અમદાવાદના યુવકને ડેટિંગ એપ્લિકેશનથી મિત્રતા કેળવવી ભારે પડી, અપહરણ બાદ યુવક સાથે થઇ લૂંટ અને મારામારી
અમદાવાદના બોડકદેવ પોલીસની ગીરફતમાં રહેલો આરોપી સ્વપ્નિલ દેસાઈ, આયુષ રબારી અને આર્યન દેસાઈ છે જેની પોલીસે અપહરણ અને લૂટ કેસમાં ધરપકડ કરી છે. આ આરોપીએ એપ્લિકેશન માધ્યમથી એક યુવકને મળી તેનું અપહરણ કરી લૂંટી લીધો હતો.
અમદાવાદમાં એક યુવકને એપ્લિકેશનથી મિત્ર બનેલા શખ્સોએ લૂંટનાં લૂંટ્યો છે. આરોપીઓએ લૂંટના ઇરાદે યુવકનું અપહરણ કરી ગાડીમાં લઈને પૈસા પડાવ્યા.જો કે રોકડ પૈસા ન મળતા ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. બોડકદેવ પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે.
અમદાવાદના બોડકદેવ પોલીસની ગીરફતમાં રહેલો આરોપી સ્વપ્નિલ દેસાઈ, આયુષ રબારી અને આર્યન દેસાઈ છે જેની પોલીસે અપહરણ અને લૂટ કેસમાં ધરપકડ કરી છે. આ આરોપીએ એપ્લિકેશન માધ્યમથી એક યુવકને મળી તેનું અપહરણ કરી લૂંટી લીધો હતો.
આ રીતે થયુ અપહરણ અને લૂંટ
ઘટનાની વાત કરીએ તો જૂનાગઢનો રહેવાસી પૂજન વસોયા અમદાવાદના થલતેજ વિસ્તારમાં મિત્રો સાથે ભાડે રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત 8 સપ્ટેમ્બરના રાત્રે પૂજન જમીને સિંધુભવન રોડ પર બેસવા જઈ રહ્યો હતો, ત્યારે બાગબાન ચાર રસ્તા પાસે એક કાર ઉભી હતી તે કારના ચાલકે પૂજનનો હાથ ખેંચી તેને જબરજસ્તી ગાડીમાં બેસાડી લઈ ગયા હતા.
રસ્તામાં ત્રણેય આરોપીએ પૂજનને માર મારી અવાવરૂ જગ્યાએ ગાડી ઉભી રાખી પૈસાની માંગણી કરી હતી. બાદમાં રોકડ પૈસા ન મળતા તેનો ફોન લઈ અને ગૂગલ પેનો પાસવર્ડ જાણી રૂપિયા 40,000 ટ્રાન્સફર કરી લીધા હતા, ત્યારબાદ પૂજનને ગાડીમાંથી ઉતારી ત્રણે ભાગી ગયા હતા. આ કેસમાં પોલીસે ત્રણેય આરોપી ધરપકડ કરી છે.
આરોપી મહેસાણાનો રહેવાસી
પકડાયેલ મુખ્ય આરોપી સ્વપ્નિલ દેસાઈ મહેસાણાનો રહેવાસી છે, આયુષ રબારી વડગામ અને આયર્ન દેસાઈ ગાંધીનગરનો રહેવાસી છે. ત્રણેય આરોપી મોજશોખ કરવા અને સેલિબ્રિટી જેવી લાઇફ માટે વેબ સિરીઝ જોઈને લોકોને આ રીતે લૂંટતા હતા.પોલીસ તપાસમાં ડેટિંગ એપ્લિકેશન માધ્યમથી મિત્રતા કરી આરોપીઓએ અનેક લોકો પાસે પૈસા પડાવ્યા હોવાનું પોલીસનું અનુમાન છે.
બોડકદેવ પોલીસે ત્રણેયની ધરપકડ કરી અન્ય કેટલા લોકોને ટાર્ગેટ કરી પૈસા પડાવ્યા છે જે દિશામાં તપાસ શરૂ કરી છે. ત્યારે ડેટિંગ એપ્લિકેશન થી અનેક લોકો સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે આરોપીનો મોબાઇલ ફોનની તપાસ કરી રહ્યા છે.