક્ષી પાર્ટીઓ સાથે પણ વાતચીત કરી રહી છે.

  • 28 Mar 2023 11:00 PM (IST)

    Gujarat News Live: Kutch: ભૂજ રેલવે સ્ટેશનની થશે કાયાપલટ, 179.87 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામશે અત્યાધુનિક સુવિધાઓ

    ભારતીય રેલવે દ્વારા ન્યૂ ભુજ રેલવે સ્ટેશનને કચ્છના રણની થીમ પર અત્યાધુનિક સ્માર્ટ રેલવે સ્ટેશન રૂપે પુનર્વિકસિત કરવામાં આવી રહ્યું છે. સ્ટેશનની ડિઝાઈનને ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશન સાથે સ્માર્ટ સ્ટેશન રૂપે પુનર્વિકસિત કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભૂજમાં બનનારા સ્ટેશનના લઘુ મોડલને ભુજ સ્ટેશન ઉપર પ્રદર્શિત કરવામાં આવ્યું છે, જેથી યાત્રીઓને સ્ટેશનના ભાવિ સ્વરૂપની જાણકારી અને અનુભવ મળી શકે. વધુ વાંચો 

  • 28 Mar 2023 10:52 PM (IST)

    Gujarat News Live: અતીક અહેમદને સાબરમતી જેલ પરત લવાશે, યુપી પોલીસ પ્રયાગરાજથી રવાના

    પ્રયાગરાજમાં કોર્ટે મંગળવારે કથિત માફિયા અને ભૂતપૂર્વ સાંસદ અતીક અહેમદને અપહરણના કેસમાં સખત આજીવન કેદની સજા સંભળાવી અને સાંજે તેને  સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી દેવા  પોલીસ કાફલો રવાના થયો છે.  જ્યારે આ જ કેસમાં નિર્દોષ છૂટેલા તેના ભાઈ પૂર્વ ધારાસભ્ય અશરફને બરેલી જેલમાં પરત મોકલી દેવામાં આવ્યો હતો. જેલના એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી. વધુ વાંચો

  • 28 Mar 2023 10:38 PM (IST)

    Gujarat News Live: રાજકોટમાં આંખમાં મરચું નાખી 2 લાખની લૂંટ કેસમાં 9 આરોપી ઝડપાયા

    રાજકોટમાં કેકેવી હોલ નજીક વેપારીની આંખમાં મરચું નાખી લૂંટવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં 9 આરોપીઓને ઝડપી પાડ્યા છે.ગત 25 માર્ચની રાત્રે કટલરીના વેપારીની આંખમાં મરચું નાખીને લૂંટી લેવાયો હતો.લૂંટારૂઓ 2 લાખ રોકડ અને ફરિયાદીનું એક્ટિવા લઈને ફરાર થઈ ગયા હતા.આ સમગ્ર મામલે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી આરોપીઓ ઝડપાયા છે.મહત્વપૂર્ણ છે કે વેપારીની દુકાનમાં અગાઉ કામ કરનાર કર્મચારીએ જ લૂંટનો પ્લાન ઘડ્યો હતો.

  • 28 Mar 2023 09:57 PM (IST)

    Gujarat News Live: ડો. અતુલ ચગ કેસમાં હજુ સુધી FIR ન નોંધાતા ગુજરાત હાઈકોર્ટે વેરાવળ પોલીસને ઝાટકી

    ગીર સોમનાથના બહુચર્ચિત ડોક્ટર અતુલ ચગના આપઘાત કેસમાં ગુજરાત હાઈકોર્ટે વેરાવળ પોલીસની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. તેમજ હાઈકોર્ટે વેરાવળ પોલીસ પાસે હજી સુધી FIR ન નોંધાતા જવાબ પણ માંગ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે પોલીસ વકીલ રોકે અને આ અંગેના તમામ જવાબ આપે, તેમજ હાઈકોર્ટે કહ્યું હતું કે આ કેસમાં પોલીસને સરકારી વકીલ મળશે નહીં. વધુ વાંચો

