Kutch: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને કલેકટરે આપ્યા આદેશ,આ નિયમોનુ પાલન કરવુ પડશે

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર ભારતના ફોજદારી અધિનિયમની કલમ -૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમનાં ભંગ બદલ ગુનો માંડવા માટે ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલ અધિકારીઓ તથા પોલીસ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરની કક્ષાનાં અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.

Kutch: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને કલેકટરે આપ્યા આદેશ,આ નિયમોનુ પાલન કરવુ પડશે
local body elections rules
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 7:43 PM

આગામી 19મી ડિસેમ્બરના રોજ રાજ્યભરમાં વિવિધ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. જેના ભાગરૂપે કચ્છ જિલ્લાની 478 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવાની જાહેરાત થઈ હતી. પરંતુ 478 પૈકી 110 ગ્રામ પંચાયત સમરસ જાહેર થતા, કચ્છ જિલ્લામાં 19 ડિસેમ્બરે, 368 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે.  કચ્છ જિલ્લા કલેકટરે ચૂંટણીને લઈને કેટલાક આદેશ બહાર પાડયા છે.

મતગણતરીના દિવસે કાયદો અને વ્યવસ્થા જાળવવી

જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે. દ્વારા ચૂંટણીની મત ગણતરીના સ્થળો પર , મતગણતરીનાં દિવસે ૨૦૦ મીટરની ત્રિજયામાં ૨૧ ડિસેમ્બર 2021ના રોજ રાત્રીના 12 કલાકથી મતગણતરીની કામગીરી પૂર્ણ થતા સુધીના સમય માટે નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ લગાવ્યા છે..

શું પ્રતિબંધ લગાવ્યા ?

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ચાર કે તેથી વધુ માણસોએ એકઠા થવું નહી, જાહે૨ સુલેહશાંતી જોખમાય તેવા સૂત્રો પોકા૨વા નહી, જાહે૨ સુલેહશાંતી જોખમાય તેવી અફવાઓ ફેલાવવી નહીં, કોઈપણ વ્યકિતએ ઈજા થાય તેવા હથિયાર સાથે રાખીને ફરવું નહીં, કોઈ વ્યકિતએ કોઈ પણ જાતના વિસ્ફોટક પદાર્થો જેમ કે આગ લાગે તેવો કોઈ પદાર્થ સાથે રાખવો નહી, કોઈ વ્યકિતએ કોડ લેસ ફોન, મોબાઈલ ફોન, વાયરલેસ સાથે પ્રવેશવું નહીં, મત ગણતરી ખંડની અંદર અધિકૃત અધિકારીએ જેમને અધિકૃત કરી ઓળખપત્ર આપેલ છે તે સિવાયની કોઈપણ વ્યકિતએ પ્રવેશવું નહી.આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમની કલમ -૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

ચૂંટણી અને મતદાન દિવસ અંગે ફરમાવેલ આદેશો

ચૂંટણી પ્રચાર પુરો થયા બાદ અડતાલીસ કલાકના સમય દરમિયાન કોઈ જાહેર સભા બોલાવી શકશે નહિ, સભા ભરી શકશે નહિ અથવા તેમાં હાજર રહી શકશે નહિ. મતદારના વ્યકિતગત સંપર્ક દરમિયાન કોઈને ઉતારી પાડતા, ચારિત્ર્ય ખંડન કરતા કોઈ વાણી પ્રયોગ કરી શકાશે નહીં. ચૂંટણી પ્રચારનો સમયગાળો પુરો થયા પછી જે તે મતદારક્ષેત્રના મતદાર, ઉમેદવાર, ચૂંટણી એજન્ટ સિવાયના રાજકીય કાર્યકર્તાઓએ તે મતદારક્ષેત્રમાં રહેવુ નહિ. મતદાર વિભાગની હદમાં, મતદાર વિભાગની બહારથી આવતા વાહનોની સંબંધિત પોલીસ મથકે નોંધ કરાવવાની રહેશે.

ચૂંટણી પ્રચાર માટે આવતા કોઈ પણ મહાનુભાવોને મતદાન પુરૂ થવાના ૪૮ કલાક પહેલા, સંબંધિત મતદાર ક્ષેત્રમાં સરકારી વિશ્રામ ગૃહ,અતિથિ ગૃહ વગેરેમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે નહીં કે સમયગાળા દરમિયાન કોઈ મહાનુભાવ તેમાં રહી શકશે નહિ. મતદાનના દિવસે-મતદાન મથકથી ૧૦૦ મીટરના વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યકિતઓએ એકી સાથે ભેગું એકઠું થવું નહિ તેવી વ્યકિતઓની મંડળી કોઈએ ભરવી નહિ કે બોલાવવી નહિ.

