6 જુલાઈના મહત્વના સમાચાર : અમદાવાદમાં રાહુલ ગાંધીનો હુંકાર, “ભાજપે કાર્યાલય તોડ્યું, અમે ભાજપની સરકાર તોડીશું”, અગ્નિકાંડના પીડિતોને આપી ન્યાયની હૈયાધારણા, ભાજપે કહ્યું ગુજરાતને બદનામ કરવા આવ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2024 | 5:55 AM

Gujarat Live Updates : આજ 6 જુલાઈના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

6 જુલાઈના મહત્વના સમાચાર :  અમદાવાદમાં રાહુલ ગાંધીનો હુંકાર, ભાજપે કાર્યાલય તોડ્યું, અમે ભાજપની સરકાર તોડીશું, અગ્નિકાંડના પીડિતોને આપી ન્યાયની હૈયાધારણા, ભાજપે કહ્યું ગુજરાતને બદનામ કરવા આવ્યા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે છે. રાહુલ ગાંધી અમદાવાદના રાજીવ ગાંધી ભવન એટલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય આવશે. કેન્દ્રીય ગૃહ અને સહકારીતા પ્રધાન અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે આવશે. આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં હાજરી આપશે.  તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ આજે અમદાવાદ આવશે. રાજકોટ અગ્નિકાંડથી લઈ તક્ષશિલા કાંડના પીડિત પરિવારો સાથે મુલાકાત કરશે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી તો સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.  ગાંધીનગરના નિવૃત કલેક્ટર એસ.કે. લાંગા અપ્રમાણસર મિલકતના કેસમાં 5 દિવસ રિમાન્ડ પર છે. તેમની પાસેથી 11.64 કરોડથી વધુની મિલકત મળી હતી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 06 Jul 2024 09:01 PM (IST)

  મુંબઈમાં ટીમ ઈન્ડિયાની વિક્ટરી પરેડમાં ગુજરાતની બસનો ઉપયોગ કરાતા ઉઠ્યા સવાલ 

  મુંબઇમાં ભારતીય ક્રિકેટ ટીમની વિક્ટરી પરેડમાં ગુજરાતની બસનો ઉપયોગ કરાયો હતો. જો કે આ મામલે રાજનીતી પણ ખૂબ થઇ. સવાલ પૂછાયા કે આખરે મુંબઇના કાર્યક્રમમાં ગુજરાતની બસ કેમ. જો કે આ બસના માલિકે જણાવી છે..આ બસની વિશેષતાઓે. તેમણે કહ્યું કે આવી બસ મુંબઇની બેસ્ટ પાસે નથી. આવી ડબલ ડેકર બસ જે મહારાષ્ટ્રમાં નથી અને ગુજરાતથી આવે તો એમાં વાંધો શું છે. તેમણે કહ્યું કે આ મુદ્દે રાજકારણ પણ ના થવું જોઇએ.

 • 06 Jul 2024 08:59 PM (IST)

  રાહુલ ગાંધીનું નામ લીધા વગર નૂપૂર શર્માએ હિંદુ હિંસકની માનસિક્તા પર માર્યા ચાબખા

  હિન્દુ હિંસક. આ વાત પર એકબાજૂ જ્યાં હિન્દુ સંગઠનો રાહુલ ગાંધીનો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે ભાજપના પૂર્વ નેતા નૂપૂર શર્માએ ઘણાં વખત પછી જાહેર મંચ પર હિન્દુ અને સનાતનની વાત મૂકી. તેમણે રાહુલ ગાંધીનું નામ લીધા વગર જ હિન્દુ હિંસકની માનસિકતા પર ચાબખા માર્યા. તેમણે દાવો કર્યો કે દેશમાં પાછલા બે વર્ષમાં સનાતનીઓને મારી નાંખવાની કોષિશ કરવામાં આવી. પોતાને મળેલી સુરક્ષા ઉપર પણ નૂપૂર શર્માએ કહ્યું કે હિન્દુ હિંસક હોત તો આ સુરક્ષાની નોબત જ ના આવી હોત.

 • 06 Jul 2024 08:57 PM (IST)

  રાજ્યમાં આગામી સાત દિવસ રહેશે વરસાદી માહોલ 

  અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે. જો કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મહેર યથાવત્ છે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાનો છે. આવતીકાલે અને પરમદિવસે એટલે કે, 7 જુલાઈએ રથયાત્રાના દિવસે અને 8 જુલાઈએ પણ રાજ્યભરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. એક વરસાદી સિસ્ટમ ઉત્તરપ્રદેશથી ગુજરાત તરફ છે. એક સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં સક્રીય છે. જેને કારણે ભારે વરસાદની આગાહી હવામાન કરી રહ્યું છે.  હવામાન વિભાગનું માનીએ તો આવતીકાલે રથયાત્રામાં પણ અમદાવાદમાં વરસાદી માહોલ રહેશે.

 • 06 Jul 2024 08:56 PM (IST)

  ભારતીય સેનાની તાકાતમાં વધારો, હજીરામાં DRDO નિર્મિત જોરાવર ટેન્કનું કરાયુ સફળ પરિક્ષણ

  ભારતીય સેનાની શક્તિમાં થયો વધારો. હજીરામાં “DRDO” નિર્મિત જોરાવર ટેન્કનું સફળ પરિક્ષણ કરાયું છે. DRDO અને લાર્સન ટુબ્રોના સંયુક્ત પ્રયાસથી જોરાવર ટેંક વિકસાવવામાં આવી છે. પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં ભારતીય સેનાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ ટેન્કને ડિઝાઈન કરવામાં આવી છે. 25 ટન વજન ધરાવતી જોરાવર ટેન્ક સરળતાથી પહાડી વિસ્તારમાં ચઢાણ કરવા માટે સક્ષમ છે. આ ટેંકના નામકરણ પાછળ પણ રસપ્રદ સ્ટોરી છે. 19મી સદીના ડોગરા જનરલ જોરાવર સિંહના નામ ઉપરથી આ ટેંકને જોરાવર ટેન્ક નામ આપવામાં આવ્યું છે. જોરાવર ટેન્ક 2027 સુધીમાં ભારતીય સેનામાં સામેલ કરાશે. ઓછા વજનના કારણે પહાડી ક્ષેત્રમાં જોરાવર ટેન્ક ભારતીય સેના માટે બહુ ઉપયોગી સાબિત થશે

 • 06 Jul 2024 06:32 PM (IST)

  ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વ ગૃહરાજ્યમંત્રીએ બંદોબસ્ત અંગે કરી સમીક્ષા

  આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. ભગવાનની નગરચર્યા પહેલા તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. ગૃહરાજ્ય મંત્રીએ રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા. ગૃહરાજ્ય મંત્રીએ રથયાત્રાના બંદોબસ્ત અંગે સમીક્ષા બેઠક પણ યોજી.  રાજ્ય પોલીસ વડા સહિતના અધિકારીઓની હાજરીમાં રથયાત્રાના રૂટની સમીક્ષા કરવામાં આવી. તો વડાપ્રધાન મોદીએ રથયાત્રા પહેલા જાંબુ, મગ, કેરી સહિતનો પ્રસાદ મોકલ્યો છે. વડાપ્રધાન મોદીએ મોકલેલો પ્રસાદ મંદિર આવી પહોંચ્યો છે. દર વર્ષે વડાપ્રધાન મોદી રથયાત્રા પહેલા અચૂક પ્રસાદ મોકલે છે. બીજી તરફ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ભગવાન જગન્નાથના દર્શ કર્યા. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓએ મંદિરની મુલાકાત કરી હતી.

 • 06 Jul 2024 05:06 PM (IST)

  PM મોદીએ રથયાત્રાને લઈ અમદાવાદ જગન્નાથ મંદિરમાં મોકલ્યો પ્રસાદ

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રથયાત્રાને લઈ અમદાવાદના જગન્નાથ મંદિરમાં પ્રસાદ મોકલ્યો છે. દરવર્ષે નરેન્દ્ર મોદી જગદીશ મંદિરમાં અષાઢી બીજ પૂર્વે પ્રસાદ મોકલે છે. જેમાં દાડમ, જાંબુ, મગ, ચોકલેટ, કેરી, મીઠાઈ સહિતનો પ્રસાદ મોકલ્યો છે.