  • 28 Mar 2023 09:41 PM (IST)

    Gujarat News Live: Ahmebabad: ક્રુઝમાં મુસાફરીના બહાને કરાઇ ઠગાઇ, 57 લાખની છેતરપિંડીની ફરિયાદ દાખલ

    અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ક્રુઝમાં ગોવા મોકલી આપવાના બહાને લાખો રૂપીયાની છેતરપિંડી કરનાર ત્રણ આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઇ છે. ચેન્નાઇથી મુંબઇ પ્લેનમાં અને ત્યાંથી ક્રુઝમાં ગોવા અને પરત ક્રુઝમાં ગોવા અને મુંબઇ થી ચેન્નાઇ પરત મુકી જવા માટે એક વ્યક્તિ દીઠ રૂપીયા 25 હજાર નક્કી કરવામાં આવ્યા હતાં.જેમાં આરોપી ઓએ અલગ અલગ બહાના હેઠળ 57 લાખ રૂપિયા પડાવી છેતરપિંડી આચરી છે. વધુ વાંચો

  • 28 Mar 2023 08:56 PM (IST)

    Gujarat News Live: યુક્રેનથી પરત આવેલા MBBS વિદ્યાર્થીઓને મેડિકલ કોલેજમાં પ્રવેશ મળશે નહીં

    યુક્રેનથી પરત ફરેલા મેડિકલ સ્ટુડન્ટ્સ પર કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. આવા વિદ્યાર્થીઓને MBBSની અંતિમ પરીક્ષા (ભાગ 1 અને ભાગ 2) પાસ કરવાની તક આપવામાં આવશે. જો કે તેને અહીંની કોઈપણ મેડિકલ કોલેજમાં પ્રવેશ મળશે નહીં. તેઓએ એક વર્ષમાં પરીક્ષા પાસ કરવી પડશે.

  • 28 Mar 2023 08:40 PM (IST)

    Gujarat News Live: સુરતઃ ખાણીપીણીની લારીની આડમાં દારૂ વેચતા આરોપીની વેસુ પોલીસે ધરપકડ કરી 

    સુરતઃ ખાણીપીણીની લારીની આડમાં દારૂ વેચતા આરોપીની વેસુ પોલીસે ધરપકડ કરી

  • 28 Mar 2023 08:05 PM (IST)

    Gujarat News Live: આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0ના 100 દિવસ થશે પૂર્ણ

    આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0ના 100 દિવસ પૂર્ણ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 100 દિવસની કામગીરી અંગે વાત કરશે અને સાથ, સહકાર અને સેવાના 100 દિવસ પર ચર્ચા કરશે. સરકારે 100 દિવસમાં વ્યાજખોરો સામેનું અભિયાન, ડ્રગ્સ રેકેટ તોડવાના મહત્ત્વપૂર્ણ અભિયાન ચલાવ્યા છે.

  • 28 Mar 2023 07:46 PM (IST)

    Gujarat News Live: BJP Residential Complex: PM મોદીએ ભાજપના નવા રહેણાક સંકુલનું કર્યું ઉદ્ઘાટન, શ્રમવીરોને પણ મળ્યા

    પીએમ મોદીએ મંગળવારે દિલ્હીમાં ભાજપના હેડક્વાર્ટરથી પાર્ટીના નવા રહેણાંક સંકુલનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત પાર્ટીના ઘણા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા છે. પીએમ મોદી રહેણાંક સંકુલના નિર્માણમાં શ્રમદાન કરનારા મજૂરો, કારીગરોને પણ મળ્યા હતા. વધુ વાંચો

  • 28 Mar 2023 07:33 PM (IST)

    Gujarat News Live: કેનેડામાં ખાલિસ્તાનીઓએ ગાંધીજીની પ્રતિમાની કરી તોડફોડ, ભારતીયોમાં ભારે રોષ

    કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોનો ઉપદ્રવ વધી રહ્યો છે. હિંદુ મંદિરો પર હુમલાની ઘટનાઓ અને ભારતીય દૂતાવાસોની બહાર વાંધાજનક સૂત્રો લખવામાં આવ્યા બાદ અહીં મહાત્મા ગાંધીની પ્રતિમાઓને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. હવે બર્નાબીમાં યુનિવર્સિટીની અંદર સ્થિત ગાંધીજીની પ્રતિમાને તોડવામાં આવી છે. વધુ વાંચો

  • 28 Mar 2023 07:06 PM (IST)

    Gujarat News Live: ગુજરાતમાં કોરોનાના નવા 316 કેસ, કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1976એ પહોંચી

    ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં આજે 28 માર્ચના રોજ કોરોનાના નવા 316 કેસ નોંધાયા છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસ 1976 થયા છે. વધુ વાંચો 

  • 28 Mar 2023 07:00 PM (IST)

    Gujarat News Live: Ahmedabad: મહાઠગ કિરણ પટેલની પત્નીએ કર્યા આ ખુલાસા, ક્લિનિક બંધ કરી પતિ સાથે ઠગાઇમાં જોડાઇ હતી

    અમદાવાદમાં કરોડો રૂપિયાનો બંગલો પચાવી પાડનાર મહાઠગ દંપતી મામલે ફરિયાદ નોંધાયા બાદ ક્રાઇમ બ્રાંચે માલિની પટેલની ધરપકડ  કરી છે. જેમાં ઠગ પતિ સાથે પત્નીએ પણ અનેક કૌભાંડ આચર્યા છે. જેમાં જમ્મુ કશ્મીરમાં ઝેડ પલ્સ સિક્યુરિટી અને ફાઈવસ્ટાર હોટલમાં પત્ની પણ રોકાઈ હતી.પરંતુ પતિનું જમ્મુ કશ્મીરમાં કારસ્તાન પર્દાફાશ થતાં પત્ની ઘર છોડી ગાયબ થઈ ગઈ હતી.પણ પત્ની આગોતરા જામીન મેળવે તે પૂર્વે ક્રાઇમ બ્રાંચે તેને ઝડપી પાડી છે. વધુ વાંચો

  • 28 Mar 2023 06:37 PM (IST)

    Gujarat News Live: SEBIએ આપી મોટી રાહત, ‘ડીમેટ એકાઉન્ટ’માં નોમિની અપડેટની છેલ્લી તારીખમાં કરાયો વધારો

    શેરબજાર પર નજર રાખતી બજાર નિયામક સેબીએ શેરબજારમાં ટ્રેડિંગ કરનારાઓને મોટી રાહત આપી છે. સેબીએ ડીમેટ ખાતા માટે નોમિની નોંધણી સંબંધિત વિગતો અપડેટ કરવાની છેલ્લી તારીખ 6 મહિના સુધી લંબાવી છે. હવે લોકો આ કામ 30 સપ્ટેમ્બર સુધી કરી શકશે. સેબીના નિવેદન અનુસાર, લોકો હવે તેમના ડીમેટ ખાતામાં નોમિની નોંધણી કરવાનું અથવા 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં આ વિકલ્પમાંથી નાપસંદ કરી શકે છે. અગાઉ આ સમયમર્યાદા 31 માર્ચ 2023 હતી.

  • 28 Mar 2023 06:23 PM (IST)

    Gujarat News Live: મહેસાણા દૂધસાગર ડેરીના ઘીના સેમ્પલ ફેઇલ જતા 36.75 લાખનો દંડ ફટકરાયો

    ગુજરાતના મહેસાણામાં આવેલી દૂધસાગર ડેરીના ધીના સેમ્પલ ફેઇલ જતાં 36.75 લાખનો દંડ ફટકરાયો છે.

  • 28 Mar 2023 06:11 PM (IST)

    Gujarat News Live: Dwarka: CM ભૂપેન્દ્ર પટેલ-હર્ષ સંઘવીએ ડિમોલિશનના સ્થળનું નિરિક્ષણ કરીને કહ્યું કે ‘ગેરકાયદે પ્રવૃતિ ચલાવી લેવામાં નહીં આવે તેમ જણાવતા CM’

    ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા ખાતે તાજેતરમાં જ મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દ્વારકામાં દબાણો હટાવાયા હતા તે નાવદ્રા, હર્ષદ ગાંધવી અને ભોગાત નામના સ્થળની મુલાકાત લીધી હતી. આ મુલાકાત અને નિરિક્ષણ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે અહીં ગેરકાયદે પ્રવૃતિ કોઈ હિસાબે ચલાવી લેવામાં આવશે નહીં અને 1600 કિલમીટરના દરિયાકાંઠે જ્યાં પણ ગેરકાયદે દબાણ જોવા મળશે તેને દૂર કરવામાં આવશે.

  • 28 Mar 2023 03:43 PM (IST)

    Gujarat News live: તાતીથૈયામાં 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યાનો કેસમાં ચૂકાદો, સેસન્સ કોર્ટે આરોપી દયાચંદ ઉમરાવ પટેલને સંભળાવી ફાંસીની સજા

    સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં આવેલા તાતીથૈયામાં થયેલા બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં મહત્વનો ચૂકાદો આવ્યો છે. બારડોલી સેસન્સ કોર્ટે મુખ્ય આરોપી દયાચંદ ઉમરાવ પટેલને ફાંસીની સજા સંભળાવી છે. તો અન્ય આરોપી કાલુરામ જાનકી પ્રસાદ પટેલને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

  • 28 Mar 2023 03:17 PM (IST)

    Gujarat News Live: PAN-Aadhaar લિંક કરવા માટેની સમય મર્યાદામાં કરાયો વધારો, વાંચો કઈ આવી નવી તારીખ

    PAN-Aadhaar લિંક કરવા માટેની સમય મર્યાદામાં કરાયો વધારો, 30 જૂન 2023 સુધી કરાવી શકશો લિંક

  • 28 Mar 2023 02:42 PM (IST)

    ઉદ્ધવ, આદિત્ય અને સંજય રાઉતને સમન્સ જારી કરવામાં આવ્યું

    દિલ્હી હાઈકોર્ટે માનહાનિના કેસમાં મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે અને સંજય રાઉતને સમન્સ જારી કર્યા છે. એકનાથ શિંદે જૂથના નેતા રાહુલ શેવાળેએ શિવસેનાના ચૂંટણી ચિન્હને લઈને તેમના નિવેદનો બદલ તેમની વિરુદ્ધ સિવિલ દાવો દાખલ કર્યો હતો.

  • 28 Mar 2023 02:41 PM (IST)

    પલાનીસ્વામીને હાઈકોર્ટમાંથી મોટી જીત મળી

    તમિલનાડુમાં મદ્રાસ હાઈકોર્ટમાંથી AIADMK નેતા પલાનીસ્વામીને મોટી જીત મળી છે. હાઈકોર્ટે પલાનીસ્વામીની વચગાળાના મહાસચિવ તરીકે નિમણૂક અને ઓ પનીરસેલ્વમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાના નિર્ણય સામે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. એડપ્પડી પલાનીસ્વામી હવે AIADMKના મહાસચિવ બની ગયા છે.

  • 28 Mar 2023 01:11 PM (IST)

    Gujarat News Live : ગઈકાલ સુધી મૂછો પર તાવ દેનારો અતીક દોષિત જાહેર થયા બાદ કોર્ટમાં જ રડી પડ્યો

    પ્રયાગરાજની MP-MLA કોર્ટે અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ સહીતના 10 આરોપીને દોષિત જાહેર કર્યા છે. તમામ આરોપીઓને કોર્ટે દોષિત જાહેર કરતા જ, ગઈકાલ સુધી મૂછો પર તાવ દેનારો અતીક અહેમદ દોષિત જાહેર થયા બાદ કોર્ટમાં જ રડી પડ્યો હતો.

