શેરબજારમાં ઓનલાઈન ટ્રેડીંગ ફ્રોડના આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે કરાયા રજૂ, 7 દિવસના રિમાન્ડ મંજૂર
અમદાવાદની બોપલ પોલીસે પકડેલા ઓનલાઇન ટ્રેડિંગ ફ્રોડ કેસમાં છ આરોપીઓની પૂછપરછ કરવા 14 દિવસના રિમાન્ડની માગ કરતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયા.
અમદાવાદની બોપલ પોલીસે પકડેલા ઓનલાઇન ટ્રેડિંગ ફ્રોડ કેસમાં છ આરોપીઓની પૂછપરછ કરવા 14 દિવસના રિમાન્ડની માગ કરતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયા. છેતરપીંડી કેસમાં આરોપીઓએ પૂર્વનિયોજીત કાવતરુ રચી ખોટા સર્ટિફિકેટ અને ખોટા સિક્કા બનાવ્યા હોવા અંગે તપાસ કરવાના મુદ્દાને ઘ્યાને લેતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તમામ છ આરોપીના 14 નવેમ્બર સુધીના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા.
અમદાવાદના બોપલ પોલીસ ઓનલાઇન ટ્રેડિંગ ફ્રોડમાં વીઆઈપી સુવિધા આપવાના બહાને 1.43 કરોડથી વધુ રકમની છેતરપિંડી કેસમાં બોપલ પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી સાહિલ ચૌહાણ , ઇલ્યાસ ઉર્ફે લાદેન પરમાર,ઝુબેર કુરેશી, મોહીલ સુમરા, ગુંજન સરધારા ,શ્યામા પંચાસરા દ્વારા પૂર્વ નિયોજિત કાવતરું રચી કરોડો રૂપિયાની છેતરપિંડી હાજરી હોવાથી તે અંગે વધુ પૂછપરછ માટે બોપલ પોલીસે આરોપીઓને રિમાન્ડ માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા.
VIP સુવિધા આપવાના બહાને કરોડો રુપિયાની છેતરપિંડી
બોપલ પોલીસ તરફે હાજર રહેલા સરકારી વકીલ તુષાર બારોટ દ્વારા મહત્વના રિમાન્ડના મુદ્દાઓ રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. રિમાન્ડના અગત્યના કારણો અંગે રજૂઆત કરાઈ હતી કે મોતીલાલ ઓસ્વાલ ગ્રુપમાં સભ્ય તરીકેનું આરોપીઓએ ખોટું સર્ટિફિકેટ અને સિક્કો બનાવી આ છેતરપિંડી હાજરી છે જે ક્યાં બનાવ્યુ ? આ સિવાય આરોપીઓ એકબીજાથી છેલ્લા કેટલાય સમયથી પરિચિત હોય પૂર્વ નિયોજિત કાવતરું રચીને પોલીસ તપાસમાં સહકાર નહિ આપી સમય પસાર કરી રહ્યા છે.
14 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર
પોલીસે વધુ તપાસ માટે આરોપીઓએ ગુનામાં ઉપયોગ કરેલા અલગ અલગ બેન્ક એકાઉન્ટની વિગતો મેળવવાની બાકી છે. આ સિવાય ગુનામાં ઉપયોગમાં લેવાયેલ બેક એકાઉન્ટ મારફતે રૂપિયા ટ્રાન્સફર કરી રોકડ રકમ પણ મેળવેલી છે તે એકાઉન્ટની ખરાઈ કરી રોકડ કબજે લેવા આરોપીઓને સાથે રાખી પૂછપરછ કરવી જરૂરી છે.
આ સિવાય અન્ય બેન્ક એકાઉન્ટ અંગે પણ વિગતો મેળવવા આરોપીઓની પૂછપરછ જરૂરી છે. જોકે આરોપીઓને વકીલ તરફથી મોબાઈલ સીમકાર્ડ અંગેની માહિતી મેળવવા કે સીસીટીવી ફૂટેજની કરાઈ કરવા આરોપીઓની જરૂરિયાત ન હોવાની રજૂઆત કરવામાં આવી હતી. કોર્ટે બંને પક્ષોની રજૂઆતને ધ્યાને લઈ જય આરોપીઓને 14 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.