 • 06 Jul 2024 04:48 PM (IST)

  રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પર ભાજપના અર્જુન મોઢવાડીયાના પ્રહાર

  રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પર ભાજપના અર્જુન મોઢવાડીયાના પ્રહાર કર્યા છે. ગુજરાતને જરૂર હતી ત્યારે રાહુલ ગાંધીએ અહીં આવવું જોઈતું હતું. તેમજ TRP ગેમ ઝોન દુર્ઘટના અને મોરબી બ્રિજ તૂટ્યો ત્યારે રાહુલ ગાંધી ક્યાં હતા? ગુજરાતમાં પૂર આવ્યું, કોરોના ફેલાયો ત્યારે રાહુલ ગાંધી ક્યાં હતા. રાહુલ ગાંધી ફક્ત ગુજરાતને બદનામ કરવા અહીં આવ્યા સહિતના પ્રહાર કર્યો છે.

 • 06 Jul 2024 04:25 PM (IST)

  ડેનમાર્કમાં અશ્વગંધા પર પ્રતિબંધ ! ભારત સરકારના આયુષ મંત્રાલયે સખત શબ્દોમાં વાંધો ઉઠાવ્યો

  ડેનમાર્કની યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી દ્વારા અશ્વગંધાની ગુણવત્તા પર સવાલ ઉભો કરતા ડેનમાર્ક સરકારે અશ્વગંધા પર પ્રતિબંધ લાદ્યો છે. ભારત સરકારના આયુષ મંત્રાલયે સખ્ત શબ્દોમાં રિપોર્ટથી વાંધો વ્યક્ત કર્યો છે. મંત્રાલય તરફથી સ્પષ્ટ શબ્દોમાં કહેવાયું છે કે અશ્વગંધા પર ડેનમાર્કની યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીનો રિપોર્ટ અધૂરો છે. આયુષ મંત્રાલયે અશ્વગંધા પરના ખોટા રિપોર્ટને લઈને વૈજ્ઞાનિકોની એક પેનલ તૈયાર કરી છે.

 • 06 Jul 2024 04:15 PM (IST)

  હાથરસ દોડધામ કેસમાં તપાસ તેજ, રાજકીય કનેક્શન ધરાવતા લોકોની પોલ ખુલવાની શક્યતા, આરોપીએ કર્યા અનેક નવા ખુલાસા

  હાથરસ દોડધામ કેસમાં તપાસ ચાલુ છે.આજે તપાસ કમિટી હાથરસ પહોંચી હતી અને ઘટનાસ્થળની સમિક્ષા કરવામાં આવી.આ કેસના મુખ્ય આરોપીના સંકજામાં આવ્યા બાદ નવા ખુલાસા સામે આવ્યા છે.બાબાની ચરણરજ લેવા ભક્તો દોડધામ કરશે.આ આશંકા પહેલેથી હોવા છતાં બાબાની કારને ભીડમાંથી કાઢવામાં આવી.આ ચોંકાવનારી હકીકત સામે આવી છે.

  હાથરસ કેસના મુખ્ય આરોપીની પૂછપરછમાં..મુખ્ય આરોપી દેવપ્રકાશ મધુકરની દિલ્લીથી ગઇકાલે એસઓજીએ ધરપકડ કરી હતી.આજે પણ આ કેસના અન્ય એક આરોપીને પોલીસે પકડી પાડ્યો છે.

  સંસ્થાના સેવાદારોની પૂછપરછમાં પણ રોજ નવા ખુલાસા થઇ રહ્યાં છે.પોલીસ મધુકરના બેંક ખાતાઓની પણ તપાસ કરશે.પોલીસે આ કેસમાં રાજકીય કનેક્શન ધરાવતા લોકોની પોલ ખોલવાની પણ તૈયારીઓ આરંભી છે.

