Exclusive: અસિત મોદી અને જેનિફર મિસ્ત્રીના વિવાદ પર જાણો ભીડે માસ્ટરે શું કહ્યું
Bhide Master Supports Asit Modi: જેનિફર મિસ્ત્રીએ આરોપ લગાવ્યા બાદ હવે અસિત મોદી અને તેમની પ્રોડક્શન ટીમે અભિનેત્રી પર નિશાન સાધ્યું છે. આ સિરિયલના કલાકારો પણ નિર્માતાને સાથ આપી રહ્યા છે.
Mandar Chandwadkar On TMKOC: સોની સબ ટીવીના શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને લઈને ચાલી રહેલા વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યા. શોને અલવિદા કહેનારા કેટલાક કલાકારોએ સિરિયલના નિર્માતા અસિત મોદી અને તેમની ટીમ પર અનેક આરોપો લગાવ્યા છે. હાલમાં જ આ સિરિયલમાં રોશનનું પાત્ર ભજવતી અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ નિર્માતા અને પ્રોડક્શન ટીમના લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જો કે, હવે આ સીરિયલમાં આત્મારામ તુકારામ ભીડેનું પાત્ર ભજવનાર અભિનેતા મંદાર ચાંદવડકરે આ સમગ્ર મામલે ખુલીને વાત કરી છે.
આ પણ વાંચો : TMKOC મિસિસ સોઢીએ અસિત મોદી પર લગાવ્યો જાતીય સતામણીનો આરોપ!, જાણો કોણ છે જેનિફર મિસ્ત્રી, જુઓ Photos
જાણો મંદાર કેમ છે દુખી
મંદારે કહ્યું કે, મને આશ્ચર્ય થઈ રહ્યો છે અને આ વાતનું મોટું દુખ છે. આવા આરોપ કેમ લગાવવામાં આવી રહ્યા છે અને આટલા વર્ષની રાહ જોયા બાદ હવે કેમ આવું કહેવામાં આવી રહ્યું છે. ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી આત્મારામ તુકારામ ભીંડેનું પાત્ર નિભાવનાર મંદાર ચાંદવડકર આગળ કહે છે કે, કેટલાક વર્ષ સુધી કામ કરનાર લોકોના વિચારો અલગ હોઈ શકે છે. આમને-સામને વિવાદ થઈ શકે છે પરંતુ તેનો આરોપ લગાવી શકતા નથી.
શું છે સમગ્ર મામલો
સોની સબની ફેમસ સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ દિવસોમાં ખરાબ કારણોસર ચર્ચામાં છે. આ સીરિયલમાં મહત્વની ભૂમિકા ભજવનાર શૈલેષ લોઢાએ થોડા સમય પહેલા જ શો છોડી દીધો હતો. શૈલેષ લોઢા પછી હવે રોશન સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ પણ આ શોને અલવિદા કહી દીધું છે. જેનિફરે શોના નિર્માતા અસિત કુમાર મોદી પર પણ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. તેણે અસિત મોદી અને તેની પ્રોડક્શન ટીમના બે લોકો વિરુદ્ધ મુંબઈના પવઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો