ગુજરાતમાં કોરોનાના નવા 03 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 39 થઈ

ગુજરાતમાં કોરોનાના નવા કેસો એકંદરે સ્થિર રહી છે. જેમા 27 ડિસેમ્બરના રોજ કોરોનાના નવા 03 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 39 થઈ છે. જ્યારે કોરોનાના નવા નોંધાયેલા 03 કેસમાં ગાંધીનગરમાં 01, સુરતમાં 01 અને વડોદરામાં 01 કેસ નોંધાયો છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.13 ટકા થયો છે.

ગુજરાતમાં કોરોનાના નવા 03 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 39 થઈ
Gujarat Corona Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2022 | 8:06 PM

ગુજરાતમાં કોરોનાના નવા કેસો એકંદરે સ્થિર રહી છે. જેમા 27 ડિસેમ્બરના રોજ કોરોનાના નવા 03 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 39 થઈ છે. જ્યારે કોરોનાના નવા નોંધાયેલા 03 કેસમાં ગાંધીનગરમાં 01, સુરતમાં 01 અને વડોદરામાં 01 કેસ નોંધાયો છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.13 ટકા થયો છે. કોરોનાથી ચાર દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજ્યના અન્ય શહેર અને જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે કોઇ વ્યક્તિનું મૃત્યુ થયું છે.

ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા કોરોનાને લઇને સાવચેતી રાખવા માટે તમામ સત્તામંડળોને સૂચના આપવામાં આવી છે. જેના પગલે અમદાવાદ શહેરમાં પણ એએમસીએ કોરોનાની એસઓપીના પાલનને લઇને તૈયારીઑ આરંભી દીધી છે. જેના પગલે કોર્પોરેશનનો હેલ્થ વિભાગ પર એલર્ટ થયો છે. તેમજ એકશન પ્લાન પણ તૈયાર કર્યો છે.

અમદાવાદ સહિતના તમામ મહાનગરોની કોવિડ હોસ્પિટલ્સમાં મોક ડ્રીલ

કોરોનાથી લોકોને બચાવવા ગુજરાત સરકાર પણ સજ્જ બની છે.રાજ્યના અમદાવાદ સહિતના તમામ મહાનગરોની કોવિડ હોસ્પિટલ્સમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. જેમા પ્રધાનો અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ હોસ્પિટલમાં પહોંચી ઓક્સિજન, વેન્ટીલેટર, કોવિડ બેડની ક્ષમતા, ટેસ્ટિંગ કીટ, જરૂરી દવાઓ, નર્સિંગ સ્ટાફની ઉપલબ્ધતા સહિતની બાબતોની ચકાસણી કરી હતી. જો કોરોનાની લહેર ફરી ત્રાટકે તો તેનો સામનો કરવા માટે હોસ્પિટલ તંત્ર કેટલું સજ્જ છે તેની સમીક્ષા કરવામાં આવી છે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

કોરોના સામે લડવા તંત્ર સજ્જ

ગાંધીનગર જિલ્લા સિવિલ હોસ્પિટલમાં કોરોના સામે પહોંચી વળવા આરોગ્યની સુવિધાઓ ચકાસવામાં આવી હતી. જે માટે યોજાયેલી મોકડ્રીલમાં આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલે ભાગ લીધો હતો. જે અંતર્ગત તેમણે સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સમગ્ર માળખાનું બારીકાઈથી નિરીક્ષણ કરીને અધિકારી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. મોકડ્રીલ બાદ તેમણે મીડિયાને વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સંભવત: આવનારી કોરોના લહેરના સામના માટે માનવબળ અને મશીનરી સહિત રાજ્યનું સંપૂર્ણ આરોગ્ય તંત્ર સજ્જ છે. રાજ્યમાં એક લાખથી વધુ પથારીઓ અને 15થી 16 હજાર જેટલા વેન્ટીલેટર તેમજ દવાઓ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. એટલે નાગરિકોએ સહેજપણ ગભરાવાની જરૂર નથી.

ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, વૈશ્વિક સ્તરે કોરોનાના કેસોમાં જે રીતે સામે આવી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારે સાવચેતીના ભાગરૂપે તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તકેદારીના ભાગરૂપે કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સતત મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે રાજ્યમાં કોરોનાની સારવાર માટે ઉપલબ્ધ સુવિધાઓની ચકાસણી માટે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં આજે મોકડ્રીલનું આયોજન કરાયું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">