 • 06 Jul 2024 03:38 PM (IST)

  સુરત : સચિન GIDCમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

  સુરતના સચિન વિસ્તારની GIDCમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હોવાની ઘટના બની છે. બિલ્ડિંગ ધરાશાયી થતા 15 લોકોને ઈજા થઈ છે.  કેટલાક લોકોને નાની મોટી ઈજા થઈ છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે બિલ્ડિંગનો કાટમાળ ખસેડવાની શરૂઆત કરવામાં આવી છે.

 • 06 Jul 2024 03:23 PM (IST)

  સુરત: પાલ વિસ્તારમાં પતિએ કરી પત્નીની હત્યા, આરોપીની ધરપકડ

  સુરતના પાલ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ યુગલ પાલ વિસ્તારની એક હોટલમાં રોકાયું હતું. દંપતીએ દોઢ વર્ષ પહેલા જ પ્રેમલગ્ન કર્યા હતાં. પાલ પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી છે. દંપતી વચ્ચે ઘરકંકાસને કારણે સંબંધો વણસ્યા હોવાની આશંકા કરવામાં આવી છે. મૃતકના મામાનું ચોંકાવનારૂ નિવેદન પણ સામે આવ્યુ છે. તેમના જણાવ્યા અનુસાર  રોહિતે આ અગાઉ પણ તેની પત્ની પર હુમલો કર્યો હતો. ઘરકંકાસને કારણે મૃતક નિશા તેના પિયરમાં રહેતી હતી.

 • 06 Jul 2024 03:00 PM (IST)

  મોરબીઃ દેવગઢ ગામે 450 લીટર નકલી દારુ ઝડપાયો

  મોરબીઃ દેવગઢ ગામે 450 લીટર નકલી દારુ ઝડપાયો છે. રહેણાંક મકાનમાંથી નકલી દારુ સાથે બે આરોપી પકડાયા. LCB એ નકલી દારુની બોટલ, સ્ટીકર જપ્ત કર્યા છે. જયદીપ અને જયરાજ સવશેટા નામના આરોપી કેમિકલમાંથી નકલી દારુ બનાવતા હતા. અન્ય છ શખ્સો સાથે મળી નકલી દારુનો વેપાર કરતા હતા. આરોપીઓ ખાલી બોટલમાં નકલી દારુ ભરીને વેચતા હતા.

 • 06 Jul 2024 02:07 PM (IST)

  સુરતઃ માંડવીનો કાકરાપાર ડેમ છલકાયો

  સુરતઃ માંડવીનો કાકરાપાર ડેમ છલકાયો છે. કાકરાપાર ડેમની સપાટી 160 ફૂટ છે. ડેમ તેની સપાટીથી ૦.50 ફૂટથી ઓવરફ્લો થયો છે. ડેમ છલકાતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે. કાકરાપાર ડેમ સુરત તેમજ ભરૂચના ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે.

 • 06 Jul 2024 02:05 PM (IST)

  રાજ્યમાં આગામી 7 દિવસ રહેશે વરસાદી માહોલ

  રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે. રાજ્યના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયુ છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના  આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાત તરફ ઓફ સ્યોર ટ્રફ સક્રિય થતાં વરસાદની આગાહી છે. એક વરસાદી ટ્રફ લાઇન ઉત્તર પ્રદેશથી ગુજરાત તરફ છે જેને ભારે વરસાસદની આગાહી નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે.