  • 28 Mar 2023 12:13 PM (IST)

    Gujarat News Live : છેલ્લી ઘડીએ, Atique Ahmed ને સુપ્રીમ કોર્ટમાંથી રાહત ના મળી

    સુપ્રીમ કોર્ટે અતીક અહેમદની (Atiq Ahmed) અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરતા સુપ્રીમ કોર્ટે અતીક અહેમદને હાઈકોર્ટમાં જવા કહ્યું. અતીકના વકીલે સુપ્રીમ કોર્ટમાંથી તેમની અરજી પાછી ખેંચી છે. અતીક અહમદના વકીલે અતીકના જીવને ખતરો હોવાનું કહીને રાહતની માંગ કરી હતી. આતિકના વકીલે કહ્યું કે તે હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આતિકની પોલીસ કસ્ટડીની માંગ કરવા જઈ રહ્યા છે. અતીકના વકીલે કહ્યું કે તેને યુપી લાવવામાં આવ્યો છે પરંતુ તેનો જીવ હજુ પણ જોખમમાં છે.

  • 28 Mar 2023 11:55 AM (IST)

    Gujarat News Live : કલોલના ધનોટ ગામે શ્રી ઉમિયા ડેરીનો હોજ સાફ કરવા ઉતરેલા 2 કામદારોના મોત

    ગાંધીનગર જિલ્લાના કલોલના ધનોટ ગામે ડેરીના વેસ્ટ પાણીનો હોજ સાફ કરવા ઉતરેલા બે કામદારોના મોત નિપજ્યા છે. ગત 26 તારીખના રોજ 2 કામદારો શ્રી ઉમિયા ડેરીના વેસ્ટ પાણીનો હોજ સાફ કરવા ઉતર્યા હતા. બન્ને મજૂરો કોઈ પણ સેફટી સાધનો વિના હોજ સાફ કરવા તેમાં ઉતર્યા હતા. જ્યાં બન્ને કામદારોના મોત નિપજ્યા હતા. હાલ કલોલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

  • 28 Mar 2023 11:16 AM (IST)

    Gujarat News Live : અતીકને બપોરે 12 વાગ્યે જેલમાંથી બહાર કાઢવામાં આવશે

    સમાચાર મળી રહ્યા છે કે માફિયા ડોન અતીક અહેમદને આજે બપોરે 12 વાગ્યે નૈની જેલમાંથી બહાર કાઢવામાં આવશે. ઉમેશ પાલ અપહરણ કેસમાં અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને આજે એમપી-એમએલએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઉમેશ પાલના પરિવારે અતીકને ફાંસીની સજા ફટકારવાની માંગ કરી છે.

  • 28 Mar 2023 10:27 AM (IST)

    Gujarat News Live : મોડાસાની જિલ્લા સબજેલમાં SP સહિત પોલીસ ટીમનું સરપ્રાઈઝ ચેકીંગ

    મોડાસાની જિલ્લા સબજેલમાં SP સહિત પોલીસની ટીમે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું. આજે વહેલી સવારે એસપી સહિત પોલીસની ટીમે ચેકીંગ હાથ ધર્યું હતું. રાજ્યભરમાં વિવિધ જેલ પર રેડ બાદ મોડાસા સબજેલમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. આ ચેકીગમાં SP, DY-SP, LCB PI,SOG સહિતની ટીમ જોડાઈ હતી. જો કે, સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન મોડાસાની જિલ્લા સબજેલમાંથી કોઈપણ પ્રતિબંધિત ચીજવસ્તુ મળી નહોતી.

  • 28 Mar 2023 09:30 AM (IST)

    Gujarat News Live : અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં 6ના મોત

    અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલય પાસે ઈસ્લામિક સ્ટેટ જૂથ દ્વારા કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં છ નાગરિકોના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. ન્યૂઝ એજન્સી એએફપીએ ગૃહ મંત્રાલયને ટાંકીને આ માહિતી આપી છે.

Published On - Mar 28,2023 9:30 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">