યુવરાજ સિંહના ચેલાનું MS ધોનીની જેમ ડેબ્યૂ, સપનામાં પણ આવું વિચાર્યું નહીં હોય
યુવરાજ સિંહના 23 વર્ષના ચેલાને ઝિમ્બાબ્વે સામે રમાઈ રહેલી 5 મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી. પરંતુ આ પ્રસંગે તે કંઈ ખાસ કરી શક્યો નહીં અને તેનું નામ એક ખરાબ રેકોર્ડ ધરાવનાર ખેલાડીઓના લિસ્ટમાં સામેલ થઈ ગયું.
23 વર્ષના અભિષેક શર્માનું ઈન્ટરનેશનલ ડેબ્યૂ કંઈ ખાસ નહોતું. તેને ઝિમ્બાબ્વે સામે રમાઈ રહેલી 5 મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં રમવાની તક મળી હતી. પરંતુ આ મેચમાં તે પોતાની છાપ છોડી શક્યો નહોતો. આ મેચમાં અભિષેક શર્મા સાથે કંઈક એવું થયું જે તેણે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય. તેની T20 ઈન્ટરનેશનલ કરિયરની શરૂઆત એમએસ ધોનીની જેમ થઈ છે.
અભિષેક શર્માની T20 કારકિર્દીની ખરાબ શરૂઆત
અભિષેક શર્માએ T20 ઈન્ટરનેશનલ ડેબ્યૂમાં ખાતું ખોલાવ્યા વિના જ વિકેટ ગુમાવી દીધી હતી. તેણે 4 બોલનો સામનો કર્યો અને મોટો શોર્ટ રમવાને કારણે તેણે પોતાની વિકેટ બ્રાયન જોન બેનેટને આપી. તમને જણાવી દઈએ કે, અભિષેક શર્મા ટીમ ઈન્ડિયાનો ચોથો ખેલાડી બની ગયો છે જેણે ખાતું ખોલાવ્યા વગર T20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું છે. આ પહેલા, એમએસ ધોની, કેએલ રાહુલ અને પૃથ્વી શો પોતપોતાના T20 આંતરરાષ્ટ્રીય ડેબ્યૂમાં 0 રન પર આઉટ થયા હતા.
T20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ મેચમાં 0 પર આઉટ થયેલા ભારતીય:
- MS ધોની vs દક્ષિણ આફ્રિકા, 2006
- કેએલ રાહુલ vs ઝિમ્બાબ્વે, 2016
- પૃથ્વી શૉ vs શ્રીલંકા, 2021
- અભિષેક શર્મા vs ઝિમ્બાબ્વે, 2024
રિયાન પરાગ પણ પોતાની છાપ છોડી શક્યો નહીં
અભિષેક શર્માની સાથે રિયાન પરાગ પણ પોતાની ડેબ્યૂ મેચમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. આ મેચમાં રિયાન પરાગે 3 બોલમાં માત્ર 2 રન જ રમ્યા હતા અને તેની વિકેટ ટેન્ડર ચતારાને આપી હતી. આ બંને ખેલાડીઓએ IPL 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરાગ સિઝનનો ત્રીજો સૌથી સફળ બેટ્સમેન હતો. તેણે 16 મેચમાં 149.22ની સ્ટ્રાઈક રેટથી 573 રન બનાવ્યા. આ આસિવાય અભિષેક શર્માએ 16 મેચમાં કુલ 484 રન બનાવ્યા હતા. પરંતુ આ બંને ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ ફોર્મનું પુનરાવર્તન કરી શક્યા નથી.
ધ્રુવ જુરેલની પણ આવી જ હાલત
અભિષેક શર્મા અને રિયાન પરાગ ઉપરાંત ધ્રુવ જુરેલની પણ આ પ્રથમ T20 મેચ હતી. પરંતુ ધ્રુવ જુરેલ પણ કંઈ કમાલ કરી શક્યો નહીં. તેણે 14 બોલનો સામનો કર્યો અને 1 ફોરની મદદથી માત્ર 6 રન બનાવ્યા.
આ પણ વાંચો: IND vs ZIM : ઝિમ્બાબ્વેએ કર્યો મોટો અપસેટ, T20માં ટીમ ઈન્ડિયાને ત્રીજી વખત હરાવ્યું