ગુજરાતીઓ મોબાઇલ ફોન રાખવામાં પણ અગ્રેસર, સર્વેમાં સામે આવી વિગતો
મોબાઈલ ફોનની માલિકીની દ્રષ્ટિએ જોઇએ તો ગુજરાતીઓ આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજયના 91 થી 93 ટકા જેટલી જ માલિકી ધરાવે છે.
ગુજરાતમાં(Gujarat) મોબાઈલ ફોને (Mobile Phone) પણ જીવનની આવશ્યક જરૂરિયાત તરીકે તેનું સ્થાન મેળવ્યું છે. જેમાં એક સર્વે અનુસાર રાજ્યમાં પ્રત્યેક 100 લોકોમાંથી 92 પાસે મોબાઈલ ફોન છે જે ઘરની મૂળભૂત ચીજવસ્તુઓની(House Hold) સરખામણીએ વધારે છે. જેમાં ઉંધવા માટે ગાદલા અને ટીવી જોવા અને બેસવા માટે ખુરશી અને સમયનનું ધ્યાન રાખવા માટે ખરીદવામાં આવતી ઘડિયાળનો સમાવેશ થાય છે.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS)-5 મુજબ, મોબાઈલ ફોન ધરાવતા પરિવારોની સંખ્યા શહેરી વિસ્તારોમાં 97% અને ગ્રામીણ વિસ્તારોમાં 89% હતી. નાગરિકોના જીવનમાં મોબાઈલ ફોનને કેટલું પ્રાધાન્ય મળ્યું છે તેનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે માત્ર 86% પરિવારો પાસે ગાદલા, 80% પ્રેશર કુકર, 84% પાસે ખુરશીઓ અને 73% પાસે ટેલિવિઝન સેટ છે.
જ્યારે મોબાઈલ ફોનની માલિકીની દ્રષ્ટિએ જોઇએ તો ગુજરાતીઓ આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજયના 91 થી 93 ટકા જેટલી જ માલિકી ધરાવે છે. જ્યારે મોટાભાગની મહિલાઓ કોમ્યુનિકેશન માટે બેઝિક ફોનનો ઉપયોગ કરે છે
આ ઉપરાંત વર્ષ 2019-21માં હાથ ધરાયેલા સર્વે અનુસાર કેરળમાં ઘર દીઠ 97 ટકા સૌથી વધુ મોબાઈલ ફોન હતા.સર્વેક્ષણનો અન્ય એક મુખ્ય તારણ ઇન્ટરનેટ વપરાશકર્તાઓમાં અસાધારણ વધારો હતો – 2015-16માં હાથ ધરવામાં આવેલા NHFS-4માં, 4% ઉત્તરદાતાઓએ ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનો ઉલ્લેખ કર્યો હતો.
જેમાં શહેરી વિસ્તારોમાં 8% અને ગ્રામીણ વિસ્તારોમાં લગભગ 1%નો સમાવેશ થાય છે. આ સંખ્યા 14 ગણી વધીને 55% ઉત્તરદાતાઓએ ઈન્ટરનેટનો ઉપયોગ કરવાનું સ્વીકાર્યું છે જેમાં 71% શહેરી અને 43% ગ્રામીણ વિસ્તારોમાં છે.
સુરત સ્થિત સેન્ટર ફોર સોશિયલ સ્ટડીના ઈન્ચાર્જ ડાયરેક્ટર સત્યકામ જોશીએ જણાવ્યું હતું કે ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં પણ મોબાઈલ ફોન અને ઈન્ટરનેટનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. સસ્તા હેન્ડસેટ અને ઇન્ટરનેટ કનેક્શન્સ વધ્યા છે. આજે લગભગ દરેક વ્યક્તિ પાસે ફોન હોય તે સામાન્ય બાબત છે. તમામ સરકારી યોજનાઓ માટે પણ ફોન જરૂરિયાત બન્યું છે. જેના લીધે પણ મોબાઇલ ફોનનો વપરાશ વધ્યો છે.
આ ઉપરાંત તેમણે કહ્યું કે,સર્વેક્ષણમાં સામેલ 49% અથવા અડધી મહિલાઓએ કહ્યું કે તેમની પાસે તેમના અંગત ઉપયોગ માટે ફોન છે. જેમાંથી, 75 ટકા એસએમએસ વાંચી શકતા હતા, અને તેમાંથી 22 ટકા તેનો નાણાકીય વ્યવહારો માટે તેનો ઉપયોગ કરતા હતા.
એનજીઓ આનંદીના સ્થાપક નીતા હાર્ડિકરે જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ કરી રહી છે. જેમાં મોટાભાગની સ્ત્રીઓ સરળ વાતચીત માટે મૂળભૂત ફોનનો ઉપયોગ કરે છે કારણ કે તેઓ તેમના માટે ઉપકરણ ખરીદવા માટે પુરુષો પર આધાર રાખે છે. જોકે યુવા મહિલાઓ સ્માર્ટફોન સાથે ઈન્ટરનેટનો વધુ ઉપયોગ કરે છે.
આ પણ વાંચો : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 55 કેસ, એક દર્દીનું મૃત્યુ
આ પણ વાંચો : Kutch: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને કલેકટરે આપ્યા આદેશ,આ નિયમોનુ પાલન કરવુ પડશે