Monsoon 2024 : છોટા ઉદેપુરની અશ્વિન નદીમાં ઘોડાપૂર આવ્યુ, કોઝવે પાણીમાં ગરકાવ થતા ગ્રામજનોને હાલાકી, જુઓ Video
છોટાઉદેપુરના નસવાડી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે રસ્તા પર ફરી વળ્યા પાણી છે. વાલપુર, અકોના અને પાલા પંથકમાં પણ વરસાદ ખાબક્યો છે. ખેતીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે.દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની અવિરત કૃપા ઉતરી રહી છે. છોટાઉદેપુરમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. જેના પગલે નદી અને જળાશયોમાં નવા નીર આવી રહ્યા છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
છોટાઉદેપુરના નસવાડી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે રસ્તા પર ફરી વળ્યા પાણી છે. વાલપુર, અકોના અને પાલા પંથકમાં પણ વરસાદ ખાબક્યો છે. ખેતીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ કેટલાક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
છોટા ઉદેપુરમાં નસવાડીની અશ્વિન નદીમાં નવા નીર આવ્યા છે. જેના કારણે કુંકાવટીથી વાઘીયા મહુડાનો લો-લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયા છે. શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો અટવાયા છે. સ્થાનિકો 10 કિલોમીટરનો ચક્કર લગાવવા મજબૂર બન્યા છે. ધોધમાર વરસાદના કારણે નસવાડી વિસ્તારમાં પાણી ભરાયા છે.