World Champion Team India Returns : ટીમ ઈન્ડિયાને 125 કરોડનો ચેક મળ્યો, BCCIએ કર્યું સન્માન

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2024 | 9:59 PM

Gujarat Live Updates : આજ 04 જુલાઈના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

World Champion Team India Returns : ટીમ ઈન્ડિયાને 125 કરોડનો ચેક મળ્યો, BCCIએ કર્યું સન્માન

T20 વર્લ્ડ કપમાં જીતનો ખિતાબ મેળવ્યા બાદ  ભારત પહોંચેલા ચેમ્પિયન્સનું ફેન્સ દ્વારા દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. બપોરે PM મોદી સાથે બ્રેકફાસ્ટ બાદ ખુલ્લી છતવાળી બસમાં તેમની વિક્ટ્રી પરેડ યોજાશે. પરેડમાં રોહીત શર્મા અને જય શાહે ચાહકોને જોડાવા અપીલ કરી છે. રાજકોટ અગ્નિકાંડ મામલે આજે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી પર હાથ ધરાશે સુનાવણી. સુનાવણી પહેલા વિશેષ તપાસ કમિટીએ સરકારને અહેવાલ સોંપ્યો છે.  TRP ગેમઝોન અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી. રાજ્ય પોલીસ વડાએ રાજકોટના તત્કાલીન PI વી.એસ.વણઝારા અને જે.વી.ઘોળાને સસ્પેન્ડ કર્યા.  ગુજરાત સરકાર દ્વારા 24 હજાર 700 જગ્યા પર શિક્ષકોની ભરતીની જાહેરાત. ટેટ-ટાટ ઉમેદવાદવારોની ડિસેમ્બર સુધીમાં થશે ભરતી. સરકારે જાહેર કર્યું ભરતીનું કેલેન્ડર..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 04 Jul 2024 09:58 PM (IST)

    અમે બંને સાથે રડ્યા

    વિરાટ કોહલીએ કહ્યું કે વર્લ્ડ કપ જીત્યા બાદ જ્યારે તે અને રોહિત એકસાથે પેવેલિયનની સીડીઓ ચઢી રહ્યા હતા ત્યારે બંને રડી રહ્યા હતા અને બંનેએ એકબીજાને ગળે લગાવ્યા હતા, તે ક્ષણ હંમેશા તેમના માટે સૌથી ખાસ રહેશે.

  • 04 Jul 2024 09:58 PM (IST)

    કોહલીએ બુમરાહના નારા લગાવ્યા

    વિરાટ કોહલીએ સ્ટેડિયમમાં હાજર પ્રશંસકોને જસપ્રીત બુમરાહ માટે તાળીઓ વગાડવા કહ્યું અને આખા સ્ટેડિયમમાં બુમરાહ માટે નારા લગાવવા લાગ્યા.

  • 04 Jul 2024 08:38 PM (IST)

    ટીમ વાનખેડે સ્ટેડિયમ પહોંચી

    ટીમ ઈન્ડિયાની વિજય પરેડ બાદ હવે વાનખેડે સ્ટેડિયમ પહોંચી છે. વાનખેડે સ્ટેડિયમમાં એક ખાસ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

  • 04 Jul 2024 08:04 PM (IST)

    મુંબઈના નરીમાન પોઈન્ટથી ટીમ ઈન્ડિયાની વિકટરી પરેડ ઓપન બસમાં શરૂ

    ટીમ ઈન્ડિયાની વિજય પરેડ શરૂ થઈ ગઈ છે. ઓપન બસમાં કોચ રાહુલ દ્રવિડ સહિત તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના સભ્યો હાજર છે.

  • 04 Jul 2024 07:28 PM (IST)

    રાજકોટ CGSTના ઇન્સ્પેકટર 2.50 લાખની લાંચ લેતા ઝડપાયા, CBIએ કરી ધરપકડ

    રાજકોટ CGSTના ઇન્સ્પેકટર નવીન ધનકર રુપિયા 2.50 લાખની લાંચ લેતા ઝડપાયા છે. ધંધો ખોટી રીતે કરે છે, કેસ દાખલ કરવામાં આવશે અને GST નંબર રદ્દ કરવાની ધમકીઓ આપીને માંગી હતી લાંચ. CBI દ્વારા નવીન ધનકરને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા બાદ, તેની ધરપકડ કરીને નવીન ધનકરના નિવાસ સહિત વિવિધ સ્થળોએ CBIએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.

