હાર્દિકના ઘરે વર્લ્ડ કપ જીતની ઉજવણી, નતાશા ગેરહાજર !

05 July, 2024

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ T20 વર્લ્ડ કપ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

સાઉથ આફ્રિકા સામેની ફાઇનલમાં પંડ્યાએ છેલ્લી ઓવર નાખી હતી. હાર્દિકે ફાઇનલમાં 20 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.

સ્વદેશ પરત ફર્યા બાદ મુંબઈમાં ટીમ ઈન્ડિયાની વિજય પરેડ થઈ. વિજય પરેડ દરમિયાન પણ, હાર્દિકલાઈમ લાઇટમાં રહ્યો અને ચાહકોએ તેના પર નારા લગાવ્યા.

વિજય પરેડ બાદ હાર્દિક પંડ્યા હવે ઘરે પહોંચ્યો છે, જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

હાર્દિકની ભાભી પંખુરી શર્માએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. જેમાં હાર્દિક પંડ્યા કેક કાપતો જોવા મળી રહ્યો છે.

આ પહેલા પંખુરીએ એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં ચાહકો 'હાર્દિક-હાર્દિક'ના નારા લગાવતા જોવા મળે છે.

ક્રુણાલ  પંખુરીએ કેપ્શનમાં લખ્યું હતું કે, "તે જ સ્ટેડિયમ, તે જ વ્યક્તિ અને તે જ લોકો, માત્ર સમય જ અલગ છે."

હાર્દિકે પોતાના પુત્ર અગસ્ત્ય સાથે ઘરે જીતની ઉજવણી પણ કરી હતી. હાર્દિકે તેના પુત્રને મેડલ પહેરાવ્યો હતો, જે તેને ખિતાબ જીત્યા બાદ મળ્યો હતો.

તસવીરો શેર કરતા હાર્દિકે લખ્યું, 'મેરા નંબર-1. હું જે કંઈ પણ કરું છું, તમારા માટે કરું છું.

તમને જણાવી દઈએ કે પંખુરી શર્મા સ્ટાર ક્રિકેટર કૃણાલ પંડ્યાની પત્ની છે. કૃણાલ હાર્દિકનો મોટો ભાઈ છે.