09 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર :સુરતથી મહાકુંભ સુધીની વિશેષ ટ્રેન શરૂ, સાંસદ મુકેશ દલાલની રજૂઆત બાદ રેલવે વિભાગે ટ્રેન કરી શરૂ
આજે 09 ફેબુઆરી શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

27 વર્ષ પછી, દિલ્હીમાં ભાજપનો વનવાસ સમાપ્ત થયો. લગભગ ત્રણ દાયકાના સમયગાળામાં, છેલ્લો દાયકો ભાજપ માટે સૌથી પડકારજનક રહ્યો કારણ કે આ પહેલા, ભાજપ પાસે આવી અજેય છબી ધરાવતા કોઈપણ નેતાનો કોઈ મુકાબલો નહોતો. આ વખતે મોદી મેજિક અજેય છબી ધરાવતા નેતા અરવિંદ કેજરીવાલને સત્તા પરથી દૂર કરવામાં સફળ રહ્યો છે. આ જીતનો આધાર નરેન્દ્ર મોદીની સ્વચ્છ છબી છે. આ જીતનો આધાર નરેન્દ્ર મોદીની ગેરંટી છે. લોકસભા ચૂંટણી પછી હરિયાણા, મહારાષ્ટ્રમાં જીત મળી અને હવે દિલ્હીમાં સતત ત્રીજી જીત નોંધાઈ. દિલ્હીમાં ભાજપે 70 માંથી 48 બેઠકો જીતી છે, જ્યારે આમ આદમી પાર્ટી 22 બેઠકો પર સમેટાઈ ગઈ છે. તેમજ કોંગ્રેસનું ખાતું ખુલ્યું નથી.
LIVE NEWS & UPDATES
-
મહેસાણા: ST બસ પર યુવકનો પથ્થરમારો
- મહેસાણા: ST બસ પર યુવકનો પથ્થરમારો
- મહેસાણાના રાધનપુર રોડ પરની ઘટના
- રાપરથી વડોદરા જતી ST બસ પર પથ્થરમારો
- બસમાં સવાર યુવકને ગંદકી ફેલાવવા બાબતે ટોકતા બબાલ
- રાધનપુરથી બસમાં બેઠલો યુવક ધિણોજ ઉતરી ગયો
- યુવકે અન્ય 2 શખ્સોને બોલાવી બસ પર કર્યો હુમલો
- પથ્થરમારો કરીને ત્રણેય શખ્સો ફરાર
હાલ તો બસનાં કન્ડેક્ટરે ST પ્રશાસન અને પોલીસને ઘટનાની જાણ કરી છે ત્યારે સમગ્ર મામલે ફરાર શખ્સોને શોધી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે….યુવકને બસમાં ગંદકી કરવા બાબતે અન્ય યાત્રીઓ દ્વારા પણ સમજાવવામાં આવ્યો તે સમયના વીડિયો પણ સામે આવ્યા છે….
-
બનાસકાંઠામાં બટાકાનું બમ્પર ઉત્પાદન
બટાકાનું હબ ગણાતા બનાસકાંઠામાં બટાકાનું ઉત્પાદન શરૂ થયું છે. યોગ્ય વાતાવરણ જળવાતા બનાસકાંઠામાં પાછલા વર્ષોની સરખામણીએ બટાકાના માતબર ઉત્પાદનની શક્યતા છે. સિઝનની શરૂઆતમાં બટાકાના ભાવ 250ને પાર પહોંચ્યા હતા. જોકે જેમ જેમ ઉત્પાદન વધી રહ્યું છે, અને માર્કેટમાં બટાકા પહોંચી રહ્યા છે તેમ તેમ ભાવમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. ખેડૂતોનું માનવું છે કે હાલના ભાવ યથાવત રહે તો ખેડૂતોને ફાયદો થઇ શકે છે.
ખેડૂતોને આશંકા છે કે ઉત્તરપ્રદેશ અને આગ્રાના બટાકા ગુજરાતમાં આવશે ત્યારે બટાકાના ભાવ વધુ ઘટશે. ખેડૂતોને ચિંતા છે કે ખાતર, દવાઓ અને ઇંધણના મોટાપાયે ખર્ચા બાદ જો બટાકાનો ભાવ તૂટશે તો ખેડૂતોને મોટું નુકસાન થઇ શકે છે. હાલ બનાસકાંઠાના બજારોમાં બટાકાની એન્ટ્રી શરૂ થઇ છે. ખેડૂતોને 225થી 250 સુધી ભાવ પણ મળી રહ્યો છે. ત્યારે જો આ ભાવ યથાવત રહે તો ખેડૂતોનું વર્ષ સુધરી શકે છે.