  • 04 Jul 2024 07:23 PM (IST)

    ચાહકોની ભીડમાં જોવા મળી રોહિત-વિરાટની તસવીરો

    મરીન ડ્રાઈવ પર ટીમ ઈન્ડિયાના ચાહકોની ભારે ભીડ વચ્ચે વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્માના મોટા કટ આઉટ પણ દેખાઈ રહ્યા છે. ચાહકો તેમના સ્ટાર ખેલાડીઓનું હાર્દિક સ્વાગત કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

  • 04 Jul 2024 07:04 PM (IST)

    ટીમ ઈન્ડિયા બસમાં એરપોર્ટથી નીકળી

    ટીમ ઈન્ડિયા મુંબઈ એરપોર્ટથી બે બસમાં રવાના થઈ છે, જે તેમને નરીમાન પોઈન્ટ જશે. અહીંથી ખેલાડીઓ ખુલ્લી બસમાં ચડશે અને ત્યારબાદ વાનખેડે સ્ટેડિયમ સુધી વિકટરી પરેડ શરૂ થશે. સૌથી ખાસ વાત એ છે કે બસમાં સૌથી આગળ હાર્દિક પંડ્યા બેઠો છે, જેના હાથમાં વર્લ્ડ કપની ટ્રોફી છે.

  • 04 Jul 2024 07:02 PM (IST)

    હાર્દિકનો મુંબઈ માટે ખાસ સંદેશ

    સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટીમ બસમાં ટ્રોફી સાથે બેઠો છે અને તેણે ટ્વીટ કરીને મુંબઈમાં હાજર ચાહકોને એક ખાસ સંદેશ આપ્યો - 'ટૂંક સમયમાં મળીશું વાનખેડે'

  • 04 Jul 2024 06:31 PM (IST)

    ટીમ એરપોર્ટની બહાર આવી, હાર્દિકે ટ્રોફી લહેરાવી

    ભારતીય ખેલાડીઓ એરપોર્ટની બહાર આવી ગયા છે અને સૌથી ખાસ નજારો હાર્દિક પંડ્યાની વાપસીનો હતી, જેણે બહાર આવતાની સાથે જ T20 વર્લ્ડ કપની ટ્રોફી હવામાં લહેરાવી હતી.

  • 04 Jul 2024 06:26 PM (IST)

    ટ્રાફિક જામમાં ફસાઈ ટીમ ઈન્ડિયાની ખુલ્લી બસ

    ટીમ ઈન્ડિયાની વિકટરી પરેડ શરૂ થવામાં વિલંબ થવાની ખાતરી છે, કારણ કે જે ખુલ્લી બસમાં ભારતીય ખેલાડીઓ આ પરેડ યોજવાના છે તે બસ હાલમાં ટ્રાફિક જામમાં અટવાઈ ગઈ છે, કારણ કે મરીન ડ્રાઈવથી વાનખેડે સ્ટેડિયમ સુધી ચાહકોની વિશાળ ભીડ એકઠી થઈ ગઈ છે.

  • 04 Jul 2024 06:24 PM (IST)

    ટીમ ઈન્ડિયાને મુંબઈ એરપોર્ટ પર અપાઈ વોટર સેલ્યુટ

    T20 વિશ્વકપ 2024 જીતીને દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ, જ્યારે ટીમ ઈન્ડિયા મુંબઈ એરપોર્ટ પર પહોચી ત્યારે તેમના વિમાનને મુંબઈ એરપોર્ટ પર વોટર સેલ્યુટ આપવામાં આવી હતી. સામાન્ય રીતે કોઈ ફ્લાઈટ પહેલીવાર એરપોર્ટ પર લેન્ડ થાય ત્યારે એરપોર્ટ પર વોટર સેલ્યુટ આપીને વિમાની ઉડ્ડયનને વધાવી લેવાની એક પરંપરા છે.

