IPL 2025ના 7 રોમાંચક મુકાબલાઓ અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 25 માર્ચથી 18 મે, 2025 સુધી યોજાશે. આ મેચો દરમિયાન શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે અને લોકોની સુરક્ષા જળવાય તે માટે અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા માર્ગ-ડાયવર્ઝન અને વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી છે.
મેચ દરમિયાન ટ્રાફિક નિયંત્રણ અને વૈકલ્પિક રૂટ
મોટેરા ખાતેના સ્ટેડિયમમાં IPL 2025ની મેચોને કારણે, અમદાવાદ શહેરના જનપથ T થી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ સુધી અને કૃપા રેસીડેન્સી T થી મોટેરા ગામ ટીમ સુધીના માર્ગ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. વૈકલ્પિક રૂટ તરીકે, તપોવન સર્કલથી ONGC ચાર રસ્તા, જનપથ T, પાવર હાઉસ ચાર રસ્તા અને પ્રબોધરાવળ સર્કલ સુધી અવરજવર શક્ય રહેશે.
સાથે જ કૃપા રેસીડેન્સી T થી શરણ સ્ટેટ્સ ચાર રસ્તા, ભાટ-કોટેશ્વર રોડ અને એપોલો સર્કલ સુધીના માર્ગનો ઉપયોગ પણ વૈકલ્પિક રૂપે કરી શકાશે.
25 માર્ચ, 2025: ગુજરાત ટાઈટન્સ vs પંજાબ કિંગ્સ
29 માર્ચ, 2025: ગુજરાત ટાઈટન્સ vs મુંબઈ ઈન્ડિયન્સ
09 એપ્રિલ, 2025: ગુજરાત ટાઈટન્સ vs રાજસ્થાન રોયલ્સ
19 એપ્રિલ, 2025: ગુજરાત ટાઈટન્સ vs દિલ્હી કેપિટલ્સ
02 મે, 2025: ગુજરાત ટાઈટન્સ vs સનરાઈઝર્સ હૈદરાબાદ
14 મે, 2025: ગુજરાત ટાઈટન્સ vs લખનઉ સુપર જાયન્ટ્સ
18 મે, 2025: ગુજરાત ટાઈટન્સ vs ચેન્નઈ સુપર કિંગ્સ
મહત્વપૂર્ણ સૂચના:
મેચના દિવસોમાં વાહનચાલકો માટે વિનંતી છે કે તેઓ સમયસર રૂટ ડાયવર્ઝનની જાણકારી રાખે અને ટ્રાફિક નિયમોનું પાલન કરે. IPL 2025 દરમિયાન ટ્રાફિક વ્યવસ્થામાં થતા ફેરફારથી અમદાવાદવાસીઓને અસुवિધા ન થાય તે માટે ટ્રાફિક વિભાગ દ્વારા જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.
Published On - 10:37 pm, Sat, 22 March 25