Breaking news: ઉમેશ પાલ અપહરણ કેસમાં અતીક અહેમદને આજીવન કેદની સજા
25 જાન્યુઆરી 2005ના રોજ બસપાના ધારાસભ્ય રાજુ પાલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અતીક અહેમદ, તેના ભાઈ અશરફ સહિત 5 આરોપીના નામ હતા. જ્યારે ચાર અજાણ્યાને આરોપી બનાવાયા હતા. આ કેસમાં રાજુ પાલના સંબંધી ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતા.
17 વર્ષ જૂના ઉમેશ પાલ અપહરણ કેસમાં આજે પ્રયાગરાજની MP-MLA કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે બાહુબલી અતીક અહેમદ સહિત ત્રણ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે અને તેમને આજીવન કેદની સજા ફટકારી છે. આ અપહરણ કેસમાં કોર્ટે અતીક ઉપરાંત હનીફ, દિનેશ પાસીને પણ દોષિત ઠેરવ્યા છે. કોર્ટે ત્રણેયને એક-એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. જ્યારે અતીકના ભાઈ અશરફ સહિત 7ને નિર્દોષ જાહેર કર્યા હતા.
ઉમેશ પાલ 2005ના રાજુપાલ હત્યા કેસમાં મુખ્ય સાક્ષી હતા. કોર્ટના આ નિર્ણયને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે 24 ફેબ્રુઆરી 2023ના રોજ પ્રયાગરાજમાં ઉમેશની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પણ અતીક, તેના ભાઈ અશરફ, પુત્ર અસદ સહિત 9 લોકો આરોપી હતા. આ પહેલા સોમવારે અતીક અહેમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. તેમના ભાઈ અશરફને બરેલીથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. આ સિવાય અન્ય એક આરોપી ફરહાનને પણ અહીં લાવવામાં આવ્યો હતો.
Atiq Ahmed sentenced to life imprisonment in Umesh Pal case#AtiqAhmed #UmeshPalCase #TV9News pic.twitter.com/im4ZdgAw0C
— Tv9 Gujarati (@tv9gujarati) March 28, 2023
અતીક અહેમદ સહિત 3ને આજીવન કેદની સજા
પ્રયાગરાજની MP-MLA કોર્ટે ઉમેશ પાલ અપહરણ કેસમાં અતીક અહેમદ, હનીફ, દિનેશ પાસીને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટે આ કેસમાં અતીકના ભાઈ અશરફ સહિત 7ને નિર્દોષ જાહેર કર્યા હતા. વાસ્તવમાં બસપા ધારાસભ્ય રાજુ પાલની હત્યા કેસમાં સાક્ષી રહેલા ઉમેશ પાલનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેની સાથે મારપીટ પણ થઈ હતી. 2006માં પોલીસમાં ફરિયાદ બાદ મામલો કોર્ટમાં ચાલી રહ્યો હતો.
આતિક સહિત 3 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ત્યારે અશરફ સહિત અન્ય 7 આરોપીઓને કોર્ટે 364A અને 120Bમાં નિર્દોષ જાહેર કર્યા હતા. અતીફને ગુજરાતની સાબરમતી જેલમાંથી કડક સુરક્ષા વચ્ચે પ્રયાગરાજની નૈની જેલમાં લાવવામાં આવ્યો હતો. આજે કડક સુરક્ષા વચ્ચે જેલમાંથી કોર્ટ પરિસરમાં લાવવામાં આવેલા અતીકને ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કોર્ટ પરિસરમાં અતીકને ફાંસી આપોના નારા પણ સંભળાયા હતા. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત હાજર હતો.