  • 04 Jul 2024 05:18 PM (IST)

    પોલીસ કમિશનરની કચેરીએ ધરણા અને રોડ પર ઉતરવાની ચિંમકી બાદ પોલીસે નોંધી કોંગ્રેસની ફરિયાદ

    અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકરોએ કરેલા પથ્થરમારાને લઈને એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં બીજી ફરિયાદ નોંધાઈ છે. કોંગ્રેસ તરફથી પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. બે દિવસથી પોલીસ કોંગ્રેસની ફરિયાદ નહિ લેતા હોવાનો આક્ષેપ કરવાની સાથે કોંગ્રેસ અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારી હતી જે બાદ ફરિયાદ લેવાઈ હોવાનું કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું. ભાજપના યુવા મોરચાના કાર્યકરો સામે  ફરિયાદ થઈ છે. કોંગ્રેસ તરફથી હિંમતસિંહ પટેલે ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસે આપેલી ફરિયાદમાં ભાજપના  15 થી 20 કાર્યકરોના નામજોગ અને અન્ય 200 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે.

  • 04 Jul 2024 04:59 PM (IST)

    TPO મનસુખ સાગઠિયાની સંપત્તિની તપાસ માટે ACB દ્વારા SIT ની કરાઈ રચના

    રાજકોટ અગ્નિકાંડના આરોપી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ના TPO મનસુખ સાગઠિયાની સંપત્તિની વધુ તપાસ માટે ગુજરાત ACB દ્વારા SIT ની રચના કરવામાં આવી છે. ACB ના એડિશનલ ડાયરેકટર બિપિન આહિરેના નેતૃત્વમાં SITની રચના કરવામાં આવી છે. SIT માં બે આસીસ્ટન્ટ ડાયરેકટર અને બે પી આઈનો સમાવેશ કરાયો છે. આસિસ્ટન્ટ ડાયરેકટર કે એચ ગોહિલ,આસિસ્ટન્ટ ડાયરેકટર આશુતોષ પરમારનો સમાવેશ SIT માં કરાયો છે. જ્યારે PI  લાલીવાળા અને PI આલ તથા લીગલ એડવાઇઝરનો સમાવેશ પણ SIT માં કરાયો છે. મનસુખ સાગઠિયાની આવક કરતા વધુ સંપત્તિના કેસ અને મળી આવેલ કરોડોની સંપત્તિ અંગે SIT તપાસ કરશે. ફાસ્ટ ટ્રેક કોર્ટ મા કેસ ચલાવવા,ઝડપથી ચાર્જશીટ ફાઈલ કરવા,અને બિનહિસાબી સંપત્તિને ટાંચમાં લેવા સહિતની કાર્યવાહી SIT કરશે.

  • 04 Jul 2024 04:54 PM (IST)

    અમરેલીના ચિતલમાં શ્વાનનો આંતક, 4 વર્ષના બાળકને બચકા ભર્યા, 15 ટાંકા આવ્યા

    અમરેલીના ચિતલમાં શ્વાનના આંતકનો કિસ્સો સામે આવ્યા છે. ચિતલના જશવંતગઢની શેરીમાં રમતા  4 વર્ષના બાળકને શ્વાને માથા અને છાતીના ભાગે બચકા ભરીને ગંભીર ઈજા પહોચાડી હતી. ગંભીરઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે તબીબ પાસે લઈ જવાતા તેને 15 ટાંકા લેવા પડ્યા છે. આ અગાઉ પણ શ્વાને 15 જેટલા બાળકોને બચકા ભરીને ઈજા પહોચાડી છે.

  • 04 Jul 2024 04:32 PM (IST)

    દાહોદના મનરેગાના ટેક્નિકલ આસિસ્ટન્ટ લાંચ લેતા ઝડપાયો

    દાહોદના ઝાલોદ તાલુકા પંચાયતના મનરેગાના ટેક્નિકલ આસિસ્ટન્ટ લાંચ લેતા ઝડપાયો છે. મનરેગા ટેક્નિકલ આસિસ્ટન્ટ આશિષ લબાના 20000ની લાંચ લેતા ઝડપાયો છે. મનરેગાના કામો માટે આશિષ લબાનાએ માંગી હતી રૂપિયા 20,000ની લાંચ. આશિષ વિનોદ ભાઇ લબાના, તાલુકા પંચાયતની સામે રુપીયા 20000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. વર્ક ઓડરની ફાઇલની મંજૂરી મેળવા માંગી હતી લાંચ.

  • 04 Jul 2024 03:57 PM (IST)

    હાથરસ દુર્ઘટનામાં 6 આયોજકોની ધરપકડ

    હાથરસ દુર્ઘટના કેસમાં યુપી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે 6 આયોજકોની ધરપકડ કરી છે, જેમાં 4 પુરૂષો અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે. આ તમામ લોકો આયોજક સમિતિના સભ્યો છે. ધરપકડ કરાયેલા લોકોએ દાન પણ એકત્રિત કર્યું હતું. પરંતુ હજુ સુધી ભોલે બાબાની કોઈ પૂછપરછ થઈ નથી.