-
-
ભરૂચ: જંબુસરની સ્કૂલમાં આચાર્ય-શિક્ષકની મારામારીનો વધુ એક વીડિયો વાયરલ
જંબુસરની નવયુગ વિદ્યાલયમાં આચાર્ય અને શિક્ષક વચ્ચે મારામારીની ચકચારી ઘટનામાં વધુ એક વિડીયો વાયરલ થયો છે આ વીડિયોમાં આચાર્ય દ્વારા શિક્ષક રાજેન્દ્ર પરમાર પર વિદ્યાર્થિનીઓને ઘરે બોલાવતા હોવાના આક્ષેપ થયા છે અને આ બાબતે શાળાને લેખિત ફરિયાદ મળી હોવાનો પણ ઉલ્લેખ છે.
આ ઉપરાંત આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર દ્વારા શિક્ષક વિરૂદ્ધ મનસ્વી રીતે રજા લેવાના અને ફરજમાં બેદરકારી દાખવવાનાં આરોપ મૂકવામાં આવ્યા છે. સાથે જ મીટીંગમાં શિક્ષકે તેમણે ઉશ્કેર્યા હોવાથી તેમણે આ પગલુ ભર્યાનું નિવેદન આપવામાં આવ્યુ છે.. ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસનાં આદેશ આપવામાં આવ્યા. પોલીસે પણ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આચાર્ય દ્વારા માર મારવાને લઈ શિક્ષક ન્યાય માગી રહયા છે. શિક્ષકના કહેવા પ્રમાણે આચાર્ય તેમણે 4 મહિનાથી પરેશાન કરી રહ્યા છે અને તેમણે રજા માગી હોવા છતાં રજા નામંજૂર કરી હોવાનો આચાર્ય પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
-
ભરૂચમાં ડમ્પિંગ સાઈટના અભાવે શહેરના માર્ગો બન્યા ઉકરડા
ભરૂચમાં ડમ્પિંગ સાઈટના અભાવે શહેરના માર્ગો બન્યા ઉકરડા, ડોર ટુ ડોર કચરા કલેક્શન સેવા પણ બંધ ! શહેરની દરેક ગલીના આ દ્રશ્યો ખૂબ જ ચિંતાજનક છે. કારણ કે જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યાં છે. છેલ્લા 5 દિવસથી ડોર ટુ ડોર કચરા કલેક્શન સેવા પણ બંધ કરી દેવાતા નાગરિકોએ ગમે ત્યાં કચરાનો નિકાલ શરૂ કરી દીધો છે. કચરાના નિકાલ માટે સાઈટ ન હોવાને કારણે આ સમસ્યા ઉભી થઈ છે. જોકે પાલિકાએ સાઉટ ઉભી કરવાના પ્રયાસો કર્યા પણ રેસિડેન્સિયલ વિસ્તારના લોકોએ વિરોધ કરતા કામગીરી બંધ કરાઈ હતી. નાગરિકો તેમજ વિપક્ષ પણ પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યું છે. એક તરફ ગંદકીને કારણે રોગચાળો વધવાનો ભય લોકોમાં સેવાઈ રહ્યો છે.. બીજી તરફ વૈકલ્પિક અને હંગામી વ્યવસ્થા દ્વારા કચરાના નિકાલને લઈ પાલિકા વાયદાઓ કરી રહી છે. પરંતુ કાયમી ડમ્પિંગ સાઈટના અભાવે પ્રશ્ન ઉભો થયો છે કે પ્રજાને કચરાના નિકાલની કાયમી શાંતિ ક્યારે મળશે?
