Breaking News : નવસારીની શાળાના બે બાળકોને લાગ્યો કરંટ, નજીકની કન્સ્ટ્રકશન સાઇટમાં જતા બન્યો બનાવ, બે બાળકો ગંભીર રીતે દાઝ્યા
શાળાની બાજુમાં ચાલી રહેલા સરકારી ઓડિટોરિયમના કન્સ્ટ્રકશન સાઇટના સ્થળે બાળકોને કરંટ લાગ્યો છે. જો કે આ ઘટનામાં બે બાળકો ગંભીર રીતે દાઝ્યા છે. જો કે આ બે બાળકો પૈકી એકની હાલત અતિ ગંભીર છે.
Navsari : નવસારીના દેવીના પાર્ક વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાના બાળકોને કરંટ લાગ્યો છે. શાળામાંથી જમવા નીકળેલા બે બાળકોને કરંટ લાગ્યો છે. શાળાની બાજુમાં ચાલી રહેલા સરકારી ઓડિટોરિયમના કન્સ્ટ્રકશન સાઇટના સ્થળે બાળકોને કરંટ લાગ્યો છે. જો કે આ ઘટનામાં બે બાળકો ગંભીર રીતે દાઝ્યા છે. જો કે આ બે બાળકો પૈકી એકની હાલત અતિ ગંભીર છે.
બાળકોને નવસારીની પારસી હોસ્પિટલમાં ખસેડાયા
નવસારીની દેવી પાર્ક નંબર 3ની શાળાના બે વિદ્યાર્થીઓ કરંટ લાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. નિલેશ ગોવિંદભાઈ દેવીપૂજક તેમજ અર્જુન રાજુભાઈ દેવીપૂજક નામના બે બાળકો આ ઘટનામાં ગંભીર રીતે દાઝ્યા છે. ઘટના બન્યા બાદ ગંભીર રીતે દાઝેલા બાળકને નવસારીની પારસી હોસ્પિટલમાં ખસેડાયા છે.
નજીકમાં જ સરકારી બાંધકામ ચાલી રહ્યું હતું
ઘટનાની વાત કરીએ તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતા આ બંને બાળકો જમવા માટે બહાર નીકળ્યા હતા. જો કે નજીકમાં જ સરકારી બાંધકામ ચાલી રહ્યું હતું. ત્યાં બાળકોને કરંટ લાગી ગયો.
નવસારીની શાળાની બાજુમાં સરકારી બાંધકામ કરી રહેલા કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે બાળકોને કરંટ લાગ્યો હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને કરંટ લાગતા પાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..