  • 04 Jul 2024 03:47 PM (IST)

    ગુજરાતના સરકારી કર્મચારીઓના મોંધવારી ભથ્થામાં 4 ટકાનો પાછલી અસરથી વધારો કરવાનો નિર્ણય

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ તા. 1 જાન્યુઆરી 2024થી આપવાની જાહેરાત કરી છે.

    આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.71 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.73 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.

  • 04 Jul 2024 03:07 PM (IST)

    રાહુલ ગાંધી ગુજરાત આવે તેવી શક્યતા, પોલીસે ધરપકડ કરેલા કાર્યકરો-નેતાને મળશે

    રાહુલ ગાંધી ગુજરાત આવે એવી શક્યતા છે. અમદાવાદ પોલીસ કોંગ્રેસની  ફરિયાદ ના લેતા શક્તિસિંહ ગોહિલે ગુજરાત આવવા માટે રાહુલ ગાંધીને અપીલ કરી છે. 6 જુલાઈએ, કોંગ્રેસના તમામ પ્રદેશ નેતાઓને અમદાવાદ આવવા પણ અપાઈ સૂચના અપાઈ છે. રાહુલ ગાંધી અમદાવાદ આવીને કોંગ્રેસના ધરપકડ થયેલા નેતાઓ-કાર્યકરોને મળશે. કોંગ્રેસ કાર્યકરોને જુસ્સો આપવા રાહુલ ગાંધીને ગુજરાત આવવા નિમંત્રણ અપાયું છે.

  • 04 Jul 2024 02:56 PM (IST)

    અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ કાર્યાલય બહાર ગોઠવાયો પોલીસ બંદોબસ્ત

    અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ કાર્યાલય બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. બજરંગદળના કાર્યકરો કોંગ્રેસ કાર્યાલય આવવાના મેસેજ વાયરલ થયા છે. વાયરલ મેસેજને લઈ અમદાવાદ પોલીસ એલર્ટ પર છે. કોંગ્રેસ કાર્યાલય તરફ આવતા રસ્તાઓ પર બેરીકેટ લગાવાયા છે. ટીયર ગેસ સાથે પોલીસ ટીમ તૈનાત કરાઈ છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ પ્રદેશ કાર્યાલય પહોંચ્યા છે. મંગળવારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે પોલીસ સચેત છે. DCP ઝોન 7 સહિતના પોલીસ અધિકારીઓના કોંગ્રેસ કાર્યાલય બહાર ધાડા છે.

  • 04 Jul 2024 02:35 PM (IST)

    આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઇ રેડ અલર્ટ

    વરસાદને લઇને હવામાન વિભાગે આજે કેટલાક જિલ્લાઓમાં  રેડ અલર્ટ આપ્યુ છે. આજે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઓરેન્જ એલર્ટ છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે આગાહી છે. ઓફ શૉર ટ્રફ સક્રિય થતા અતિભારેની વરસાદની આગાહી છે.

  • 04 Jul 2024 02:33 PM (IST)

    અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પાટણ LCBના પોલીસકર્મીઓ સામે ફરિયાદ

    પાટણ પોલીસ પર થયેલા ગંભીર આક્ષેપનો મુદ્દે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પાટણ LCBના પોલીસકર્મીઓ સામે ફરિયાદ દાખલ થઇ છે. ASI વિક્રમ દેસાઇ સહિત 3 કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદીનું અપહરણ કરીને ખંડણી માગી હોવાની ફરિયાદ છે. 1 તારીખે અતુલ પ્રજાપતિ નામના વ્યક્તિનું અપહરણ થયું હતું. સમગ્ર મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.

  • 04 Jul 2024 01:19 PM (IST)

    T20 વર્લ્ડ કપમાં જીત બાદ તમામ ખેલાડીઓની PM મોદી સાથે મુલાકાત

    T20 વર્લ્ડ કપમાં જીત બાદ તમામ ખેલાડીઓની PM મોદી સાથે મુલાકાત કરી છે. તમામ ખેલાડીઓએ PM મોદીને પોતાના અનુભવો જણાવ્યા હતા. તમામ ખેલાડીઓએ ટ્રોફી અને PM મોદી સાથે તસવીરો પણ લીધી હતી.