 • 06 Jul 2024 02:03 PM (IST)

  અમદાવાદઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનું મોટું નિવેદન

  અમદાવાદઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે  ભાજપે સંપૂર્ણપણે અયોધ્યા મુદ્દે રાજનીતિ કરી છે. મોદીએ મંદિરનું ઉદ્ધાટન કર્યું અને INDIA ગઠબંધન અયોધ્યામાં જીત્યું છે. અયોધ્યામાં ભાજપે નાગરિકો સાથે મોટો અન્યાય કર્યો છે. અયોધ્યામાં લોકોના મકાનો ભાજપ સરકારે તોડ્યા છે. લોકોની ફરિયાદ છે કે તેમને મકાનોનું વળતર નથી મળ્યું. વડાપ્રધાન મોદી અયોધ્યાથી ચૂંટણી લડવા ઇચ્છતા હતા. અયોધ્યામાં PM મોદી માટે ત્રણ ત્રણવાર સરવે કરાયો. સરવે રિપોર્ટ નેગેટિવ આવતા મોદી વારાણસીથી ચૂંટણી લડ્યા.

 • 06 Jul 2024 12:29 PM (IST)

  અમદાવાદ: રાહુલ ગાંધીના આગમન પહેલા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

  અમદાવાદ: રાહુલ ગાંધીના આગમન પહેલા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. VHPના કાર્યલય બહાર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. રાહુલ ગાંધીનો વ્યાપક વિરોધ થાય તેવી શંકાને પગલે પોલીસ સતર્ક છે. DCP,ACP સહિતના ઉચ્ચ અધિકારીઓ તહેનાત કરાયા છે. VHP દ્વારા “હિંદુ હિંસક નહીં પરાક્રમી હૈ” નાં પોસ્ટર તૈયાર કરાયા. સ્થાનિક પોલીસ સાથે BSFનાં જવાનો પણ તૈનાત કરાયા છે. DCP સહિતના અધિકારીઓ આજના કાર્યક્રમને લઇને VHP સાથે ચર્ચા કરશે. રાહુલ ગાંધીના હિન્દૂ વિરોધી નિવેદનનો વિરોધ કરવા મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થયા છે.

 • 06 Jul 2024 11:20 AM (IST)

  વલસાડ: ઉપરવાસમાં વરસાદ પડતા મધુબન ડેમમાં પાણીની આવક

  વલસાડ: ઉપરવાસમાં વરસાદ પડતા મધુબન ડેમમાં પાણીની આવક થઇ રહી છે. મધુબન ડેમમાં ત્રણ હજાર ક્યુસેક પાણીની આવક થઇ છે. ડેમમાંથી દમણગંગા નદીમાં 353 ક્યુસેક પાણી છોડાયું છે. પાણી છોડાતા વાપી નજીકના દમણગંગા નદીનો કોઝવે ઓવરફ્લો થયો છે. નદીમાં નવા નીર આવતા માછીમારો માછલી પકડતા જોવા મળી રહ્યા છે.

 • 06 Jul 2024 11:09 AM (IST)

  સુરત: પાલ વિસ્તારમાં પતિએ કરી પત્નીની હત્યા

  સુરત: પાલ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી છે. પાલ વિસ્તારની હોટલમાં યુગલ રોકાયું હતું. દંપતીએ દોઢ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતાં. પાલ પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી લીધી છે. ઘરકંકાસને કારણે સંબંધો વણસ્યા હોવાની આશંકા છે.

 • 06 Jul 2024 10:32 AM (IST)

  રાજકોટઃ અગ્નિકાંડ મામલે વધુ એક અધિકારી સસ્પેન્ડ

  રાજકોટઃ અગ્નિકાંડ મામલે વધુ એક અધિકારી સસ્પેન્ડ થયા છે. ATPO રાજેશ મકવાણાને સસ્પેન્ડ કરાયો છે. પૂર્વ TPO સાગઠિયાને બચાવવા રેકોર્ડમાં છેડછાડ કરી હતી. અત્યાર સુધી RMCના 8 અધિકારીઓ સસ્પેન્ડ કરાયા છે.

 • 06 Jul 2024 10:30 AM (IST)

  24 કલાકમાં 131 તાલુકાઓમાં વરસાદ

  ગત 24 કલાકમાં 131 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના ઉમરપાડામાં પાંચ ઈંચ વરસાદ પડ્યો છે. વાંસદા, કપરાડા, ખેરગામ અને પારડીમાં ચાર-ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. ભાવનગર, દેડિયાપાડા, તિલકવાડામાં સાડા ત્રણથી ચાર ઈંચ વરસાદ વરસ્યો છે.