-
રાજકોટના ઈન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટમાં નવા ટર્મિનલનું લોકાર્પણ
- રાજકોટના ઈન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટમાં નવા ટર્મિનલનું લોકાર્પણ
- સાંસદોની હાજરીમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું નવું ટર્મિનલનું ખુલ્લુ મુકાયુ
- મુંબઈથી રાજકોટ પ્રથમ ફ્લાઈટ આવી, ગરબાથી કરાયું મુસાફરોનું સ્વાગત
- નવા ટર્મિનલમાંથી સીધું જ ફ્લાઈટમાં પહોંચી શકાશે
- ચાર જેટલા એરો બ્રિજ મૂકવામાં આવ્યા
- ઈન્ટરનેશનલ એરપોર્ટને બે વર્ષ પૂર્ણ છતાં ઈન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ ન થઈ
- ઓગસ્ટ 2024માં ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થશે તેવી કરાઈ હતી જાહેરાત
- ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થાય તે માટે સૌરાષ્ટ્રવાસીઓ જોઈ રહ્યા છે રાહ
-
-
અમદાવાદમાં ભારત વિકાસ પરિષદની સૂવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી
અમદાવાદ ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ભારત વિકાસ પરિષદની સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન. 1974થી શરૂ થયેલા ભારત વિકાસ પરિષદના 50 વર્ષ પૂર્ણ થતાં સાયન્સ સિટી ખાતે સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત અમદાવાદના મેયર પણ ઉપસ્થિત રહ્યા. આ સુવર્ણ જયંતિ મહોત્સવમાં રાજ્યભરમાંથી ભારત વિકાસ પરિષદના કાર્યકર્તાઓ પહોંચ્યા. કાર્યક્રમમાં મુખ્યપ્રધાન આપેલા વક્તવ્ય 2025નાં વર્ષને દેશના ગૌરવ ને ઉજાગર કરવાનું વર્ષ ગણાવ્યું. સાથે જ ભારત વિકાસ પરિષદના કામની પ્રશંસા કરી.
-
જામનગર: રખડતા ઢોરનો આતંક ફરી સામે આવ્યો
- જામનગર: રખડતા ઢોરનો આતંક ફરી સામે આવ્યો
- જામનગરનો રુંવાટા ઉભા કરી દેતો કિસ્સો
- હરિયા સ્કૂલ પાસે રખડતા ઢોરે વૃદ્ધાને હવામાં ઉછાળ્યા
- ગંભીર રીતે ઘાયલ થયેલા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત
-
અમદાવાદ: આશાવર્કર અને આંગણવાડી મહિલાઓનો વિરોધ
- અમદાવાદ: આશાવર્કર અને આંગણવાડી મહિલાઓનો વિરોધ
- 22 પડતર પ્રશ્નને રાજ્ય સરકારના બજેટમાં સમાવવાની કરાઈ માગ
- કલેક્ટર કચેરીએ આંગણવાડી મહિલા અને આશાવર્કરોનો વિરોધ
- કલેક્ટર કચેરીથી સાબરમતી બેન્ક સુધી મહિલાઓએ યોજી રેલી
- લઘુત્તમ વેતનથી પણ ઓછું વેતન મળતા રેલી કાઢીને રજૂઆત કરાઈ
- 60 કરોડ ગ્રાન્ડ ફાળવાઈ છતાં આંગણવાડી બહેનોને ફોન અપાયા નથી
- મોટી સંખ્યામાં મહિલાઓ રેલીમાં જોડાઈ
-
દેવભૂમિ દ્વારકા: રૂપેણ બંદરમાં સગીરા પર હુમલો
- દેવભૂમિ દ્વારકા: રૂપેણ બંદરમાં સગીરા પર હુમલાની ઘટના
- ફકીરા પીર ચોક વિસ્તારમાં રહેતી સગીરા પર હુમલો
- અજાણ્યા શખ્સે સગીરાને માથા પર તીક્ષ્ણ હથિયાર વડે કર્યો હુમલો
- સગીરાને દ્વારકા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી
- બનાવની જાણ થતા પોલીસ હોસ્પિટલ પહોંચી
- પોલીસે હુમલાખોર શખ્સને શોધવા ચક્રો ગતિમાન કર્યા
-
બનાસકાંઠાઃ દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડીને કરાયા નજરકેદ
- બનાસકાંઠાઃ દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડીને કરાયા નજરકેદ
- અંબાજી ખાતે મુખ્યપ્રધાનના કાર્યક્રમમાં વિરોધ ન કરે એ માટે નજરકેદ
- અમીરગઢ પોલીસ સવારથી જ ધારાસભ્ય પર રાખી રહી છે જાપ્તો
