Ahmedabad: પહેલેથી બનાવેલા 8 ચાર્જિંગ સ્ટેશન ધૂળ ખાવાની સ્થિતિ વચ્ચે નવા 58 ચાર્જિંગ સ્ટેશન બનાવવાની જાહેરાત

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં (Standing Committee Meeting) નિર્ણય કરાયો છે કે શહેરમાં 58 નવા ચાર્જિંગ સ્ટેશન (Charging station) બનાવવામાં આવશે. 58 જગ્યાએ ચાર્જીંગ સ્ટેશન બનવવાની જગ્યા નક્કી કરવામાં આવી છે.

Ahmedabad: પહેલેથી બનાવેલા 8 ચાર્જિંગ સ્ટેશન ધૂળ ખાવાની સ્થિતિ વચ્ચે નવા 58 ચાર્જિંગ સ્ટેશન બનાવવાની જાહેરાત
charging station (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 7:11 AM

અમદાવાદમાં (Ahmedabad) શહેરીજનો ઈલેક્ટ્રિક વાહન (Electric vehicle) તરફ વળી રહ્યા છે અને એએમસી (AMC) પણ ઈચ્છે છે કે વાહનચાલકોને સુવિધા મળે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શરૂઆતમાં જે 8 ચાર્જિંગ પોઈન્ટ શરૂ કર્યા એ હવે ધૂળ ખાઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ 300 ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવાનો દાવો એએમસી કરી રહી છે. જો કે હાલમાં અમદાવાદમાં હયાત ચાર્જિંગ સ્ટેશન જ બંધ હાલતમાં છે. ત્યારે નવા ચાર્જિંગ સ્ટેશન બનશે તો તેની સ્થિતિ શું હશે તે એક સવાલ છે.

એકતરફ મોંઘવારીનો ડામ લોકોને ઝટકો આપી રહ્યો છે. પેટ્રોલ, ડીઝલના વધતા ભાવ ભડકે બળી રહ્યા છે. ત્યારે બીજી તરફ અમદાવાદ શહેરમાં ઈલેક્ટ્રિક વાહનો માટે કોર્પોરેશને શરૂ કરેલા 8 જેટલા ચાર્જિંગ પોઈન્ટ ધૂળ ખાઈ રહ્યા છે. કોર્પોરેશનની બેદરકારીને પગલે કાંકરિયા પાસે બે સ્થળે શરૂ કરવામાં આવેલા ચાર્જિંગ સ્ટેશન પાવર વિના બંધ હાલતમાં છે. જેને પગલે લોકો પણ તેનો લાભ લઈ શકતા નથી.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

એએમસીનું સપનું છે કે શહેરમાં 300 જેટલા ચાર્જિંગ સ્ટેશન બને. જો કે પહેલા શરુ કરેલા 8 ચાર્જિંગ સ્ટેશન જ હાલ ધૂળ ખાઈ રહ્યા છે. ત્યારે નવાની શું સ્થિતિ થશે એ તો જોવાનું જ રહેશે. કારણકે હાલના કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ અને કિડ્સ સિટી પાસેના ચાર્જિંગ સ્ટેશન ક્યારે શરૂ થશે તે સવાલ પર કોર્પોરેશન સંચાલન કરનાર કંપનીને ખો આપી રહી છે.

તો બીજીબાજુ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય કરાયો છે કે શહેરમાં 58 નવા ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે. 58 જગ્યાએ ચાર્જીંગ સ્ટેશન બનવવાની જગ્યા નક્કી કરવામાં આવી છે. ટોરેન્ટ પાવર મળે તે માટેનું આયોજન કરવામાં આવશે. જોકે આ કાર્યવાહીમાં પણ 6 મહિના નિકળી જશે. અમદાવાદ શહેરમાં બંધ હાલતમાં જોવા મળતા આ ચાર્જિંગ સ્ટેશન જોતા આરંભે શૂરા ગુજરાતીની કહેવત સાચી પડી રહી છે. ત્યારે શહેરીજનોને ક્યારે 300 ચાર્જિંગ સ્ટેશન જોવા મળશે તે એક મોટો સવાલ છે.

આ પણ વાંચો : ગુજરાત હાઇકોર્ટમાં સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે ટાસ્ક ફોર્સનો રિપોર્ટ રજૂ, કર્યા આ અવલોકનો

આ પણ વાંચો : અમદાવાદ : રાણીપ- ન્યુ રાણીપને જોડતા અંડરબ્રિજનું કામ પૂર્ણ ન થતા લોકોએ જ રસ્તો ખુલ્લો મુક્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">