Rain Report : છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં ખાબક્યો વરસાદ, ઉમરપાડામાં 5 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ Video
ગુજરાતભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 131 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ઉમરપાડામાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે.
ગુજરાતભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 131 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ઉમરપાડામાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. વાંસદા, કપરાડા, ખેરગામ અને પારડીમાં ચાર-ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ ભાવનગર, દેડિયાપાડા, તિલકવાડામાં સાડા ત્રણથી ચાર ઈંચ વરસાદ પડ્યો છે.
ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદ, પાટણ, મહેસાણા, આણંદ અને વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં મુશળધાર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
Latest Videos
Latest News