  • 04 Jul 2024 11:35 AM (IST)

    બનાસકાંઠા: દાંતામાં વરસાદ થતા ઠેર-ઠેર પાણી ભરાયા

    બનાસકાંઠા: દાંતામાં વરસાદ થતા ઠેર-ઠેર પાણી ભરાયા છે. દાંતામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. પાણી નિકાલ માટે તંત્રને અનેક વાર રજૂઆત કરવા છતા સમસ્યા ઠેરની ઠેર છે. નીચાણવાળા અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. 25 વર્ષથી પાણી ભરાવવાની સમસ્યાથી લોકો પરેશાન છે.

  • 04 Jul 2024 11:09 AM (IST)

    ગાંધીનગરઃ ભાટમાં કરોડો રૂપિયાના બંગલામાં આગ લાગી

    ગાંધીનગરઃ ભાટમાં કરોડો રૂપિયાના બંગલામાં આગ લાગી છે. જર્મન વેનેયા બંગ્લોઝમાં લાગેલી આગમાં બંગલો બળીને ખાક થઇ ગયો છે. 10 કરોડ રૂપિયાનો બંગલો આગમાં ખાક થઇ ગયો છે. એસીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા છે.

  • 04 Jul 2024 11:08 AM (IST)

    સુરત: રિંગરોડ માર્કેટમાં અસામાજિક તત્વોનો આતંક

    સુરત: સુરતમાં  રિંગરોડ માર્કેટમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. કેટલાક ઈસમોએ એક યુવકને  માર માર્યો. યુવકને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રિંગરોડ સ્થિત યુનિવર્સલ માર્કેટનો વીડિયો હોવાનું અનુમાન છે

  • 04 Jul 2024 10:50 AM (IST)

    દિલ્હીમાં પ્રધાનમંત્રી આવાસ પહોંચ્યા ખેલાડી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે ટીમ ઈન્ડિયા દિલ્હીમાં પ્રધાનમંત્રી આવાસ પહોંચી ગઇ છે. આ પહેલા ભારતીય ટીમે હોટલમાં પોતાની સફળતાની ઉજવણી કરી હતી. તેણે ટીમ હોટલમાં કેક કાપી હતી.

  • 04 Jul 2024 10:30 AM (IST)

    સુરત: શહેરમાં ધોધમાર વરસાદ શરૂ

    સુરત: શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. વહેલી સવારથી જ વાદળ છાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે કરી છે ભારે વરસાદની આગાહી કરી છે. અઠવાગેટ, પીપલોદ, સિટીલાઈટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અડાજણ, વરાછા, કતારગામ, અમરોલી, રાંદેરમાં વરસાદ વરસ્યો છે. અત્યાર સુધી શહેરમાં સિઝનનો 26 ટકા વરસાદ થયો છે.

  • 04 Jul 2024 10:28 AM (IST)

    અમરેલી: બાબરાના ખાખરિયા ગામે પવનચક્કી જમીનદોસ્ત

    અમરેલી: બાબરાના ખાખરિયા ગામે પવનચક્કી જમીનદોસ્ત થઇ છે. વહેલી સવારે ટ્રાયલ કરવા જતાં બનાવ બન્યો. બે થી ત્રણ મહિના પહેલા પવન ચક્કી ઊભી કરવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં મોટી જાનહાની ટળી છે. મજૂર સહિત આજુ બાજુના ખેતરોમાં ખેડૂતોનો ચમત્કારિક બચાવ થયો. બાબરા અને તાલુકાના ગામડાઓમાં હજારોની સંખ્યામાં પવન ચક્કીઓ ઉભી કરવામાં આવી છે.

  • 04 Jul 2024 10:25 AM (IST)

    જામનગર: જી જી હોસ્પિટલમાં મોબાઇલની ચોરી

    જામનગર: જી.જી. હોસ્પિટલમાં મોબાઇલની ચોરી થઇ છે. એક સાથે બે મોબાઈલની ચોરી થઇ છે. દર્દીના સંબંધીઓ આરામ કરતા હતા ત્યારે મોબાઇની ચોરી થઇ હતી. મોબાઇલ ચોરીના CCTV  સામે આવ્યા છે.

