AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhota Udepur : વઘાચ અને ખીચડીયા ગામમાં છેલ્લા 12 વર્ષથી આંગણવાડી જર્જરિત, સરકાર સમસ્યાનો ઉકેલ લાવે તેવી માગ

Chhota udepur news : વઘાચ અને ખીચડીયા ગામમાં છેલ્લા 12 વર્ષથી આંગણવાડી જર્જરિત બનતા બાળકો પાયાનું શિક્ષણ અન્ય ખાનગી મકાનમાં મેળવી રહ્યા છે. સમારકામ અથવા નવી ફાળવણી ન થતા આંગણવાડી કાર્યકર ઘરમાં બાળકોને ભણાવવા મજબૂર બની છે.

Chhota Udepur : વઘાચ અને ખીચડીયા ગામમાં છેલ્લા 12 વર્ષથી આંગણવાડી જર્જરિત, સરકાર સમસ્યાનો ઉકેલ લાવે તેવી માગ
છોટાઉદેપુરના કેટલાક ગામમાં આંગણવાડીની હાલત ખરાબ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2023 | 10:31 AM
Share

ભૂલકાઓનું ભાવીનું ઘડતર આંગણવાડીમાંથી ઘડાતું હોય છે. પરંતુ છોટાઉદેપુરના નસવાડીના કેટલાક ગામમાં આંગણવાડીના મકાનના અભાવે બાળકોને ખાનગી મકાનોમાં બેસવું પડે છે. વઘાચ અને ખીચડીયા ગામમાં છેલ્લા 12 વર્ષથી આંગણવાડી જર્જરિત બનતા બાળકો પાયાનું શિક્ષણ અન્ય ખાનગી મકાનમાં મેળવી રહ્યા છે. સમારકામ અથવા નવી ફાળવણી ન થતા આંગણવાડી કાર્યકર ઘરમાં બાળકોને ભણાવવા મજબૂર બની છે. કડકડતી ઠંડીમાં દીવાલની ફરતે કંતાન બાંધીને ભૂલકાઓને ભણાવવામાં આવી રહ્યા છે. ભણાવવાની સાથે બાળકોનું ભોજન પણ અહીં જ અપાય છે. સ્થિતિ એટલી હદે ખરાબ છે કે, અમુક વાલીઓ તો બાળકોને આંગણવાડીમાં મોકલતા પણ નથી.

પાંચ વર્ષથી નાના બાળકોને પાયાનું શિક્ષણ મળી રહે અને રમતગમત, ગીતગાન, વાર્તાકથન, સર્જનાત્મક પ્રવૃત્તિઓ વગેરે દ્વારા પોતાના જ ઘરના, ફળિયાના કે ચાલીના વિસ્તારના વાતાવરણમાં જ કેળવવામાં આવે તેવી વ્યવસ્થા તેમના જ ગામમાં કરી આંગણ વાડીની વ્યવસ્થા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે. અહીં બાળકોના શિક્ષણ સાથે તેમના આરોગ્યનો ખ્યાલ રાખવાનો હેતુ પણ હોય છે. પણ ગુજરાતના કેટલાક ગામડાઓમાં નાના બાળકો આ લાભથી વંચિત જોવા મળે છે. આવા જ નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારના બાળકો આઇ.સી.ડી.એસ. વિભાગની બેદરકારીનો ભોગ બની રહ્યા છે.

નસવાડીના વઘાચ ગામમાં બાર વર્ષથી આંગણવાડી જર્જરિત બનતા આંગણ વાડી કાર્યકરના ઘરમાં બાળકોને પાયાનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આંગણ વાડી કાર્યકર પોતાના કાચા ઘરના ઓટલા પર બાળકોને શિક્ષણ આપે છે. હાલ ઠંડીનો માહોલ હોવાથી બાળકોને ઠંડીના લાગે તે માટે એક તરફની દીવાલ પર કંતાન બાંધ્યું છે. છત પર પતરા નાખ્યા છે અને એ ખર્ચ પણ કાર્યકરે પોતે કર્યો છે. નાનકડી જગ્યામાં જ બાળકો અભ્યાસ કરે છે અને રમત પણ રમે છે. બાળકોના માટે ભોજન પણ અહીં જ બનાવવામા આવી રહ્યું છે, જો કે એક રીતે તે જોખમી પણ કહી શકાય. જેને લઇ અમુક વાલીઓ તો તેમના બાળકોને આંગણવાડીમાં મોકલતા પણ નથી.

આવી જ સ્થતિ કાડકોચ ગામની આંગણવાડીની પણ છે. અહી પણ આંગણવાડીના કાર્યકર મહિલા આંગણવાડી જર્જરિત હોવાથી બાળકોને પોતાના ઘરે શિક્ષણ આપે છે. જો કે આ જ મકાનમાં કાર્યકર પોતાના ઢોર પણ બાંધીને રાખે છે. આંગણ વાડીની બહેનનું કહેવું છે કે તે બાળકોને સારી વ્યવસ્થા આપવા ઇચ્છે છે પણ આપી શકતા નથી. જેનું તેમને દુખ પણ છે. ત્યારે વિકાસશીલ ગુજરાતની આ વરવી વાસ્તવિકતાની સ્થિતિની સરકાર નોંધ લે તે આ વિસ્તારના લોકોની માગ છે.

(વિથ ઇનપુટ-મકબૂલ મન્સૂરી, છોટાઉદેપુર)

નાણાકીય લાભ થવાની સંભાવના છે, સર્જનાત્મક વિચારોનો ઉપયોગ કરો
નાણાકીય લાભ થવાની સંભાવના છે, સર્જનાત્મક વિચારોનો ઉપયોગ કરો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં, વાઘાણીનો કટાક્ષ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં, વાઘાણીનો કટાક્ષ
થાઈલેન્ડ-મલેશિયા મોકલાતું નશીલી દવાઓનું ષડયંત્ર ખુલ્લું પડ્યું
થાઈલેન્ડ-મલેશિયા મોકલાતું નશીલી દવાઓનું ષડયંત્ર ખુલ્લું પડ્યું
T20 વર્લ્ડ કપ ફાઈનલ મેચ પહેલા ટિકિટોની કાળાબજારી, પોલીસે ઝડ્યો
T20 વર્લ્ડ કપ ફાઈનલ મેચ પહેલા ટિકિટોની કાળાબજારી, પોલીસે ઝડ્યો
કચ્છના ભુજના આકાશમાં દેખાઈ રહસ્યમય રોશની
કચ્છના ભુજના આકાશમાં દેખાઈ રહસ્યમય રોશની
સુરતમાં પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ
સુરતમાં પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
g clip-path="url(#clip0_868_265)">