AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતની ધરતી પરથી રાહુલ ગાંધીનો હુંકાર, “અયોધ્યાની જેમ જ ગુજરાતમાં ભાજપ હારશે”

12 વર્ષ બાદ અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર આવેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. આ તકે તેમણે હુંકાર કર્યો કે આ લોકસભા ચૂંટણીમાં તમે જોયુ હશે કે વારાણસીમાંથી પીએમ મોદી મોદી મહાનતે જીતી શક્યા છે. રામના નામે વોટ માગનારાઓને અયોધ્યામાં હારનો સામનો કરવો પડ્યો છે. રાહુલે કહ્યુ અયોધ્યાની જેમ ગુજરાતમાં ભાજપને હરાવીને રહેશુ.

ગુજરાતની ધરતી પરથી રાહુલ ગાંધીનો હુંકાર, “અયોધ્યાની જેમ જ ગુજરાતમાં ભાજપ હારશે”
Narendra Rathod
| Edited By: | Updated on: Jul 06, 2024 | 9:04 PM
Share

વિપક્ષના નેતા બન્યા બાદ રાહુલ ગાંધી પહેલીવાર ગુજરાત પહોંચ્યા છે. લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન રાહુલે કહ્યું હતું કે આ વખતે તેઓ ગુજરાતમાં ભાજપને હરાવશે. આ નિવેદન બાદ રાહુલની ગુજરાત મુલાકાત એ સંકેત છે કે તેમણે 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અહીં કોંગ્રેસ લાંબા સમયથી સત્તાથી દૂર છે. અને 30 વર્ષથી ભાજપનું શાસન છે.

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે હતા. તેઓ અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોને મળ્યા. કાર્યકર્તાઓને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ પીએમ મોદી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે અયોધ્યામાં જે રીતે ભાજપ હારી ગયું તેમ ગુજરાતમાં પણ હારવાનું છે. વડાપ્રધાન પર પ્રહાર કરતા રાહુલે કહ્યું કે  પીએમ મોદી વારાણસીમાં મુશ્કેલીથી બહુ ઓછા માર્જિનથી જીત્યા છે, ત્યાં તેઓ માત્ર 1 લાખ મતોથી જીત્યા હતા. આગામી ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસની જીત થશે અને ગુજરાતથી જ કોંગ્રેસનું નવસર્જન થશે.

  • રાહુલ ગાંધીએ કહ્યું કે હું તમને કહેવા આવ્યો છું કે તેમણે  તેઓએ અમારી ઓફિસ પર હુમલો કર્યો છે, અમારે ડરવાની જરૂર નથી. તેમણે અમને એક પડકાર આપ્યો છે. પડકાર એ છે કે આપણે સાથે મળીને ગુજરાતમાં ભાજપને હરાવવાનું છે.
  • હવે કોંગ્રેસ ગુજરાતમાં નરેન્દ્ર મોદી અને ભાજપને હરાવશે. રાહુલ ગાંધીએ પીએમ મોદીને પડકાર ફેંકતા કહ્યુ કે હું મોદીને કહેવા માગુ છુ કે અમે ડરતા નથી.  અમે અંગ્રેજો સામે લડ્યા હતા, અમે ડર્યા ન હતા
  • રાહુલે કહ્યું કે સંસદમાં મેં અયોધ્યાના સાંસદને પૂછ્યું કે, આ ભાજપે ચૂંટણી પહેલા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી.  પરંતુ અયોધ્યામાં ઈન્ડિયા એલાયન્સ ચૂંટણી જીતી ગયું, શું થયું?
  • રાહુલે કહ્યું કે ભાજપનું સમગ્ર આંદોલન રામ મંદિર, અયોધ્યા માટે હતું. અડવાણીજીએ રથયાત્રા શરૂ કરી હતી.  કહેવાય છે કે નરેન્દ્ર મોદીએ તે રથયાત્રામાં અડવાણીજીને મદદ કરી હતી. હું સંસદમાં વિચારી રહ્યો હતો કે તેઓએ રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું અને ઉદ્ઘાટન વખતે અદાણી-અંબાણીજી જોવા મળ્યા પણ અડવાણી ન દેખાયા.
  • રાહુલે કહ્યું કે અયોધ્યા એરપોર્ટ માટે ખેડૂતો પાસેથી જમીનો લેવામાં આવી હતી. પરંતુ એ ખેડૂતોને આજદિન સુધી વળતર મળ્યું નથી.
  • રાહુલે કહ્યું કે રામ મંદિરના અભિષેકમાં અયોધ્યામાંથી કોઈ સામેલ નથી. રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં એકપણ ગરીબ જોવા મળ્યા ન હતા.
  • રાહુલે કહ્યું કે ભાજપે અયોધ્યા પર રાજનીતિ કરી. ભાજપે ભગવાન રામનું રાજકારણ કર્યું. જેમના ઘર અને દુકાનો તોડી પાડવામાં આવી હતી તેમને આજદિન સુધી વળતર મળ્યું નથી.

વિપક્ષના નેતા બન્યા બાદ રાહુલની પ્રથમ ગુજરાત મુલાકાત

કોંગ્રેસના કાર્યકરોને સંબોધ્યા બાદ રાહુલ ગાંધી રાજકોટ ગેમિંગ ઝોન, મોરબી બ્રિજ દુર્ઘટના, સુરત તક્ષશિલા અગ્નિકાંડ   અને વડોદરાના હરણી બોટકાંડના પીડિત પરિવારોને પણ મળ્યા હતા. વિપક્ષના નેતા બન્યા બાદ રાહુલ ગાંધીની આ પ્રથમ ગુજરાત મુલાકાત હતી. લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન રાહુલે કહ્યું હતું કે આ વખતે તેઓ ગુજરાતમાં ભાજપને હરાવશે. તેણે ખાતરીપૂર્વક આ કહ્યું. રાહુલે કહ્યું કે ભારત ગઠબંધન 2027માં ભાજપને હરાવી દેશે. આ નિવેદનના થોડા દિવસો બાદ રાહુલની ગુજરાત મુલાકાત એ સંકેત છે કે તેમણે 2027ની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">