ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં આજે 28 માર્ચના રોજ કોરોનાના નવા 316 કેસ નોંધાયા છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસ 1976 થયા છે.અમદાવાદમાં 109, સુરતમાં 26, રાજકોટમાં 25, મોરબીમાં 23, અમરેલીમાં 19, વડોદરામાં 17,મહેસાણામાં 12, સાબરકાંઠામાં 12 , વડોદરા જિલ્લામાં 12,સુરત જિલ્લામાં 08, વલસાડમાં 08, કચ્છમાં 07,ભાવનગરમાં 05, ગાંધીનગરમાં 05, રાજકોટમાં 05, ભરૂચમાં 04, જામનગરમાં 04, અમદાવાદ જિલ્લામાં 02,આણંદમાં 02, ખેડામાં 02, નવસારીમાં 02, પાટણમાં 02, સુરેન્દ્રનગરમાં 02, બનાસકાંઠામાં 01, જામનગર જિલ્લામાં 01 અને મહીસાગરમાં 01 કેસ નોંધાયો છે. જ્યારે કોરોના રિકવરી રેટ 98.98 ટકા થયો છે. જ્યારે આજે કોરોનાથી 189 દર્દી સાજા થયા છે.
આ ઉપરાંત, રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપી પ્રસારને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફ, ઊલટી, કળતર જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યામાં દવાનો જથ્થો, ટેસ્ટિંગ લેબ, તબીબોની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…