- ગઈકાલે ધારાસભ્ય કાંતિ ખરાડી અને SP વચ્ચે થઈ હતી બોલાચાલી
- 89 પરિવારોને વળતર આપવામાં થઈ હતી બોલાચાલી
- નજરકેદને કાંતિ ખરાડીએ ગણાવ્યું લોકશાહીનું ખૂન
-
ભરૂચ: અંકલેશ્વર GIDCની ગોલ્ડન ચોકડી નજીક ગેસ લાઈનમાં ભંગાણ
- ભરૂચ: અંકલેશ્વર GIDCની ગોલ્ડન ચોકડી નજીક ગેસ લાઈનમાં ભંગાણ
- વીજ કંપનીની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ
- સમયસર જાણ થઈ જતા સદનસીબે આગ લાગતા ટળી
- તાત્કાલિક ધોરણે સમારકામની કામગીરી કરાઈ શરૂ
-
બનાસકાંઠાના વિભાજન મુદ્દે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના સંકેત
- બનાસકાંઠાના વિભાજન મુદ્દે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના સંકેત
- વાવ-થરાદ જિલ્લો બન્યા બાદ રાહ તાલુકો પણ બનાવવાના સંકેત આપ્યા
- થરાદના કીયાલ ગામના લોકોને સંબોધન દરમિયાન શંકર ચૌધરીનું મોટું નિવેદન
- કીયાલ ગામ નજીક જ તાલુકો પણ તમારા નજીક કરીશું: શંકર ચૌધરી
- આવનાર પેઢીના વિકાસ માટે ચર્ચા વિચારણા બાદ નિર્ણય લેવાશે: શંકર ચૌધરી
-
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સુરતમાં વધુ એકબોરનું ખાતમૂહુર્ત કર્યુ
કેન્દ્રીય પ્રધાન સી આર પાટીલે જળ શક્તિ પ્રધાન પદ સંભાળ્યા બાદ દેશભરમાં વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવાના કામે ઝડપ પકડી છે. જેમાં સુરતનાં ગૌરવ પથ રોડ પર સી આર પાટીલના હસ્તે વધુ એક બોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ. જ્વેલરી હોલસેલ એસોસિએશન દ્વારા બનાવવામાં આવેલો આ બોર થકી વરસાદનો ભૂગર્ભમાં ઉતારવામાં આવશે. ત્યારે આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન સી આર પાટીલે આપેલા નિવેદનમાં જણાવ્યુ હતું કે અત્યાર સુધી જળસંચય માટે 5 લાખ બોર બનાવામાં આવ્યા છે અને મે મહિના સુધીમાં બીજા 5 લાખ બોર બનાવવાનું લક્ષાંક રાખવામાં આવ્યુ છે.
-
કચ્છના જખૌ પોલીસ મથકમાં ચોરી મામલે મોટો ખુલાસો
- કચ્છના જખૌ પોલીસ મથકમાં ચોરી મામલે મોટો ખુલાસો
- પોલીસ કર્મચારીએ જ ચોરીને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું
- અગાઉ જખૌ મથકે ફરજ બજાવતો કર્મચારી જ નીકળ્યો ચોર
- પૈસાની જરૂર હોવાથી ચોરી કરી હોવાની પ્રાથમિક માહિતી
- હાલ આરોપી કર્મચારી ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે બજાવે છે ફરજ
- પોલીસે ગુનામાં સામેલ 2 આરોપીની કરી ધરપકડ
- મુદ્દામાલ રૂમમાંથી 45 હજારની કરી હતી ચોરી
-
દાઝ્યા પર ડામ: રાજકોટ TRP અગ્નિકાંડના ત્રણ આરોપીને મળ્યા જામીન
- રાજકોટઃ TRP અગ્નિકાંડના પીડિતોમાં આક્રોશ
- 3 આરોપીઓને જામીન મળતા પીડિત પરિવારમાં રોષ
- પરિવારજનોએ સુપ્રીમ કોર્ટમાં જવાની દર્શાવી તૈયારી
- સરકાર સુપ્રીમ કોર્ટમાં જઈને જામીન રદ કરાવે તેવી માગ
- એક બાદ એક તમામ આરોપીને જામીન મળી જશેઃ પીડિત પરિવાર
- આરોપીઓ સામે કડક કાર્યવાહીની પીડિત પરિવારની માગ
- આરોપીઓના જામીન રદ કરવા સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે પરિવારજનોૉ
- સરકાર મદદ નહીં કરે તો પીડિત પરિવાર જશે સુપ્રીમ કોર્ટ
- આરોપીઓ સામે ડે-ટુ-ડે કેસ ચાલે તેવી પણ માગ કરાઈ
મહત્વનું છે કે, TRP અગ્નિકાંડમાં હાઇકોર્ટ દ્વારા મહાનગરપાલિકાના ત્રણ એન્જિનિયર રાજેશ મકવાણા, ગૌતમ જોશી અને આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરીને જામીન અપાાયા છે..
