AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmebabad: ક્રુઝમાં મુસાફરીના બહાને કરાઇ ઠગાઇ, 57 લાખની છેતરપિંડીની ફરિયાદ દાખલ

અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ક્રુઝમાં ગોવા મોકલી આપવાના બહાને લાખો રૂપીયાની છેતરપિંડી કરનાર ત્રણ આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઇ છે. ચેન્નાઇથી મુંબઇ પ્લેનમાં અને ત્યાંથી ક્રુઝમાં ગોવા અને પરત ક્રુઝમાં ગોવા અને મુંબઇ થી ચેન્નાઇ પરત મુકી જવા માટે એક વ્યક્તિ દીઠ રૂપીયા 25 હજાર નક્કી કરવામાં આવ્યા હતાં

Ahmebabad: ક્રુઝમાં મુસાફરીના બહાને કરાઇ ઠગાઇ, 57 લાખની છેતરપિંડીની ફરિયાદ દાખલ
Ahmedabad Cruise Fraud
Mihir Soni
| Edited By: | Updated on: Mar 28, 2023 | 8:57 PM
Share

અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ક્રુઝમાં ગોવા મોકલી આપવાના બહાને લાખો રૂપીયાની છેતરપિંડી કરનાર ત્રણ આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઇ છે. ચેન્નાઇથી મુંબઇ પ્લેનમાં અને ત્યાંથી ક્રુઝમાં ગોવા અને પરત ક્રુઝમાં ગોવા અને મુંબઇ થી ચેન્નાઇ પરત મુકી જવા માટે એક વ્યક્તિ દીઠ રૂપીયા 25 હજાર નક્કી કરવામાં આવ્યા હતાં.જેમાં આરોપી ઓએ અલગ અલગ બહાના હેઠળ 57 લાખ રૂપિયા પડાવી છેતરપિંડી આચરી છે.

જોજો બસના નામથી ટુર્સ એન્ડ ટ્રાવેલર્સનો ધંધો કરે છે.

ખોખરા વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સ ક્લબ હોલીડેઝ પ્રા.લી. નામથી ટુર્સ એન્ડ ટ્રાવેલર્સનો ધંધો કરતા ઇલાંગો મુદલીયારએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે મે 2021માં તેઓ તેમના મિત્ર હસુભાઇ પટેલ સાથે તેઓ ગોવા ગયા હતાં. જ્યાં તેમની મુલાકાત હસુભાઇના મિત્ર જીગર પટેલ સાથે થઇ હતી. જે જોજો બસના નામથી ટુર્સ એન્ડ ટ્રાવેલર્સનો ધંધો કરે છે. અને સુરત ખાતે પોતાનું ક્રુઝ સુરતથી દમણ જાય છે.

જેના માટે એક વ્યક્તિ દીઠ રૂપીયા 25 હજાર ખર્ચ નક્કી કરતા ડીલ નક્કી કરવામાં આવી

જેની બાદમાં તેમણે એક બીજાને મોબાઇલ નંબરની આપ લે કરી હતી. ગોવાથી પરત આવ્યા બાદ ફરિયાદીએ જીગરને ફોન કરીને જણાવ્યું હતું કે ચેન્નાઇ ખાતે રહેતા તેમના મિત્ર ને 400 માણસો સાથે ચેન્નાઇથી ગોવા ક્રુઝમાં જવાનું છે. જેથી ફરીયાદી અને જીગર તેમના મિત્રને મળવા માટે ચેન્નાઇ ગયા હતાં. ત્યારે જીગર પટેલએ કહ્યું હતું કે હું તમારા માણસોને ચેન્નાઇ થી મુંબઇ પ્લેન દ્વારા લઇ જઇશ અને ત્યાંથી ક્રુઝમાં ગોવા મોકલી આપીશ અને પરત ક્રુઝમાં ગોવાથી મુંબઇ અને મુંબઇથી ચેન્નાઇ ખાતે મુકી જઇશ. જેના માટે એક વ્યક્તિ દીઠ રૂપીયા 25 હજાર ખર્ચ નક્કી કરતા ડીલ નક્કી કરવામાં આવી હતી.

13મી ઓક્ટોમ્બર 2021ના દીવસે ફરિયાદી અને તેમના મિત્રો મુંબઇ ખાતે આવેલ ક્રુઝ ઉપર ગયા હતાં

કેટલાક દિવસ બાદ જીગર પટેલ તેના મિત્ર લવ શર્મા અને વરૂણ શર્મા તેમની ઓફિસમાં આવ્યા હતાં. જ્યાં જીગરએ તેમને જણાવ્યું હતું કે લવ શર્મા અને વરુણ શર્મા તેમના પાર્ટનર છે. જેમણે કહ્યું હતું કે તમારે જે માણસો મોકલવાના છે તેના ટોકન પેટે રૂપીયા 9 લાખ આપવા પડશે. આમ અલગ અલગ બહાના હેઠળ તેમણે રૂપીયા 57 લાખ પડાવી લીધા હતાં. 13મી ઓક્ટોમ્બર 2021ના દીવસે ફરિયાદી અને તેમના મિત્રો મુંબઇ ખાતે આવેલ ક્રુઝ ઉપર ગયા હતાં.

ત્રણેય ગઠિયાઓને પહેલા કન્ફર્મેશન લેટર લાવી આપવા માટે કહેતા તેમણે કન્ફર્મેશન લેટર આપ્યો ના હતો.

જ્યાં તેઓને જાણવા મળ્યું હતું કે ટ્રાયલ માટે જે ક્રુઝમાં જવાનું હતું તે કેન્સલ થયું છે. બાદમાં જ્યારે તેઓ ક્રુઝની કંપનીની ઓફિસ ખાતે ગયા હતાં. ત્યારે તેઓને જાણવા મળ્યું હતું કે તેમના નામે કોઇ બુકીંગ થયું નથી. જેથી ફરિયાદીએ ત્રણેય ગઠિયાઓને પહેલા કન્ફર્મેશન લેટર લાવી આપવા માટે કહેતા તેમણે કન્ફર્મેશન લેટર આપ્યો ના હતો. અને ક્રુઝમાં ગોવા મોકલી ના આપતા અંતે ફરિયાદીએ પોલીસને જાણ કરી હતી. પોલીસએ આ સમગ્ર મામલે ફરીયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

બે મિત્રો જીગર પટેલ અને વરુણ શર્માને ભાગીદાર બનાવ્યા અને છેતરપિંડી નું કૌભાંડ શરૂ કર્યું.

આ ઠગ ત્રિપુટી ના ગુનાહિત ઇતિહાસની જો વાત કરીએ તો આરોપી લવ શર્મા સામે અગાઉ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો અને જેમાં નવરંગપુરા પોલીસે આરોપીની ધરપકડ પણ કરી હતી. આ ઠગાઈ કેસમાં માસ્ટરમાઈન્ડ લવ શર્મા છે. તેણે આશ્રમ રોડ ચિનુભાઈ ટાવર માં ફર્મ મિસ્ટિક હોટેલ એન્ડ રિસોર્ટ નામની ઓફિસ ખોલીને પોતાના બે મિત્રો જીગર પટેલ અને વરુણ શર્માને ભાગીદાર બનાવ્યા અને છેતરપિંડી નું કૌભાંડ શરૂ કર્યું.

જોકે હાલ તો નવરંગપુરા પોલીસે વેપારીની ફરિયાદ નોંધીને આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે.આ ત્રિપુટીની ધરપકડ બાદ ઠગાઈ ના વધુ કૌભાંડમાં વધુ ખુલાસા થાય તેવી શકયતા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">