અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ, પોલીસ મૂકપ્રેક્ષક ! બીજી વખત પોલીસ પર થયો હુમલો, જાણો કોણ છે આરોપી

થોડા દિવસ પહેલા અમદાવાદમાં પોલીસ પર હુમલો થવાની ઘટના સામે આવી હતી. પોલીસ પર હુમલો કરનારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જોકે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ ગુનાહીત ઇતિહાસ ધરાવે છે અને અગાઉ પણ પોલીસ પર હુમલો કરી ચૂક્યા છે.

અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ, પોલીસ મૂકપ્રેક્ષક ! બીજી વખત પોલીસ પર થયો હુમલો, જાણો કોણ છે આરોપી
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Sep 06, 2024 | 9:00 PM

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જાણેકે આરોપીઓ બેફામ બની ગયા હોય અને પોલીસનો કોણ ડર જ હોય નહિ તેમ હવે પોલીસ પર જ હુમલાઓ કરવાની ઘટનાઓ બની રહી છે. શહેરના અમરાઈવાડી વિસ્તારમાં થોડા દિવસ પહેલા પોલીસકર્મી પર હુમલો કરવામાં આવ્યો હતો જેના આરોપીઓ નીરજ સરોજ અને પવન પાસીની પોલીસે ધરપકડ કરી છે.

આરોપીઓએ પોલીસકર્મી સાથે બોલચાલ કરી

બંને આરોપીઓએ ચાર તારીખની સાંજે અમરાઈવાડીના ઓમનગર ખાતે આવેલા ખુલ્લા મેદાનમાં પોલીસ પેટ્રોલિંગ પર રહેલા પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હતો. પોલીસકર્મી પ્રકાશભાઈ નીનામા ઓમનગરના મેદાન થી પસાર થતા હતા તે સમયે મિત્ર સાથે ફોન પર વાત દરમિયાન બંને આરોપીઓએ પોલીસકર્મી સાથે બોલચાલ કરી હુમલો કર્યો હતો.

પોલીસમાં ડર બેસાડવા કર્યો હુમલો

હુમલાખોર પવન પાસી જાણતો હતો કે જે પોલીસ કર્મચારી પર તે હુમલો કરી રહ્યો છે તે પોલીસ અમરાઈવાડી પોલીસ મથકના સર્વેલન્સ સ્કોડમાં ફરજ બજાવે છે. જેથી પોલીસમાં ડર બેસાડવા પોલીસકર્મી પર હુમલો કર્યો હતો.

Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ

પોલીસ પર હુમલાના ગુનામાં ઝડપાયેલા આરોપી પવનની તપાસ કરતા અગાઉ વર્ષ 2013 મા રામોલ વિસ્તારમાં હત્યાને અંજામ આપ્યો હતો. આ ઉપરાંત બે મહિના અગાઉ પણ અમરાઇવાડીમા એક પીએસઆઇ પર હુમલો કર્યો હતો.

આરોપી અગાઉ હથિયારના ગુનામાં

પોલીસની તપાસમાં અને લોકોની પૂછપરછમાં સામે આવ્યું કે, પવન પોલીસ પર હુમલો કરવાની ટેવ ધરાવે છે સાથે જ તે નશાની ટેવ પણ ધરાવે છે..તો બીજી તરફ તેની સાથે ઝડપાયેલો આરોપીન નીરજ સરોજ અગાઉ હત્યાના ગુનામાં પણ ઝડપાયેલ છે.

મહત્વનું છે કે બે મહિનામાં એક જ આરોપી દ્વારા એક જ જગ્યાએ પીએસઆઇ અને પોલીસકર્મી પર હુમલો કરતા પોલીસની કામગીરી અને આરોપીઓમાં પોલીસનો ડર ઓછો છે તે વાત ફલીત થઈ રહી છે. ત્યારે જો પોલીસ કર્મચારીઓ જ આવા અસામાજિક તત્વોથી સલામત નથી તો તેમના વિસ્તારમાં રહેતા લોકોની સુરક્ષા કેટલી અને કેવી છે તે અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">