Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અનંત-રાધિકાના સંગીત સમારોહ પિતા મુકેશ અંબાણીથી લઈને બોલિવુડ સ્ટાર્સ જુમી ઉઠ્યા- જુઓ Video

અનંત-રાધિકાના સંગીત સમારોહ પિતા મુકેશ અંબાણીથી લઈને બોલિવુડ સ્ટાર્સ જુમી ઉઠ્યા- જુઓ Video

| Updated on: Jul 06, 2024 | 5:23 PM

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાં આખું બોલિવૂડ ઉમટ્યું હતું. આ સમારોહમાં ઘણા સ્ટાર્સે પણ પરફોર્મ કર્યું હતું, જેમાં સલમાન ખાન પણ હાજર હતો. સલમાન ખાને અનંત અંબાણી સાથે જોરદાર ડાન્સ કર્યો હતો

મુંબઈમાં શુક્રવારે સાંજે પુત્ર અનંત અંબાણી અને તેની મંગેતર રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં બોલિવુડના ઘણા સેલિબ્રિટી જોવા મળ્યા હતા. આ સંગીત સમારોહમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીએ તેમના પરિવાર સાથે શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ના લોકપ્રિય ગીત ‘દીવાંગી દીવાંગી’ પર ડાન્સ કર્યો હતો.

 મુકેશ અંબાણી કર્યો ડાન્સ

આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નીતા અંબાણીએ પર્ફોર્મન્સ દરમિયાન ભરતનાટ્યમની ઝલક પણ બતાવી અને અંબાણી પરિવાર સાથે દિલથી ડાન્સ કર્યો. નીતા અંબાણી ગુલાબી લહેંગામાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. જ્યારે મુકેશ અંબાણી નેવી બ્લુ કુર્તા પાયજામા અને મેચિંગ કોટીમાં એકદમ શાનદાર લાગતા હતા. અનંત-રાધિકા પણ આ લોકપ્રિય બોલિવૂડ ટ્રેક પર ધૂમ મચાવતા જોવા મળ્યા હતા.

અનંતનો સલમાન સાથે જબરદસ્ત ડાન્સ

સંગીત સમારોહના અનેક વીડિયોને સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે. અનંત અંબાણી સલમાન ખાન સાથે એસા પહેલી બાર હુઆ હૈ ગીત પર જબરદસ્ત ડાન્સ કરી રહ્યો છે.  આ સમારોહમાં સલમાન સહિત વિકી કૌશલ, દીપિકા પાદુકોણ, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર જેવા ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી.

રણવીર સિંહે શુક્રવારે સાંજે તેના ઉત્સાહપૂર્ણ નૃત્ય પ્રદર્શન સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સંગીત સમારોહની શરૂઆત કરી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણી અને તેમની મંગેતર રાધિકા મર્ચન્ટના લગ્નની ઉજવણી બુધવારે મુંબઈમાં અંબાણીના ઘર એન્ટિલિયા ખાતે મામેરુ સમારોહ સાથે શરૂ થઈ હતી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈએ મુંબઈમાં લગ્નના બંધનમાં બંધાશે.

 

g clip-path="url(#clip0_868_265)">