વાહન ચલણ ભરવા જતાં લોકો ખોટા મેસેજ થી રહેજો સાવધાન

06 July, 2024

સાયબર છેતરપિંડી કરનારાઓ કોઈપણ સમયે કોઈની સાથે છેતરપિંડી કરી શકે છે.

અગાઉ કેટલાક ઠગ લોકોને ચલણ માંગવાના મેસેજ મોકલી રહ્યા છે અને જાળમાં ફસાતા લોકોને લૂંટી રહ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો.

આ કૌભાંડ વાહન ચલણ સાથે સંબંધિત છે, જેને લઈને ઘણા રાજ્યોની પોલીસે એલર્ટ પણ જાહેર કર્યું છે.

જો તમને પણ આવો કોઈ મેસેજ મળે તો તેને ડીલીટ કરી દો.

પોલીસ દ્વારા મોકલવામાં આવેલા ચલણના મેસેજમાં એન્જિન નંબર, ચેસીસ નંબર જેવી માહિતી હોય છે.

મૂળ ચલણના મેસેજ સાથે આવતી લિંક પર ક્લિક કરવાથી, તે લિંક વપરાશકર્તાઓને સરકારની સત્તાવાર સાઇટ https://echallan.parivahan.gov.in પર રીડાયરેક્ટ કરે છે.

અગાઉ નકલી સાઈટની લિંક https://echallan.parivahan.in/ છે. આમાં, .gov.in દૂર કરવામાં આવ્યું છે.