સ્ટેમ્પ ડ્યુટીમાં નિયમો કરાયા વધુ કડક: ખોટી માહિતી આપવી કે ચુકવણી ન કરવી હવે પડશે મોંઘી, દંડની રકમ ₹200 ને બદલે ₹1 લાખ કરાઈ
સ્ટેમ્પ ડ્યુટી સંબંધિત નિયમોમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ કે સંસ્થા સ્ટેમ્પ ડ્યુટી ભરવામાં બેદરકારી બતાવે છે અથવા ખોટી માહિતી આપે છે, તો હવે તેને અગાઉના 200 રૂપિયાના દંડની જગ્યાએ સીધો 1 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે.

ગુજરાત સરકાર દ્વારા સ્ટેમ્પ એક્ટ હેઠળના જોગવાઈઓમાં ફેરફાર કરી હવે કાયદા અનુસાર દંડની રકમમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. નવા નિયમો અનુસાર સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં વિલંબ કે ચૂકવણી નહી કરનારને અગાઉ ₹200 નો દંડ લાગતો હતો, જે હવે ₹1 લાખ સુધી વધી શકે છે. તેમજ જો કોઈ વ્યક્તિ દસ્તાવેજમાં ખોટી માહિતી આપે છે તો તે પણ દંડને પાત્ર ગણાશે. જેમા બે વર્ષ સુધી જેલવી સજાનો પણ સમાવેશ કરાયો છે. જો મોટાપાયે ગેરરીતિ થાય તો માત્ર દંડ જ નહીં, 2 વર્ષની જેલની સજાની પણ શક્યતા રહેશે.
ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામા આવેલા ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલ 2025માં કરવામાં આવનારો દંડ 200 રૂપિયાથી વધારી 1 લાખ સુધી કરી દેવાયો છે. આ જેમા ઓછામાં ઓછો ₹10 હજારનો દંડ તો ભરવો જ પડશે. તેવી જોગવાઈ નવા સૂચિત સુધારા ખરડામાં દાખલ કરવામાં આવી છે. કલમ 62-કની, 1,2,3માં કરવામાં આવેલી નવી જોગવાઈ પ્રમાણે કેટલાક કિસ્સામાં આ દંડની રકમ 200 થી વધારીને ₹50 હજાર પણ કરી દેવામાં આવી છે. તેમજ ઓછામાં ઓછી પેનલ્ટી ₹ 10 હજાર કરી દેવાની ખરડામાં જોગવાઈ કરવામાં આવી છે. આ દંડની રકમમાં ઘટાડો કરવાની સત્તા કલેક્ટરને આપવામાં આવી છે. કલમ 34 હેઠળ કરવા પાત્ર દંડ હાલની સરખામણીએ 10 ગણો વધારી દેવામાં આવ્યો છે.
નવા નિયમો કોને લાગુ થશે?
- જમીન અને મિલ્કત ખરીદ-વેચાણ કરતા લોકો
- કારોબારીઓ કે જે બિઝનેસ ડીલ્સ માટે સ્ટેમ્પ ડ્યુટી ચૂકવે છે
- કોર્ટ કે સરકારી કચેરીઓમાં દસ્તાવેજો રજિસ્ટર કરાવતા નાગરિકો
- મોટી કંપનીઓ કે કોર્પોરેટ્સ, જે સ્ટેમ્પ ડ્યુટીમાં ગેરરીતિ કરે
1999 પહેલા સ્ટેમ્પ ડ્યુટી લેવાતી ન હતી હવે ત મિલકતો વેચવા જાય ત્યારે ડ્યુટી વસૂલ કરવા માટે ડ્યુટીની રકમ નક્કી કરી આપવામાં આવે છે. પહેલા આ ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીની રકમ ઉપરાંત ₹. 250 જમા કરાવીને દસ્તાવેજ ક્લિયર કરાવી શકાતો હતો. હવે નવા સુધારા ખરડાની જોગવાઈ મુજબ મિલક્ત માલિકે ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીની બમણી રકમ સ્ટેમ્પ ડ્યુટી તરીકે જમા કરાવવાની રહેશે. ઉદાહરણ તરીકે સમજીએ તો મિલક્ત માલિકે ₹50 હજારની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની આવતી હોય તો તેની સામે ₹. 1 લાખ સ્ટેમ્પ ડ્યુટી તરીકે જમા કરવવા પડશે.
ઘણી કંપનીઓ અને વ્યક્તિઓ સ્ટેમ્પ ડ્યુટી ભરવાના નિયમોમાં ગોટાળો કરતા હતા, જેના કારણે રાજ્ય સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થતું હતું. ખોટી માહિતી આપવાના કારણે સરકારી દસ્તાવેજોની માન્યતા અને વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા થતા હતા. કાયદાના દુરુપયોગને અટકાવવા અને સ્ટેમ્પ ડ્યુટી ભરવાનું પ્રમાણ વધે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે.