Ahmedabad : અમદાવાદથી 342 કિમી દૂર મુન્દ્રા પહોંચતા લાગે છે 7 કલાક, હવે માત્ર 2 કલાકમાં પહોંચાશે એ પણ 2000 થી 2500 રુપિયાના ભાડામાં
અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જર ટ્રાફિક વધતા ઉડાન રિજનલ કનેક્ટિવિટીની યોજના હેઠળ ની પહેલ કરવામાં આવી છે. અમદાવાદમાં પણ હવે આગામી સમયમાં એર ટેક્સી શરુ થવા જઈ રહી છે. જેના પ્રથમ ફેઝમાં મુન્દ્રા સુધી સેવા પુરી પાડવામાં આવશે.
Air taxi : વિદેશની જેમ જ હવે ગુજરાતીઓ પણ એક શહેરથી બીજા શહેર જવા માટે એર ટેક્સીનો ઉપયોગ કરી શકશે. આગામી દિવસોમાં અમદાવાદ એરપોર્ટ પર હવાઈ ટેક્સી શરુ થવા જઈ રહી છે. ઉડાન યોજના હેઠળ અમદાવાદ એરપોર્ટ પરથી હવાઈ ટેક્સી શરૂ કરવામાં આવશે.
મીડિયા રિપોર્ટસ અનુસાર જુલાઈ મહિનાના અંત સુધીમાં હવાઈ ટેક્સીની સેવા શરુ થઈ શકે છે. અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જર ટ્રાફિક વધતા ઉડાન રિજનલ કનેક્ટિવિટીની યોજના હેઠળ ની પહેલ કરવામાં આવી છે. એર ટેક્સી નામની કંપની દ્વારા ગુજરાતમાં હવાઈ ટેક્સીની સેવા પૂરી પાડવામાં આવશે.
આ પણ વાંચો : Ahmedabad Breaking : મિલકત વેરો નહીં ભરનાર સામે મનપાની લાલ આંખ, AMCએ 615 મિલકતોની હરાજી પ્રક્રિયા હાથ ધરી, જૂઓ Video
એર ટેક્સી સપ્તાહમાં છ દિવસ ચાલશે
હવાઈ ટેક્સી સેવાની શરુઆતના પ્રથમ ફેઝમાં મુન્દ્રા સુધી સેવા પૂરી પાડવામાં આવશે. જ્યારે બીજા ફેઝમાં દીવ, અમરેલી, ભાવનગર સહિતના સૌરાષ્ટ્રના રુટ્સને આવરી લેવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતના તમામ પર્યટન સ્થળોને પણ આવરી લેવામાં આવે તેવી સંભાવના છે.
એરલાઇન કંપનીને નુકસાન ન જાય અને ઓપરેટિંગ ખર્ચ નીકળી જાય તેવા પણ પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે. જેના પગલે એર ટેક્સી સપ્તાહમાં છ દિવસ ચાલશે અને પ્રથમ ફ્લાઈટ દિવસમાં ત્રણ વખત મુન્દ્રા આવન જાવન કરશે. હવાઈ ટેક્સીમાં અમદાવાદ થી મુન્દ્રા જવાનું ભાડું લગભગ 2000 થી 2500 રુપિયા હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
7 કલાકની જગ્યાએ બે કલાકમાં પહોંચશો મુન્દ્રા
જો અમદાવાદ થી મુન્દ્રાના બાયરોડ અંતરની વાત કરીએ તો 342 કિમી છે. જેનું અંતર કાપતા 7 કલાકનો સમય લાગે છે. જ્યારે હવાઈ ટેક્સી દ્વારા તમે 3 કલાકમાં જ અંતર કાપી શકશો. તો દક્ષિણ ભારતની એર ટેક્સી કંપની ટેકનો 206 પ્રકારના નાના ચાર સીટર એરક્રાફ્ટનો ઉપયોગ કરશે. જેમાં એક કેપ્ટન અને ત્રણ પેસેન્જર બેસી શકશે છે.
કંપનીએ એરક્રાફ્ટ દુબઈથી ખરીદી એન એસ પી થી લઈ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન ( DGCA)ની મંજૂરી મેળવી છે. હાલમાં એરક્રાફ્ટને હુબ લી એરપોર્ટ પર પાર્ક કરવામાં આવ્યા છે. પરંતુ હજુ અમદાવાદ એરપોર્ટ પર પાર્ક કરવા માટે એરપોર્ટ ઓપરેટરની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.