‘સોઢી’ને લઈને આવ્યું ફરી મોટું અપડેટ, મુંબઈ એરપોર્ટ પહોચવા આ વ્યક્તિની લીધી હતી મદદ, જાણો કોણ છે?

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર એક્ટર ગુરુચરણ સિંહના ગાયબ થયા બાદ તેમનાથી જોડાયેલા ઘણા સમાચાર સામે આવી રહ્યા છે. જો કે, રોશનના પરિવાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી.

'સોઢી'ને લઈને આવ્યું ફરી મોટું અપડેટ, મુંબઈ એરપોર્ટ પહોચવા આ વ્યક્તિની લીધી હતી મદદ, જાણો કોણ છે?
Sodhi Missing
Follow Us:
| Updated on: Apr 30, 2024 | 12:41 PM

પ્રખ્યાત ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના રોશન સોઢીના એટલે કે અભિનેતા ગુરચરણ સિંહ છેલ્લા 7 દિવસથી ગાયબ છે. ગુરુચરણ સિંહના પિતા હરગીત સિંહે દિલ્હી પોલીસમાં તેમના પુત્રના ગુમ થવાની ફરિયાદ નોંધાવી છે.  પોલીસે પણ અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.  ગુરુચરણ સિંહ 22મી એપ્રિલે મુંબઈ આવવાના હતા.

આ માટે તેમણે એક વ્યક્તિને મુંબઈ એરપોર્ટ પર લેવા આવવા માટે રિકવેસ્ટ કરી હતી, જે એરપોર્ટ પર ગુરચરણને લેવા પહોચ્યાં પણ ગુરચરણ મુંબઈ એરપોર્ટ પહોચ્યાં જ ન હતાં. ત્યારે આ એ જ વ્યક્તિ છે કે જે અગાઉ ગુરચરણને મુંબઈથી દિલ્હી જવા માટે એરપોર્ટ પર ડ્રોપ કર્યો હતો. ત્યારે કોણ છે તે જાણો અહીં.

RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો

દિલ્હી જવા મુંબઈ એરપોર્ટ પર આ વ્યક્તિ સોઢીને મુકી ગઈ

ઈન્ટરનેટ પર વાયરલ થયેલા એક ઓડિયો ક્લિપ મુજબ તે બીજુ કોઈ નહીં પણ ગુરચરણની મિત્ર ભક્તિ સોની છે. ભક્તિ સોનીની ઓડિયો ક્લિપમાં તેણે કહ્યું છે કે તે ગુરુચરણ સિંહની ‘ફેમિલી ફ્રેન્ડ’ છે. ગુરચરણની માતા તેના પુત્રને ખૂબ જ મિસ કરી રહી હતી.  તેના પિતાનો જન્મદિવસ પણ એપ્રિલમાં હતો. આ કારણોસર અભિનેતાએ દિલ્હી જવાનો પ્લાન બનાવ્યો હતો. જ્યારે ગુરુચરણ ભક્તિને ગોરેગાંવ પૂર્વના ગોકુલધામમાં કૃષ્ણ મંદિરમાં મળ્યો ત્યારે તેણે ભક્તિને કહ્યું કે તે તેના માતા-પિતાને મળવા દિલ્હી જઈ રહ્યો છે.

આ દરમિયાન તેણે ભક્તિને એરપોર્ટ પર ડ્રોપ કરવાની વિનંતી પણ કરી હતી. તે સમયે ભક્તિએ ગુરુચરણને યાદ કરાવ્યું હતું કે, તેમણે તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે છેલ્લા કેટલાક સમયથી તેનું બ્લડ પ્રેશર હાઈ થઈ રહ્યું હતું.

દિલ્હી પહોચ્યો ત્યારે ભક્તિ સાથે છેલ્લીવાર વાત કરી

ભક્તિએ એમ પણ કહ્યું, “મને યાદ છે કે જ્યારે અમે ગયા ગુરુવારે મળ્યા ત્યારે મેં તેને ખવડાવ્યું હતું. તે પહેલા તેણે 4 દિવસ સુધી ભોજન લીધું ન હતું. તે માત્ર પાણી પી રહ્યો હતો. મારી વિનંતી પર, તેમણે ગુરુજીના આશ્રમમાં રાત્રિભોજન કર્યું. પરંતુ ખોરાક ખાધા પછી તેના પેટમાં દુખાવો થવા લાગ્યો.

તબિયત ખરાબ હોવા છતાં તેઓ દિલ્હી જવા માંગતા હતા. મેં જ તેને એરપોર્ટ પર ઉતાર્યો હતો. જ્યારે તે 8.15 વાગ્યે દિલ્હી પહોંચ્યો ત્યારે તેણે મને જાણ કરી કે તે દિલ્હી પહોંચી ગયો છે. તે કોલ પછી અમારી વચ્ચે આ છેલ્લીવાર વાત થઈ હતી પછી કોઈ વાત કરી ન હતી.

જાણો કોણ છે ભક્તિ સોની?

જો કે આ વાયરલ ઓડિયો ક્લિપમાં ભક્તિ કહી રહી છે કે તે ગુરુચરણ સિંહની પારિવારિક મિત્ર હતી. પરંતુ સૂત્રો પાસેથી TV9 હિન્દી ડિજિટલને મળેલી માહિતી અનુસાર, ભક્તિ સોની ગુરુચરણ સિંહની ‘ખાસ મિત્ર’ હતી. બંને ઘણીવાર સાથે સમય વિતાવતા હતા. વ્યવસાયે ઇવેન્ટ મેનેજર ભક્તિ એક પ્રોજેક્ટના સંબંધમાં ગુરુચરણને મળી હતી. આ દરમિયાન બંને વચ્ચે સારી મિત્રતા બંધાઈ ગઈ. માત્ર ઈવેન્ટ્સમાં જ નહીં પરંતુ ઘણી સાર્વજનિક જગ્યાઓ પર પણ બંને સાથે જોવા મળ્યા છે.

Latest News Updates

ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
g clip-path="url(#clip0_868_265)">