AC વંદે રેપિડ મેટ્રોમાં છે આધુનિક સુવિધાઓ, સફર શાનદાર રહેશે, વીડિયો જોઈને તમને પણ સફર કરવાનું મન થશે

|

Sep 23, 2024 | 1:44 PM

ભારતની પ્રથમ વંદે મેટ્રોને સોમવારે (16 સપ્ટેમ્બર) વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ ફ્લેગ ઓફ સાથે ગુજરાતમાંથી લોન્ચ કરવામાં આવી હતી. આ નવી ટ્રેન તેની અદ્યતન સુવિધાઓ અને કાર્યક્ષમ ડિઝાઇન સાથે ભારતમાં મધ્યમ અંતરની મુસાફરીને પરિવર્તિત કરવા માટે તૈયાર છે.

AC વંદે રેપિડ મેટ્રોમાં છે આધુનિક સુવિધાઓ, સફર શાનદાર રહેશે, વીડિયો જોઈને તમને પણ સફર કરવાનું મન થશે
rapido metro train Video

Follow us on

પ્રથમ યાત્રા ભુજથી શરૂ થશે અને અમદાવાદ પહોંચશે, જેમાં 359 કિલોમીટરનું અંતર માત્ર 5 કલાક 45 મિનિટમાં પૂર્ણ થશે. નિયમિત સેવા 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે. જેમાં આખી મુસાફરી એટલે કે અમદાવાદથી ભુજ માટે 455 રૂપિયાની ટિકિટની કિંમત છે.

એકદમ નવી જ ડિઝાઇન સાથે સફરની મજા માણો

એકદમ નવી જ ડિઝાઇન : વંદે મેટ્રોમાં 12 કોચ છે, જેમાં 1,150 મુસાફરો બેસી શકે છે. આમાં શહેરની મેટ્રો ટ્રેનની જેમ ડબલ-લિફ ઓટોમેટિક સ્લાઈડિંગ દરવાજા છે ધૂળને અંદર આવવા દેતા નથી અને શાંત વાતાવરણ બનાવી રાખે છે.

અહીં વીડિયો જુઓ..

Chana Dal : ચણાની દાળ ખાવાથી સ્વાસ્થ્ય પર શું અસર જોવા મળશે?
અનિલ અંબાણીએ વર્ષો પછી તોડ્યો કમાણીનો રેકોર્ડ, એક વીકમાં 7,100 કરોડની કમાણી
ગુજરાતનું આ શહેર છે સૌથી ગરીબ શહેર
આ છે પાકિસ્તાનના 'અંબાણી', તમે અનિલ અંબાણીનું નામ ભૂલી જશો
જાણીતા ગુજરાતી ગાયક વિજય સુવાળા વિશે જાણો
50 રૂપિયાની નોટ પર મોટું અપડેટ, જાણો વિગત

વંદે મેટ્રોમાં આ સુવિધાઓ થશે ઉપલબ્ધ

આધુનિક સુવિધાઓથી સજ્જ વંદે મેટ્રો ટ્રેનની મહત્તમ ગતિ મર્યાદા 100 થી 200 કિલોમીટર પ્રતિ કલાકની વચ્ચે રહેશે. 3 x 3 બેન્ચ-પ્રકારની બેઠક વ્યવસ્થા મહત્તમ મુસાફરોને આરામદાયક મુસાફરીનો આનંદ માણવામાં મદદ કરશે. વંદે મેટ્રો કોચમાં ઈમરજન્સીની સ્થિતિમાં ટ્રેન ડ્રાઈવર સાથે વાત કરવા માટે ટોક બેક સિસ્ટમ હશે.

સ્મોક ડિટેક્શન સિસ્ટમ પણ લગાવવામાં આવી છે

દરેક કોચમાં 14 સેન્સર સાથે ફાયર અને સ્મોક ડિટેક્શન સિસ્ટમ લગાવવામાં આવી છે. જેથી ટ્રેનમાં કોઈ પણ પ્રકારનો ધુમાડો નીકળે તો તેને તરત ઓળખી શકાય. વિકલાંગોની સુવિધા માટે કોચમાં વ્હીલ-ચેર સુલભ શૌચાલયની પણ સુવિધા હશે.

મહત્વનું છે કે દેશને અમદાવાદ અને ભુજ વચ્ચે પ્રથમ નમો ભારત રેપિડ રેલ મળી છે. આ ટ્રેન શરૂ થવાથી નાના શહેરોની મેટ્રો શહેરો સાથે કનેક્ટિવિટી વધશે. ખાસ કરીને નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને ફાયદો થશે. ઓછા ભાડામાં AC ટ્રેનનો મુસાફરોને લાભ મળશે. ‘નમો ભારત રેપિડ રેલ’માં 12 AC કોચ હશે. જેમાં એક સાથે 1હજાર 150 જેટલા લોકો મુસાફરી કરી શકશે.

Published On - 1:44 pm, Mon, 23 September 24

Next Article