Dance Deewane 4 : ત્રણ વખત રિજેક્ટ, તો પણ હાર ન માની, ચૈનવીરની સ્ટ્રગલ જોઈને માધુરી દીક્ષિત થઈ ઈમોશનલ

અત્યાર સુધી કોઈ કોરિયોગ્રાફર જજે કલર્સના રિયાલિટી શો 'ડાન્સ દીવાને'ની સીઝન 4માં ભાગ લીધો નથી. બોલિવૂડના બે પ્રખ્યાત કલાકારો માધુરી દીક્ષિત અને સુનીલ શેટ્ટી આ શોને એકસાથે જજ કરી રહ્યા છે. સુનીલ શેટ્ટીનો આ પહેલો ડાન્સ રિયાલિટી શો છે, જે સામાન્ય રીતે એક્શન રિયાલિટી શો હોસ્ટ કરવામાં રસ ધરાવે છે.

Dance Deewane 4 : ત્રણ વખત રિજેક્ટ, તો પણ હાર ન માની, ચૈનવીરની સ્ટ્રગલ જોઈને માધુરી દીક્ષિત થઈ ઈમોશનલ
chainveer singh
Follow Us:
| Updated on: Feb 13, 2024 | 7:06 AM

15 વર્ષના ચૈનવીર સિંહે ડાન્સ દીવાનેમાં ત્રણ વખત નસીબ અજમાવ્યું છે. ઓડિશન રાઉન્ડમાં જ દરેક વખતે માધુરી દીક્ષિતે તેને રિજેક્ટ કર્યો હતો. પરંતુ તેમ છતાં જયપુરના ચૈનવીર સિંહે હાર સ્વીકારી ન હતી. ચૈનવીરની માતાનું સપનું હતું કે તેનો પુત્ર ડાન્સર બને અને તેથી જ 3જી સિઝનમાં રિજેક્ટ થવા છતાં તે ડાન્સ દીવાનેની ચોથી સિઝનમાં સામેલ થવા માટે ઓડિશન આપવા આવ્યો હતો.

ડાન્સ પર્ફોર્મન્સથી ઈમ્પ્રેસ કર્યા

ચૈનવીરે માત્ર માધુરી જ નહીં પરંતુ સુનીલ શેટ્ટીને પણ પોતાના ડાન્સ પર્ફોર્મન્સથી ઈમ્પ્રેસ કર્યા હતા. તેમના વખાણ કરતાં ‘ધક ધક ગર્લે કહ્યું છે કે, આ વખતે તમે નસીબથી નહીં પરંતુ યોગ્ય રીતે અહીં પહોંચ્યા છો અને અમે તમારું આ પરિવારમાં સ્વાગત કરીએ છીએ.’

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ચૈનવીરના માતા-પિતા પણ આવ્યા

આ ઓડિશનમાં તેને સપોર્ટ કરવા માટે ડાન્સ દીવાનેના સ્ટેજ પર ચૈનવીરના માતા-પિતા પણ આવ્યા હતા. તેમની માતાએ કહ્યું કે, “હું ખુશ છું કે મારો પુત્ર આખરે આગળ વધી રહ્યો છે. બધાનું ખરુ-ખોટું સાંભળીને હું પરેશાન થઈ ગયો હતો. પરિવારના સભ્યો મને ખૂબ સંભળાવતા હતા. તેની પસંદગી નહીં થાય તેવું કહેવામાં આવ્યું હતું. તેના કરતા તો તમે તેને ડૉક્ટર અથવા શિક્ષક બનાવો. એક જ છોકરો હતો જે પણ તમે બગાડી દીધો.”

(Credit Source : @ColorsTV)

માધુરી દીક્ષિત થઈ ઈમોશનલ

તેની માતાની વાતને આગળ વધારતા, ચૈનવીરે કહ્યું કે, “સીઝન 3 થી રિજેક્ટ થયા પછી મેં સીઝન 4 માટે તૈયારી કરવાનું શરૂ કર્યું. પરંતુ આ દરમિયાન મારા પગમાં ઈજા થઈ હતી. ડૉક્ટરે કહ્યું કે તમે જે પણ કરી રહ્યા છો, તે તમે કરી શકશો નહીં. ઓપરેશન પછી એક વર્ષ સુધી તમારે કંઈ કરવાનું નથી. હું સાવ ભાંગી પડ્યો હતો. પરંતુ અમે ઓપરેશન કર્યું અને મારી માતાએ ત્રણ મહિનામાં મને મારા પગ ઉપર ઉભો કરી દીધો.

ચૈનવીરે કહ્યું કે, આજે મારા કારણે પ્રથમ વખત મારા માતા-પિતા અહીં ફ્લાઈટમાં બેસીને આવ્યા છે.” ચૈનવીર સિંહની આ સ્ટ્રગલ સ્ટોરી સાંભળીને માધુરી દીક્ષિત અને સુનીલ શેટ્ટી બંને ઈમોશનલ થઈ ગયા હતા.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">