Bharuch : પાનોલીમાં ઔદ્યોગિક અકસ્માત અને સંજાલી ગામના લોકોની પલાયન કરવાની ઘટના બાદ ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામકની બેઠક યોજાઈ
ચોમાસા દરમ્યાન નર્મદા નદીમાં ડેમમાંથી પાણી છોડવાના સમયે સ્થળાંતરની કામગીરી કરવાની અને ભારે વરસાદથી જિલ્લામાં પૂરની પરિસ્થિતિ સમયે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં સ્થળાતર તેમજ સ્થળાંતરિત વ્યક્તિઓને સેલ્ટર હોમ વગેરે બાબતો માટે બેઠકમાં વિસ્તૃત સમિક્ષા કરવામાં આવી હતી.
ઔદ્યોગિક નગરી ભરૂચમાં ઔદ્યોગિક સલામતી અને ઔદ્યોગિક નિયામક અનવ્યે રિવ્યુ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લો નર્મદા નદી કિનારે આવેલો છે. નાના-મોટા ઉદ્યોગો જિલ્લામાં સ્થાયી થયેલ છે. ઔદ્યોગિક વિસ્તારોમાં આગ અને કેમિકલ સંબંધિત નાની મોટી દુર્ઘટનાઓ બનતી હોય છે. જિલ્લા કક્ષાએથી આ દુર્ઘટનાઓને પહોંચી વળવા રાહત- બચાવના પગલા “ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામક” દ્વારા તાત્કાલિક લેવામાં આવતા હોય છે. તમામ પ્રકારની ઈમરજન્સી દુર્ઘટનાઓને તાત્કાલિક પહોંચી વળવા તેમજ ડિઝાસ્ટર સંબંધિત અગાઉના વર્ષોની કામગીરીની બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાના ડિઝાસ્ટર સાથે સંલગ્ન તમામ ડીપાર્ટમેન્ટ દુર્ઘટનાઓ સાથે સંબંધિત લેવા પડતાં રાહતના પગલી અને જિલ્લામાં ઉપલબ્ધ સાધન- સામગ્રી, ફાયર ટેન્ડર જેવી સુવિધાઓની છણાવટ કરી રિવ્યુ મિટીંગ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે બુધવારે પાનોલીની કેમિકલ કંપનીમાં આગની ઘટના બાદ ગેસ સર્જાતા સંજાલી ગામને ખાલી કરવાની નોબત આવી પડી હતી.
સમયાંતરે મોકડ્રિલ યોજવા સૂચન
ચોમાસા દરમ્યાન નર્મદા નદીમાં ડેમમાંથી પાણી છોડવાના સમયે સ્થળાંતરની કામગીરી કરવાની અને ભારે વરસાદથી જિલ્લામાં પૂરની પરિસ્થિતિ સમયે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં સ્થળાતર તેમજ સ્થળાંતરિત વ્યક્તિઓને સેલ્ટર હોમ વગેરે બાબતો માટે બેઠકમાં વિસ્તૃત સમિક્ષા કરવામાં આવી હતી. રાહત કમિશનર અને સચિવશ્રી મહેસૂલ વિભાગ હર્ષદ પટેલ દ્વારા વિવિધ સૂચનો આપતા તાકીદ કરી હતી કે ઈમરજન્સી સમયે કેવી સાવચેતીઓ રાખવી અને કેવા પગલાં લેવા જોઈએ.
કોમ્યુનિકેશન સાથે રિસ્પોન્સ સિસ્ટમની ટ્રેનિંગ પણ સરળતાથી થાય તેવું આયોજન કરવું જોઈએ. વધુમાં તેમણે જણાવ્યું કે, ડીઝાસ્ટરને લગતાં તમામ સાધનોની ચકાસણી સમયે સમયે કરતા રહી તમામ રિસોર્સ અપગ્રેટ કરતા રહી ભૂતકાળની ભૂલો સાથે સમસ્યા નિવારણ સુધી પોંચવું જરૂરી છે. જુદા જુદા વિસ્તારોમાં સમય – સમયે મોક ડ્રીલ યોજી ઈન્ટ્રસ્ટીઝ પાસે રહેતા લોકો અને આજુબાજુના વિસ્તારમાં આવેલી હોસ્પિટલોને પણ સાથે જોડાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. નવા ઈનોવેશનને ધ્યાને લઈ નવી પધ્ધતી સાથે ઉપયોગમાં આવતા જરૂરી સસાધનો વસાવવા જોઈએ.
આ રિવ્યુ મિટીંગમાં અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાંધલ, કેમિકલ ઈન્ડસ્ટ્રીયલ ઝોનના ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામક (DISH)વિભાગના લાઈઝનીંગ અધિકારીઓ તેમજ સરદાર સરોવરના લાઈઝનીંગ અધિકારીઓ, ડીઝાસ્ટર ભરૂચ તેમજ તાલુકાના મામલતદારો હાજર રહ્યા હતા.