Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UKમાં નોકરી અપાવવાના બહાને લાખો રુપિયાની છેતરપિંડી, મોડાસા પોલીસે શરુ કરી તપાસ

UKમાં નોકરી અપાવવાના બહાને લાખો રુપિયાની છેતરપિંડી, મોડાસા પોલીસે શરુ કરી તપાસ

| Updated on: Dec 23, 2023 | 5:31 PM

વિદેશ જવાનું છે અને નોકરીનું વચન આપ્યું છે? તો જરા એક વાર નહીં પરંતુ ચાર વાર બરાબર બધુ ચકાસી લેજો. ક્યાંક વિદેશમાં પહોંચીને ધક્કો પડતા પરત આવવાનું ના થાય. આ ડરાવવાની વાત નથી, પરંતુ એજન્ટો આવી જ છેતરપિંડી આચરવાના કિસ્સાઓનું પ્રમાણ વધતુ જઈ રહ્યુ છે. અરવલ્લી થી યુકે ગયેલા 5 સભ્યોએ નોકરી જ નહીં મળતા પરત ફરવું પડ્યુ છે. એજન્ટે નોકરીના બહાને છેતરપિંડી આચર્યાની ફરિયાદ પણ નોંધાઈ છે.

મોડાસામાં વિદેશમાં નોકરી અપાવતી અમી ઈન્ટરનેશનલ કન્સલટન્સીના સંચાલક સામે શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ધનસુરાની એક મહિલાએ તેના પરિવારને યુકેમાં નોકરી અપાવવાનું કહીને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. પરિવારના પાંચ સભ્યોને યુનાઈટેડ કિંગ્ડમ (UK) માં નોકરી અપાવવાનું કહીને છેતરપિંડી આચરવામાં આવી છે.

ધનસુરાના શીકા ગામના અરુણા ચૌધરીએ આ અંગેની ફરિયાદ મોડાસા શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેમને અને તેમના પરિવારના પાંચ સભ્યોને UK મોકલવા અંગેની વાત થઈ હતી. આ માટે અમી ઈન્ટરનેશનલના સંચાલકો સાથે તમામ વાતચીત થયા મુજબ તેમને પૈસા ચુકવીને તેઓ યુકે પહોંચ્યા હતા.

યુકે પહોંચી ખબર પડી

શીકાના પરિવારના પતિ, પત્નિ, બે દિકરી સહિત પાંચ સભ્યો ઈંગ્લેન્ડ જવા માટે રાજી ખુશી રવાના થઈ ગયા હતા. જ્યાં તેમને એજન્સી સાથે મોડાસામાં થયેલી વાત મુજબ નોકરી મળવાનું નિશ્ચિત હોવાની ખુશી હતી. પરંતુ વિદેશી ધરતી પર પગ મુકતા જ કંઈક અલગ જ અનુભવ થવા લાગ્યો હતો. વિદેશમાં જોબ અને ત્યાં સ્થાયી થવાના સપનાઓની ખુશીઓ થોડા દિવસોમાં જ ઓસરવા લાગી હતી. એજન્ટે બતાવેલા સપનાઓ જાણે કે અહીં મૃગજળ સાબિત થઈ રહ્યા હતા.

એજન્ટ કંપનીના સંચાલકે કહ્યુ હતુ કે, UK ની એસકે કેર કંપનીમાં હેલ્થ વર્કર તરીકે નોકરી મળશે. આ માટે તેણે 40 લાખ રુપિયા રોકડા મોડાસમાં જ ગણી લીધા હતા. પરંતુ યુકેમાં પહોંચ્યા બાદ તેમને બતાવેલા સ્થળ અને કંપનીમાં નોકરી જ મળી નહોતી. જેને લઈ પરિવારે પરત ફરવા માટે મજબૂર થવુ પડ્યું હતુ.

નોંધાયો ગુનો

આ મામલે હવે શીકાના પીડિત પરિવારની મહિલા અરુણા ધવલભાઇ ચૌધરીએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ અમી ઈન્ટરનેશનેલ કન્સલટન્સીના સંચાલકો સામે ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી હોવાનું મોડાસા DySP કેજે ચૌધરીએ જણાવ્યુ હતુ. આરોપીઓએ વિદેશમાં નોકરીના સપના બતાવીને પૈસા પડાવી લીધા બાદ છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધીને ત્રણેય આરોપીની ધરપકડ કરવા માટે કાર્યવાહી શરુ કરી છે.

આ પણ વાંચોઃ  પ્રસુતિ વેળા માતા-બાળકના જોખમ ઘટાડવા ગુજરાતના 650 તબિબોએ યોજી કોન્ફરન્સ

અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">