Kangna Ranaut ને દલાઈ લામા અને બાઈડેનની મજાક ઉડાવવી પડી ભારે, લોકોએ ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું
કંગનાએ તેની ઇન્સ્ટૉરીમાં લખ્યું છે- બૌદ્ધ લોકોનું એક જૂથ મારી પાલી હિલ ઑફિસની બહાર વિરોધ કરી રહ્યું છે. મેં શેર કરેલા મેમથી કોઈની લાગણી દુભાવી ન જોઈએ. બાઈડન અને દલાઈ લામા વચ્ચેની મિત્રતાની વાત તો માત્ર મજાક હતી. કૃપા કરીને મારી ભાવનાને ખોટી ન સમજો.
અભિનેત્રી કંગના રનૌત સોશિયલ મીડિયા પર એક મીમ શેર કર્યા બાદ મુશ્કેલીમાં મુકાઈ છે. જેને લઈને કંગનાનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. વાસ્તવમાં થોડા સમય પહેલા તિબેટના ધાર્મિક નેતા દલાઈ લામાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ એક બાળકને ચુંબન કરવાનું કહી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ ઘણો વિવાદ થયો હતો.
કંગનાની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન
દલાઈ લામાએ આ માટે માફી પણ માંગી હતી. આ વીડિયો પર ઘણા મીમ્સ પણ બનાવવામાં આવ્યા હતા. એક મીમમાં દલાઈ લામાની જગ્યાએ યુએસ પ્રમુખ જો બિડેનનો ચહેરો લગાવવામાં આવ્યો હતો અને આ મીમને કંગનાએ પણ ટ્વીટ કર્યુ હતુ. આ વીડિયો શેર કરતી વખતે કંગનાએ લખ્યું- ‘હમ્મ, બંનેને એક જ બીમારી છે. ચોક્કસ બંને મિત્રો બની શકે છે. કેટલાક લોકોને કંગનાની આ વાત પસંદ આવી નથી આવી.જે બાદ હવે કંગનાને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક લોકોએ કંગનાની પાલી હિલ ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે કંગનાએ આ અંગે સ્પષ્ટતા પણ રજૂ કરી છે.
કંગના રનૌત ઇન્સ્ટાગ્રામ સ્ટોરી
કંગનાએ તેની ઇન્સ્ટૉરીમાં લખ્યું છે- બૌદ્ધ લોકોનું એક જૂથ મારી પાલી હિલ ઑફિસની બહાર વિરોધ કરી રહ્યું છે. આપ્યા છે. મેં શેર કરેલા મેમથી કોઈની લાગણી દુભાવી ન જોઈએ. બિડેન અને દલાઈ લામા વચ્ચેની મિત્રતા માત્ર મજાક હતી. કૃપા કરીને મારી ભાવનાને ખોટી ન સમજો.
કંગનાએ આગળ લખ્યું છે કે તે બુદ્ધના ઉપદેશોમાં વિશ્વાસ રાખે છે. અભિનેત્રીએ દલાઈ લામાની સેવાઓ અને લોકોને પ્રેરણા આપનારા વિચારોને સલામ કરી છે. કંગનાએ ધરણા પર બેઠેલા લોકોને અપીલ કરી છે અને કહ્યું છે કે હું કોઈનું ખરાબ નથી કહી રહી. તમે લોકો આટલી ગરમીમાં ઊભા ન રહો, તમારા ઘરે જઈને આરામ કરો.
કંગનાને માંગવી પડી માફી
કંગનાએ આ રીતે પોતાની વાત કહી અને માફી પણ માંગી. જો કે, આ પહેલીવાર નથી જ્યારે કંગનાને લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હોય. કંગના અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. ફિલ્મોની વાત કરીએ તો અભિનેત્રી ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ ‘ઇમરજન્સી’માં જોવા મળશે. આ ફિલ્મમાં કંગના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો રોલ કરી રહી છે. આ ફિલ્મ મણિકર્ણિકા ફિલ્મ્સના બેનર હેઠળ બની રહી છે.