 • 06 Jul 2024 10:14 AM (IST)

  અમદાવાદ: શેલાની એપલ વુડ વિલા સોસાયટીના રહીશોને હાલાકી

  અમદાવાદ: શેલાની એપલ વુડ વિલા સોસાયટીના રહીશોને હાલાકી પડી રહી છે. સોસાયટીના રસ્તા પર વરસાદી પાણી ન ઓસરતા પરેશાની થઇ રહી છે. વરસાદી પાણી ભરાઇ રહેતા ગટરના પાણી બેક મારતા હોવાની સમસ્યા છે. રહીશોનાં ઘરમાં જળભરાવથી ઘરવખરીને નુકસાન પહોંચ્યુ છે. દર ચોમાસે સર્જાતી સ્થિતિ અંગે તંત્રને અનેક રજૂઆત છતાં કોઇ ઉકેલ નથી આવ્યો.

 • 06 Jul 2024 08:41 AM (IST)

  અમદાવાદ: ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતાનાં મોત બાદ હોબાળો

  અમદાવાદ: ઓઢવ વિસ્તારની સોનીની ચાલી પાસે ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતાનાં મોત બાદ હોબાળો  થયો છે. બાળકને જન્મ આપ્યાના 2 કલાક બાદ મહિલાનું મોત થયુ છે. તબીબની બેદરકારીને કારણે મહિલાનું મોત થયાનો પરિજનોનો આક્ષેપ છે. પ્રસૂતિ સમયે તબીબ હાજર ન હોવાનો પરિજનોનો દાવો છે. પ્રસૂતિ બાદ મહિલાએ બિસ્કિટ ખાવાથી મોત થયાનું હોસ્પિટલ પ્રશાસનનું રટણ છે. બિસ્કિટને કારણે શ્વાસનળીમાં સમસ્યા સર્જાવાથી મહિલાનું મોત થયાનો દાવો છે.

 • 06 Jul 2024 07:30 AM (IST)

  કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવશે ગુજરાતની મુલાકાતે

  કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે. 6 જુલાઈએ અમિત શાહ થરાદના ચાંગડા ગામની મુલાકાત લેશે..ચાંગડા ગામમાં સહકારી માળખા તરફથી વિકસિત કરાયેલી સેવાઓનું અમિત શાહ નિરીક્ષણ કરશે.

 • 06 Jul 2024 07:29 AM (IST)

  અમદાવાદ: અદાણી સર્કલ પાસે નકલી ચલણી નોટ ઝડપાઇ

  અમદાવાદ: અદાણી સર્કલ પાસે નકલી ચલણી નોટ ઝડપાઇ છે. 500ના દરની 1852 નોટ, 9.26 લાખની કિંમતની નોટો ઝડપાઇ છે. મધ્યપ્રદેશ પાસિંગની ગાડીમાંથી 3 યુવકો પકડાયા છે. મેહુલ સોની, નિખિલ સોની, વિશાલ કર્ના નામના શખ્સો પકડાયા છે. વાહન ચેકિંગ દરમિયાન પોલીસે નકલી નોટ જપ્ત કરી છે. રામોલ પોલીસ મથકે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધાયો છે.

 • 06 Jul 2024 07:27 AM (IST)

  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે

  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે છે. રાહુલ ગાંધી અમદાવાદના રાજીવ ગાંધી ભવન એટલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય આવશે. રાહુલ ગાંધીનો આ પ્રવાસ ગુજરાત કોંગ્રેસ માટે ખૂબ મહત્વપૂર્ણ અને સૂચક માનવામાં આવી રહ્યો છે કેમ કે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારાની ઘટના બાદ પહેલીવાર રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે. જેમાં આ પથ્થરમારાની ઘટનામાં અટકાયત કરેલા કોંગ્રેસના કાર્યકરો સાથે અને તેમન પરિવારજનો સાથે રાહુલ ગાંધી મુલાકાત કરી શકે છે.

Published On - Jul 06,2024 7:26 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">