અમદાવાદ : SVPI એરપોર્ટ પર સૌ પ્રથમ EV ચાર્જિંગ સ્ટેશનનો પ્રારંભ, જાણો આ સ્ટેશનની વિશેષતા

નવા EV ચાર્જિંગ સ્ટેશનમાં(Charging Station) ડ્યુઅલ ગન સિસ્ટમ સાથે બે ચાર્જર સામેલ કરવામાં આવ્યા છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય વધુને વધુ વાહનોને ચાર્જિંગ સેવાઓ પૂરી પાડવાનો છે. ઇન્સ્ટોલ કરેલા બંને ચાર્જર અલગ-અલગ પ્રોટોકોલ ધરાવે છે.

અમદાવાદ : SVPI એરપોર્ટ પર સૌ પ્રથમ EV ચાર્જિંગ સ્ટેશનનો પ્રારંભ, જાણો આ સ્ટેશનની વિશેષતા
EV Charging Station
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: May 04, 2022 | 6:54 AM

અમદાવાદનું (Ahmedabad) સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Sardar Vallabhbhai Patel International Airport) પર ઈલેક્ટ્રીકલ વાહનો (EV) માટે સૌ પ્રથમ ચાર્જિંગ સ્ટેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સસ્ટેનેબિલિટીના પ્રાઇમ ફોકસ સાથે ATGL (અદાણી ટોટલ ગેસ લિમિટેડ) દ્વારા સ્થાપિત આ નવી સુવિધાનો શુભારંભ થયો છે. ગ્રાહકોને વધુ સારી સુવિધા માટે આ નવું EV ચાર્જિંગ સ્ટેશન(EV Charging Station)  એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલની એન્ટ્રી પોઈન્ટની નજીકમાં જ સ્થાપિત કરવામાં આવ્યું છે.

તમને જણાવવું રહ્યું કે, નવા EV ચાર્જિંગ સ્ટેશનમાં ડ્યુઅલ ગન સિસ્ટમ સાથે બે ચાર્જર સામેલ કરવામાં આવ્યા છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય વધુને વધુ વાહનોને ચાર્જિંગ સેવાઓ પૂરી પાડવાનો છે. ઇન્સ્ટોલ કરેલા બંને ચાર્જર અલગ-અલગ પ્રોટોકોલ ધરાવે છે. એક ડ્યુઅલ ગન સાથે CCS2 (સંયુક્ત ચાર્જિંગ સિસ્ટમ) (60 KW) અને બીજી GBT (40 KW) ડ્યુઅલ ગન છે.

EV ચાર્જિંગ સ્ટેશન અદ્યતન સુવિધાથી સજ્જ

કોઈપણ ઈલેક્ટ્રીક ફોર-વ્હીલરને લગભગ એક કલાકમાં બંને ચાર્જર 80ટકા સુધી ચાર્જ કરી શકે છે. જો કે ચાર્જિંગની ગતિ વાહનના ડ્રોઇંગ પાવર પર આધારિત છે, જે EV અને કારના મેકમાં ઇન્સ્ટોલ કરેલી બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ (Battery Management System) દ્વારા નિયંત્રિત થાય છે. કારની ચાર્જિંગ સ્પીડ કારના નિર્માણ પર વધુ નિર્ભર છે. અમદાવાદનું SVPI એરપોર્ટ સસ્ટેનેબીલીટીની દિશામાં સક્રિયપણે યોગદાન આપી રહ્યું છે, જેમાં સામાન્ય લાઇટ્સના સ્થાને એનર્જી સેવર LED લાઇટ્સનો ઉપયોગ કરવો, બે ટર્મિનલ વચ્ચે શટલ સેવામાં ઇલેક્ટ્રિક સેડાન કારનો વપરાશ કરવો, વધુમાં વધુ ઉર્જા સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે ગ્રીન કવરમાં વધારો કરવા જેવી અનેક પહેલોનો સમાવેશ થાય છે.ATGL ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો કરવાની દિશામાં પહેલ કરી નોંધપાત્ર ભૂમિકા ભજવી રહ્યું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

સાથે જ ATGLએ લોક ભાગીદારીથી ‘ગ્રીનમોસ્ફિયર’ ની દિશામાં નેતૃત્વ કરી રહ્યું છે. જેનો હેતુ સામુદાયિક વનીકરણ કાર્યક્રમો દ્વારા સદીઓ સુધી ઉર્જા ઓડિટ દ્વારા ટકાઉપણા વિશે જનજાગૃતિ લાવવાનો છે.

અદાણી ટોટલ ગેસ લિમિટેડ

અદાણી ટોટલ ગેસ લિમિટેડ એ સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન (CGD) નેટવર્ક વિસ્તારતી અને ઔદ્યોગિક, કોમર્શિયલ, ઘર વપરાશના ગ્રાહકોને પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) પૂરો પાડતી તથા ટ્રાન્સપોર્ટ સેક્ટરને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) પૂરો પાડતી ભારતની અગ્રણી ખાનગી કંપનીઓમાંની એક છે. 14 ભોગોલિક વિસ્તારો માટે અધિકાર પ્રાપ્ત થયો તે પહેલાં 38 ભૌગોલિક વિસ્તારોને ગેસ વિતરણના મેન્ડેટ અનુસાર તે ભારતની 8 ટકા વસ્તીને સર્વિસ પૂરી પાડી રહી છે. એનર્જી મિક્સમાં નેચરલ ગેસનો હિસ્સો વધારવાના રાષ્ટ્રના પ્રયાસોમાં ATGL નોંધપાત્ર ભૂમિકા બજાવે છે. 38 GAS માંથી 19નું સંચાલન ATGL કરે છે અને બાકીનાનું સંચાલન અદાણી ટોટલ ગેસ લિમિટેડ અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ.ની 50 : 50નુ સંયુક્ત સાહસ ઈન્ડિયન ઓઈલ- અદાણી ગેસ પ્રાઈવેટ લિમિટેડ (IOAGPL) કરે છે.

તમને જણાવી દઈએ કે, AAHL મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ માં 73 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડમાં 74 ટકા હિસ્સો ધરાવે છે. પોતાના મેનેજમેન્ટ અને ડેવલપમેન્ટ પોર્ટફોલિયોમાં 8 એરપોર્ટ ધરાવતી AAHL ભારતની સૌથી મોટી એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">