AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 55 કેસ, એક દર્દીનું મૃત્યુ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 55 કેસ, એક દર્દીનું મૃત્યુ

| Updated on: Dec 14, 2021 | 8:10 PM
Share

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 48  લોકો સાજા થયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 555 એ પહોંચી છે.

ગુજરાતમાં(Gujarat)  14 ડિસેમ્બરના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોનાના(Corona) નવા 55 કેસ નોંધાયા છે . જયારે કોરોનાના લીધે વલસાડમાં(Valsad) એક વ્યકિતનું મૃત્યુ થયું છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 48  લોકો સાજા થયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 555 એ પહોંચી છે.

ગુજરાતમાં અત્યાર સુધી 8,17,591 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે કોરોના રિકવરી રેટ 98. 71 ટકા થયો છે.

ગુજરાતના આજે નોંધાયેલા કોરોનાના દર્દીઓની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 14, વડોદરામાં 14, જામનગરમાં 06, નવસારીમાં 05, રાજકોટ શહેરમાં 05 , સુરત શહેરમાં 04, આણંદમાં 01, ગાંધીનગર શહેરમાં 01, જામનગર જિલ્લામાં 01, કચ્છમાં 01, મોરબીમાં 01, પોરબંદરમાં 01 , વલસાડમાં 01 કેસ નોંધાયો છે.

 

ઉલ્લેખનીય છે કે,  આ ઉપરાંત ગુજરાતમાં વધુ એક ઓમિક્રોનનો  કેસ નોંધાયો છે. સુરતના વરાછામાં રહેતાં 42 વર્ષનો વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત થયો છે. હીરા વ્યવસાય સાથે સંકળાયેલો વ્યક્તિ 7 દિવસ પહેલાં જ દક્ષિણ આફ્રિકાથી સુરત આવ્યો હતો. 4 દિવસ પહેલાં તાવ આવતા તેણે RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો અને સેમ્પલ ઓમિક્રૉનની તપાસ માટે મોકલ્યા હતા.

જેમાં તે ઓમિક્રોનથી સંક્રમિત થયો હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં વધુ એક ઓમિક્રોનનો કેસ નોંધાતા હવે રાજ્યમાં ઓમિક્રૉનના કેસનો આંકડો 4 પર પહોંચ્યો છે.

આ પણ વાંચો : વન વિભાગની ભરતીનો મામલો સચિવાલય સુધી પહોંચ્યો, ભરતી પ્રક્રિયા શરૂ કરવારજૂઆત

આ પણ વાંચો :  ગુજરાતમાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કોરોના સહાય ચૂકવવામાં આવી : રાજેન્દ્ર ત્રિવેદી

Published on: Dec 14, 2021 07:55 PM
g clip-path="url(#clip0_868_265)">