મતદાર સ્લીપમાં રાજકીય પક્ષનું નામ ન હોવુ જોઇએ

મતદારોને કોઈ સ્લીપ આપવામાં આવે તેમાં ઉમેદવારનું નામ,ચિન્હ, પ્રતિક અથવા રાજકીય પક્ષનું નામ લખેલુ હોવુ જોઈશે નહિ.  મતદાન કરીને આવેલ મતદારોને મંડપમાં એકત્ર કરી શકાશે નહિ. મતદાન મથક તથા તેની નજીક પોસ્ટર, ફલેગ, સંકેતો અથવા અન્ય કોઈ પણ પ્રચાર સામગ્રી પ્રદર્શિત કરવી નહિ. મતદાન મથકથી ૧૦૦ મીટરના અંતરના વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો ચૂંટણી પ્રચાર કરી શકાશે નહિ.

કોઈ પણ વ્યકિતએ મતદાન માટે નિયત કરેલ સમય દરમિયાન મતદાન મથકે ગેરવર્તણૂંક કરવી નહિં, તેમજ મતદાન મથકના પ્રમુખ અધિકારીએ આપેલી કાયદેસર સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. મતદાનના દિવસે સલામતી અંગે ધમકી મળી હોય અને ત્યાંથી સતાવાર સુરક્ષા પુરી પાડવામાં આવી હોય તેવી વ્યકિતએ તેના સુરક્ષા કર્મચારી સહિત મતદાન મથકની હદની આસપાસના વિસ્તારમાં ( ૧૦૦ મીટરની અંદર ) પ્રવેશવું નહિ .

ઉમેદવારો કે તેના ચૂંટણી એજન્ટે અથવા બીજી કોઈ વ્યકિતએ મતદાન મથક સુધી કોઈ વાહન કે બીજા કોઈ સાધનોનો ઉપયોગ કરવો નહીં. મતદાન મથકમાં અથવા તેના દરવાજે અથવા તેની નજીકના ખાનગી કે જાહેર સ્થળે માનવ ધ્વનિને વધારતુ યંત્ર કે લાઉડ સ્પીકર વાપરવુ નહીં કે તેવું સંચાલન કરવુ નહી,  મતદાન સમય દરમ્યાન મતદાન એજન્ટો મતદારયાદી મતદાન મથકની બહાર લઈ જઈ શકશે નહી.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર ભારતના ફોજદારી અધિનિયમની કલમ -૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમનાં ભંગ બદલ ગુનો માંડવા માટે ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલ અધિકારીઓ તથા પોલીસ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરની કક્ષાનાં અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.

મતદાન-ગણતરી દિવસે ઈલેકટ્રોનિકસ સાધનો પર પ્રતિબંધ

19 ડિસેમ્બરે મતદાન મથકો પર તેમજ 21 ડિસેમ્બરે મતગણતરીના દિવસે મતદાન મથક કે મતગણતરી મથક પર કોઈપણ વ્યક્તિ સેલ્યુલર,મોબાઈલ ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ વગેરે લઈ જઇ શકશે નહીં, તેનો ઉપયોગ કરવા પર જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે. દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત પાસેથી તે સાધન જે તે સત્તાધિકારી ધ્વારા જપ્ત કરવામાં આવશે અને મતગણતરી પુરી થયા પછી ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ જ જે તે વ્યકિતને તેનું જપ્ત કરેલ સાધન પરત સોપવામાં આવશે.

આ પણ વાંચો –Omicron Variant: દિલ્હી-મુંબઈ સહિત આ 6 શહેરમાંથી આવનારા આંતરરાષ્ટ્રીય મુસાફરોને RTPCR ટેસ્ટનું પ્રી બુકિંગ કરાવવુ જરૂરી, કેન્દ્ર સરકારનો નિર્ણય

આ પણ વાંચો –Defamation Case : જાવેદ અખ્તરે કહ્યું કંગના વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવે, કેસમાં વિલંબ કરવાની યુક્તિ અપનાવી રહી છે

g clip-path="url(#clip0_868_265)">