-
આતિશીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું, લેફ્ટનન્ટ ગવર્નરને સુપરત કર્યું
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યા બાદ આતિશીએ ઉપરાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. આજે તે લેફ્ટનન્ટ ગવર્નર (LG)ના સચિવાલય પહોંચી, જ્યાં તેણે પોતાનું રાજીનામું સુપરત કર્યું.
#WATCH | Delhi CM Atishi reaches Raj Niwas to submit her resignation
BJP emerged victorious in #DelhiAssemblyElection2025 yesterday after winning 48 out of 70 seats pic.twitter.com/kg5JpaFs4F
— ANI (@ANI) February 9, 2025
(Credit Source : @ANI)
-
મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવા માટે આતિશી ઘરેથી નીકળી ગયા
દિલ્હીના સીએમ આતિશીએ પોતાનું નિવાસસ્થાન છોડી દીધું. તે રાજભવન જશે અને પોતાનું રાજીનામું સુપરત કરશે. ગઈકાલે દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માં ભાજપે 70 માંથી 48 બેઠકો જીતીને વિજય મેળવ્યો.
-
છોટાઉદેપુર : ખેડૂત પિતા-પુત્રને મારનારા જીન માલિકના પુત્રની ધરપકડ
- હાંડોદ ખાતે જગદંબા જીનમાં પિતા-પુત્રને બાંધીને માર્યો હતો માર
- અપમાન સહન ન થતાં પિતા-પુત્રએ પીધી હતી ઝેરી દવા
- પિતા-પુત્રને સારવાર માટે ડભોઈ લઈ જવાયા
- જીન માલિકના પુત્રની મોડી રાતે કરાઈ ધરપકડ
-
જામનગર: દેવ સૉલ્ટ ગ્રુપ પર IT વિભાગના દરોડાનો મામલો
- જામનગર: દેવ સૉલ્ટ ગ્રુપ પર IT વિભાગના દરોડાનો મામલો
- સર્ચ દરમિયાન 50 લાખની રકમ અને 50 લાખના દાગીના મળ્યા: સૂત્ર
- પ્રમોટર્સ બિલ વગર કરતા વેપારના નાણાં અન્ય વેપારમાં રોકાણ કરતા હતા: સૂત્રો
- હોસ્પિટાલિટી તથા અન્ય વેપાર તરફ નાણાં ડાયવર્ટ કરતા હોવાનું ખુલ્યું: સૂત્રો
-
દિલ્હી ભાજપે તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી
દિલ્હી ભાજપે તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આ મીટિંગ સાંજે 5 વાગ્યે શરૂ થશે. આ બેઠક લોકસભા મુજબ યોજાશે. જેમાં દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવા, પ્રભારી બૈજયંત પાંડા અને રાષ્ટ્રીય સંગઠન મંત્રી બીએલ સંતોષ હાજર રહેશે.
