છોટાઉદેપુર : સંખેડામાં MGVCLની કચેરી પર ખેડૂતોનો હલ્લાબોલ, રાત્રે કડકડતી ઠંડીમાં વીજળી આપતા રોષ
ખેડાના ભાટપુર ગામમાં MGVCLની કચેરી પર ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો. ભાટપુર-સંખેડા વિસ્તારમાં દિવસે વીજપુરવઠો બંધ થતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે.
ખેડૂતોને રાત્રે ખેતી ન કરવી પડે તેની ચિંતા કરી સરકારે કિશાન સુર્યોદય યોજના લાવી હતી. પરંતુ છોટાઉદેપુરના ભાટપુર ગામમાં આ યોજનાનો ફિયાસ્કો થયો છે. સંખેડાના ભાટપુર ગામમાં MGVCLની કચેરી પર ખેડૂતોએ હલ્લાબોલ મચાવ્યો છે. ભાટપુર-સંખેડા વિસ્તારમાં દિવસે વીજપુરવઠો બંધ થતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. જેના લીધે કિશાન સર્વોદય યોજનાનો ફિયાસ્કો થયાનો ખેડૂતોનો આરોપ છે. એવામાં ખેડૂતોને ફરી એક વખત રાતના ઉજાગરા કરવાનો વારો આવ્યો છે.
કિશાન સર્વોદય યોજનાનો ફિયાસ્કો !
મોટી સંખ્યામાં ખેડૂતોએ નારા લગાવી દિવસે વીજળી આપવા MGVCLને ઉગ્ર રજૂઆત કરી હતી. જેને જોતા MGVCLની કચેરીએ પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. મહત્વનું છે કે ખેડૂતોને દિવસે વિજળી ન મળતા તેઓને રાત્રે કડકડતી ઠંડી અને જંગલી જાનવરોનો ભય તળે ખેતરે કામ કરવા જવું પડશે. ત્યારે સરકાર કિશાન સુર્યોદય યોજના કડકથી અમલમાં મુકાવે તેવી ખેડૂતોની રજૂઆત છે….