Breaking News: રાહુલ ગાંધીને ખાલી કરવો પડશે સરકારી બંગલો, લોકસભા હાઉસિંગ કમિટીએ ફટકારી નોટિસ
તમને જણાવી દઈએ કે સંસદનું સભ્યપદ ગુમાવ્યા બાદ રાહુલ ગાંધીએ શનિવારે કોંગ્રેસ મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મોદી અને અદાણી વચ્ચેના સંબંધો પર પ્રશ્નો પૂછ્યા.
લોકસભામાંથી સદસ્યતા રદ થયા બાદ હવે લોકસભા હાઉસિંગ કમિટીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સરકાર દ્વારા ફાળવવામાં આવેલા સરકારી બંગલાને ખાલી કરવા માટે નોટિસ મોકલી છે. જણાવી દઈએ કે સુરત કોર્ટે રાહુલ ગાંધીની બે વર્ષની સંસદની સદસ્યતા રદ કરવાનો નિર્ણય લીધો છે. હાલ રાહુલ ગાંધી 12 તુગલક લેનમાં સરકારી બંગલામાં રહે છે. તેઓએ 30 દિવસમાં એટલે કે 22 એપ્રિલ સુધીમાં તેમનો સરકારી બંગલો ખાલી કરવો પડશે.
After being disqualified from the Lok Sabha, now the Lok Sabha Housing Committee has given notice to Congress leader Rahul Gandhi to vacate the government-allotted bungalow: Sources
(file photo) pic.twitter.com/noZHOFsVt0
— ANI (@ANI) March 27, 2023
તમને જણાવી દઈએ કે સંસદનું સભ્યપદ ગુમાવ્યા બાદ રાહુલ ગાંધીએ શનિવારે કોંગ્રેસ મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મોદી અને અદાણી વચ્ચેના સંબંધો પર પ્રશ્નો પૂછ્યા. તેમણે કહ્યું કે દેશમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી અટક કેસમાં બે વર્ષની સજા સંભળાવ્યા બાદ સ્પીકર ઓમ બિરલાએ શુક્રવારે સંસદમાંથી ગેરલાયક ઠેરવ્યા હતા. તેમને સુરત સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યા છે.
આ પણ વાંચો: વીર સાવરકર મુદ્દે ઉદ્ધવ જૂથનું કોંગ્રેસ વિરૂદ્ધ આક્રમક વલણ, ખડગેની બેઠકમાં હાજર ન થવાનો કર્યો નિર્ણય
“હું સાવરકર નથી, ગાંધી છું, અને ગાંધી કોઈ દિવસ માફી નથી માંગતા” : રાહુલ ગાંધી
રાહુલે કહ્યું કે હું ડરતો નથી. હું તેમને પ્રશ્નો પૂછતો રહીશ. હું અદાણી અને 20 હજાર કરોડ પર પ્રશ્નો પૂછતો રહીશ. રાહુલ ગાંધીએ કહ્યું કે મારી સદસ્યતા રદ કરવામાં આવી કારણ કે આ લોકો મારા ભાષણથી ડરી ગયા હતા જે હું આપવાનો હતો. હું અદાણી પર બોલવા માંગતો હતો. TV9 ભારતવર્ષના માફી માંગવાના સવાલ પર રાહુલ ગાંધીએ જવાબ આપ્યો કે, “ગાંધી કોઈની માફી માંગતા નથી. મારું નામ ગાંધી છે સાવરકર નહીં.”
સંસદ સદસ્યતા જતા રાહુલ ગાંધીએ ટ્વિટર પ્રોફાઈલમાં કર્યો બદલાવ
રાહુલ ગાંધીને સુરતની અદાલત દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા છે અને બે વર્ષની સજા સંભળાવ્યા બાદ તેમનું લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી આને લોકશાહીની હત્યા ગણાવી દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ સાંસદે ટ્વિટર પર પોતાનો બાયો બદલ્યો છે અને પોતાને કોંગ્રેસ પાર્ટીના સભ્ય ગણાવતા, તેમણે પોતાને ડિસ ક્વોલિફાઈડ સાંસદ જાહેર કરી દીધા છે.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…