  • 04 Jul 2024 10:24 AM (IST)

    અરવલ્લી: શામળાજીના મેશ્વો ડેમમાં 3,900 ક્યુસેક પાણીની આવક નોંધાઇ

    અરવલ્લી: શામળાજીના મેશ્વો ડેમમાં 3,900 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. મેશ્વો જળાશયમાં ચોમાસાના નવા નીર આવતા ખેડૂતોમાં આનંદમાં આવ્યા છે. રાજસ્થાનમાં ભારે વરસાદને લઈ મેશ્વો નદીમાં નવી આવક થઈ છે.

  • 04 Jul 2024 08:52 AM (IST)

    છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ

    છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. મહેસાણાના કડીમાં સૌથી વધુ 5.5 ઇંચ વરસાદ વરસ્યો છે. સાબરકાંઠાના ઇડરમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. હાંસોટ, નેત્રંગ અને જોટાણામાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે. હિંમતનગર પ્રાંતિજ, ભીલોડા, વિજાપુર અને માણસામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે.

  • 04 Jul 2024 08:50 AM (IST)

    રાજકોટ : RMCના પૂર્વ TPO મનસુખ સાગઠિયા ACBમાં રિમાન્ડ પર

    રાજકોટ : RMCના પૂર્વ TPO મનસુખ સાગઠિયા ACBમાં રિમાન્ડ પર છે. સાગઠિયાની પૂછપરછમાં અનેક મોટા રાઝ ખૂલે શકે છે. સાગઠિયાના ભ્રષ્ટાચારના ભાગીદારની તપાસ થશે. સાગઠિયાની ભરતીને લઇને પણ મોટો ખુલાસો થઇ શકે છે. સાગઠિયાને કાયમી TPO બનાવવામાં મોટું સેટિંગ પાર પડાયું છે. કાયમી TPOની ભરતીમાં ઇનહાઉસ અધિકારી જ રખાયા છે. બહારના કોઇ વ્યક્તિ ઇન્ટરવ્યૂમાં ભાગ ન લઇ શકે તે માટે ઇનહાઉસ અધિકારી રખાયા છે. જનરલ બોર્ડમાં પદાધિકારીઓની જૂની બોડીના અંતિમ સમયના જનરલ બોર્ડમાં ઠરાવ કરાયો. કાયમી TPO માટે ઉંમરમાં પણ  બાંધછોડ કરવામાં આવી.

  • 04 Jul 2024 08:08 AM (IST)

    દિલ્હીની આઈટીસી મૌર્ય હોટલ પહોંચી ટીમ ઇન્ડિયા

    બાર્બાડોસથી વર્લ્ડ ચેમ્પિયન તરીકે પરત ફરેલી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ દિલ્હીની આઈટીસી મૌર્ય હોટલ પહોંચી ગયા છે. એરપોર્ટ પર ખેલાડીઓનું ફેન્સે ભવ્ય સ્વાગત કર્યુ હતુ.  તમામ ખેલાડીઓ એરપોર્ટથી ટીમ બસમાં બેસીને હોટલ પહોંચ્યા હતા. હોટલ પહોંચતા જ ટીમ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટલમાં વર્લ્ડ ચેમ્પિયન ટીમના ખેલાડીઓના સ્વાગત માટે પહેલાથી જ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

  • 04 Jul 2024 07:36 AM (IST)

    સાબરકાંઠા પંથકમાં ધોધમાર વરસાદ

    સાબરકાંઠા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. મોડી રાત્રે ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. કાંકણોલ, બેરણા, આગીયોલ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા છે. ઇડર, પ્રાંતિજ, વડાલી અને તલોદમાં પણ વરસાદ વરસ્યો છે.

  • 04 Jul 2024 07:33 AM (IST)

    મહેસાણા પંથકમાં ધોધમાર વરસાદ

    મહેસાણા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કડીમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અંડરબ્રિજમાં 4 ફૂટ જેટલા પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. કડીના દડી સર્કલ, થોળ રોડ, જકાતનાકા, માર્કેટ યાર્ડ રોડ વિસ્તારોમાં પાણી ભરાયા છે.

  • 04 Jul 2024 07:32 AM (IST)

    ટીમ ઈન્ડિયાના ઘરે પરત ફર્યા બાદ BCCIએ વીડિયો શેર કર્યો

    બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના ઘરે પરત ફર્યા બાદ પહેલો વીડિયો શેર કર્યો છે, જેમાં તમામ ભારતીય ખેલાડીઓ T20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે એક પછી એક જોવા મળી રહ્યા છે.

Published On - Jul 04,2024 7:28 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">