-
સુરતઃ વરાછાના રેસ્ટોરન્ટ માલિકના આત્મહત્યા કેસ મામલો
- વરાછા પોલીસે હનીટ્રેપ કરતી ગેંગને ઝડપી પાડી
- ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરવામાં આવી
- બે મહિલા સહિત ચાર લોકોને પકડ્યા
- પાસોદરાના રેસ્ટોરેન્ટ માલિકને પ્રેમજાળમાં ફસાવી પડાવ્યા હતા રૂપિયા
- બીજા રૂપિયા માટે પણ સતત બ્લેકમેલ કરતા હોવાનો હતો દાવો
- રેસ્ટોરન્ટ માલિકે આપઘાત પહેલા બનાવ્યો હતો વીડિયો
- રેસ્ટોરન્ટ માલિકા તાપી નદીમાં કૂદી કર્યો હતો આપઘાત
-
રાજકોટના ઈન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટમાં નવા ટર્મિનલનું થશે લોકાર્પણ
- રાજકોટના ઈન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટમાં નવા ટર્મિનલનું થશે લોકાર્પણ
- સાંસદોની હાજરીમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું નવું ટર્મિનલનું ખુલ્લુ મૂકાશે
- ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે યાત્રિકોનું સ્વાગત કરવામાં આવશે
- નવા ટર્મિનલમાંથી સીધું જ ફ્લાઈટમાં પહોંચી શકાશે
-
આતિશી આજે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપશે, 11 વાગ્યે LG ને સુપરત કરશે
દિલ્હીની કાલકાજી બેઠક પરથી ચૂંટણી જીતનાર આતિશી આજે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપશે. તે સવારે 11 વાગ્યે LG સચિવાલય જઈને પોતાનું રાજીનામું સુપરત કરશે.
-
અમદાવાદ : ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની મેચની ટિકિટ મળશે ઓફલાઈન
- અમદાવાદ: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની મેચની ટિકિટ મળશે ઓફલાઈન
- ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની વન ડે મેચની ટિકિટનું થશે ઓફલાઈન વેચાણ
- આવતીકાલથી 11 ફેબ્રુઆરી સુધી સવારે 10થી 6 વાગ્યા વચ્ચે મળશે ટિકિટ
- 1000થી વધુના ભાવની ટિકિટો મળશે ઓફલાઈન
- ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની મેચના ગેટ નંબર 1 પરથી મળશે ટિકિટ
-
સુરત : રિંગરોડ પર નબીરાએ કર્યો અકસ્માત, કારમાં એક યુવતી અને 3 યુવકો હતા સવાર
- સુરત : રિંગરોડ પર નબીરાએ કરેલા અકસ્માતનો મામલો
- અકસ્માત સર્જનારા નબીરાએ કરી હતી દારૂ પાર્ટી
- યુવતી અને મિત્રો સાથે ફાર્મ હાઉસમાં આખો દિવસ કરી હતી પાર્ટી
- દારૂ પાર્ટી કર્યા બાદ પરત ફરતી વખતે નબીરાએ કર્યો અકસ્માત
- યુવતીને નબીરો ઘરે મુકવા જતો હતો તે સમયે અકસ્માત
- અકસ્માત સમયે કારમાં એક યુવતી અને 3 યુવકો હતા સવાર
- લોકોએ યુવકને પકડ્યો ત્યારે તે નશામાં હોવાનો દાવો
- યુવતી અને બે યુવકો અકસ્માત બાદ ભાગી ગયા
- લસકાણા પોલીસે સાપરાધ મનુષ્યવધની કલમો હેઠળ નોંધ્યો ગુનો
-
દિલ્હીના મુંડકા સ્થિત દાદા ભૈરવ મંદિરમાં પ્રવેશ વર્માએ પૂજા કરી
નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ભાજપના વિજેતા ઉમેદવાર પરવેશ વર્માએ દિલ્હીના મુંડકા સ્થિત દાદા ભૈરવ મંદિરમાં પ્રાર્થના કરી.
#WATCH | Delhi: BJP’s winning candidate from New Delhi Vidhan Sabha seat, Parvesh Verma, offers prayers at Dada Bhairav Temple in Mundka, Delhi pic.twitter.com/ejnUdmFJCv
— ANI (@ANI) February 9, 2025
(Credit Source : @ANI)
-
રાજકોટ : બસ ડ્રાઈવરે મંદિરની દિવાલ સાથે બસ અથડાવ્યાનો કર્યો દાવો, વિદ્યાર્થીઓએ કર્યા આક્ષેપ
- રાજકોટઃ સ્કૂલના સંચાલકોની બેદરકારી સામે આવી
- પ્રવાસ દરમિયાન બસનો ડ્રાઈવર નશામાં હોવાનો આરોપ
- દારૂ પીધેલી હાલતમાં બસ ચલાવતા હોવાના વિદ્યાર્થીઓના આક્ષેપ
- ધારી ખાતે ગયેલા પ્રવાસ દરમિયાન સામે આવી ગંભીર બેદરકારી
- ધોરણ 6 અને 7ના વિદ્યાર્થીઓને લઈ ગયા હતા પ્રવાસે
- બસ ડ્રાઈવરે મંદિરની દિવાલ સાથે બસ અથડાવ્યાનો પણ દાવો
- નશામાં બસ ચલાવી વિદ્યાર્થીઓના જીવ મુક્યા જોખમમાં
- વાલીઓએ પોલીસ સ્ટેશન પહોંચી કરી તપાસની માગ
-
કોંગ્રેસ સાથે જેણે પણ હાથ મિલાવ્યા તે બરબાદ થઈ ગયા… દિલ્હીની જીત પર ભાજપે કહ્યું
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત પર ભાજપના નેતા પ્રદીપ ભંડારીએ કહ્યું, “આ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસન અને વિકાસનો વિજય છે. દેશમાં એ પણ સાબિત થયું છે કે જેણે પણ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા, તે બરબાદ થયા. જેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું તેમ, કોંગ્રેસ પક્ષ એક પરોપજીવી પક્ષ બની ગયો છે જે અખિલ ભારતીય ગઠબંધનમાં તેના અન્ય સાથી પક્ષોની રેખાઓ ટૂંકી કરવામાં વ્યસ્ત છે. આ કહેવાતા ભારત ગઠબંધન એકબીજા સાથે લડી રહ્યું છે, જેનો કોઈ સામાન્ય એજન્ડા નથી સિવાય કે દેશનો નાશ કરવો. આજે, દેશના લોકોએ, પછી ભલે તે લોકસભાની ચૂંટણી હોય, હરિયાણા, મહારાષ્ટ્ર કે હવે દિલ્હી, સાબિત કરી દીધું છે કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સુશાસન રાજકારણ ઇચ્છે છે.
-
કુંભમાં અમૃત સ્નાન માટે ભક્તોનું આગમન સતત ચાલું છે
પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે મહા કુંભ મેળા વિસ્તારમાં ભક્તોનું આગમન ચાલુ છે. અત્યાર સુધીમાં, લગભગ 41 કરોડ ભક્તોએ મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવી છે.
#WATCH | Prayagraj | Devotees continue to arrive at Maha Kumbh Mela Kshetra to take a holy dip in Triveni Sangam
Around 41 crore devotees have taken holy dip at #MahaKumbh2025 pic.twitter.com/Tl3lxtD3kA
— ANI (@ANI) February 9, 2025
(Credit Source : @ANI)
-
દક્ષિણ આફ્રિકામાં ભરૂચના ત્રણ યુવાનોના મોત
- દક્ષિણ આફ્રિકામાં ભરૂચના ત્રણ યુવાનોના મોત
- હાઉડસ્પ્રાઇટ નજીક યુવાનોની કારને નડ્યો હતો અકસ્માત
- ત્રણેય યુવાનો કારમાં જ થયા ભડથું
- અન્ય ત્રણ યુવાનો ગંભીર રીતે દાઝ્યા હોવાની માહિતી મળી રહી છે
-
દિલ્હીના મુખ્યમંત્રીના નામ અંગે સસ્પેન્સ યથાવત
દિલ્હીના મુખ્યમંત્રીના નામ અંગે સસ્પેન્સ હજુ પણ ચાલુ છે. આ દરમિયાન મુખ્યમંત્રીના ચહેરા માટે પરવેશ વર્મા, સતીશ ઉપાધ્યાય, આશિષ સૂદ, જીતેન્દ્ર મહાજન, વિજેન્દ્ર ગુપ્તાના નામ આગળ ચાલી રહ્યા છે. સૂત્રો કહે છે કે આ નિર્ણય જાતીય અને પ્રાદેશિક સંતુલન અનુસાર લેવામાં આવશે.
-
દિલ્હીમાં ભાજપે 48 બેઠકો જીતી, AAP 22 સુધી મર્યાદિત રહી
દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપ સત્તામાં પાછી આવી છે. 48 બેઠકો પર જંગી વિજય નોંધાયો છે, જ્યારે AAP 22 બેઠકો પર સમેટાઈ ગઈ છે. આ સાથે જ અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં 67 બેઠકો પર કોંગ્રેસની ડિપોઝીટ જપ્ત થઈ ગઈ છે. 2014 થી કોંગ્રેસ 6 ચૂંટણીઓમાં ખાતું ખોલી શકી નથી.
Published On - Feb 09,2025 7:38 AM





