Jhalak Dikhhla Jaa 11: માતા- પિતા બાદ હવે 8 મહિનાના રુહાને પણ કર્યું ટીવી ડેબ્યૂ, ભાવુક થયા દીપિકા-શોએબ
ઝલક દિખલા જા 11 ના સ્ટેજ પર આ વીકએન્ડ મેકર્સ તમામ કન્ટેસ્ટેન્ટને તેમના પરિવારના સભ્ય સાથે ડાન્સ કરવાની તક આપવામાં આવશે. આ ખાસ અવસર પર શોએબ ઈબ્રાહિમના પુત્ર રુહાન તેનું ટીવી ડેબ્યૂ કરશે. તેના પર્ફોમન્સમાં દીપિકા અને શોએબ તેમની માતા-પિતા બનવાની સફરને ડાન્સ દ્વારા રજૂ કરશે.
મલાઈકા અરોરાના ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’ ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે અને બે વીક બાદ આ શો તેના વિનરની જાહેરાત કરશે. ઝલક દિખલા જાના લેટેસ્ટ એપિસોડમાં કન્ટેસ્ટેન્ટ તેમના પરિવાર સાથે પર્ફોમન્સ કરતા જોવા મળશે. આ એપિસોડમાં શોએબ ઈબ્રાહિમ માટે ખૂબ જ ખાસ હશે, કારણ કે તેના 8 મહિનાના રુહાન ‘ઝલક દિખલા જા’ની સાથે તેનું ટેલિવિઝન ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. માત્ર શોએબ જ નહીં ઝલકના તમામ કન્ટેસ્ટેન્ટ રુહાનનું આ રિયાલિટી શોના સ્ટેજ પર ‘ગ્રાન્ડ વેલકમ’ કરવાના છે.
રુહાન તેની માતા દીપિકા કક્કડ સાથે મળીને પિતા શોએબના પર્ફોમન્સમાં સાથ આપશે. હાલમાં જ આ ડાન્સ પર્ફોમન્સની જાણકારી ફેન્સ સાથે શેર કરતાં શોએબે ફેન્સને ‘ઝલક દિખલા જા 11’નો લેટેસ્ટ એપિસોડ જોવાની અપિલ કરી છે. શોએબનું કહેવું છે કે આ એપિસોડના તેના દિલની ખૂબ જ નજીક છે. ‘અજુનિ’ એક્ટરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું છે કે ‘મારા ઝલકના આ સફરનો સૌથી સ્પેશિયલ એક્ટ છે. કંઈ વધુ નહી કહું, પરંતુ તમે આ એક્ટ જરુર જોવો, તમને બધાને આ એક પિતાની રિક્વેસ્ટ છે અને સૌથી નાની વાત આ વખતે તમે મને 2 દિવસ વોટ કરી શકો છો. એટલે કે શનિવાર અને રવિવારે રાતે 9:30 વાગ્યાથી 12 વાગ્યા સુધી સોની લિવ એપ પર. પ્લીઝ વોટ કરો. તમારા બધાનો આભાર, મને અહીં સુધી પહોંચાડવા માટે.’
Shoaib aur Dipika ki heartwarming performance aur nanhe se surprise ne jeeta sabka dil!
Dekhiye #JhalakDikhhlaJaa, Sat-Sun raat 9:30 baje sirf #SonyEntertainmentTelevision par. #MalaikaArora @TheFarahKhan @arshad_warsi @Shoaib_Ibrahim1 #ManishaRani #AdrijaSinha @ShivThakare9… pic.twitter.com/60ydojjEQy
— sonytv (@SonyTV) February 15, 2024
ભાવુક થયા જજ
જે રીતે સોની ટીવીના પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે, દીપિકા અને કોરિયોગ્રાફર અનુરાધા સાથે મળીને શોએબ જે ડાન્સિંગ પર્ફોમન્સ કરશે, જે જોઈને જજ ઈમ્પ્રેસ થઈ જશે. ફરાહ ફાન, મલાઈકા અરોરા અને અરશદ વારસી શોએબનું આ ડાન્સિંગ પર્ફોમન્સ જોઈને ભાવુક જઈ જશે. ફરાહ ખાન શોએબના વખાણ કરતાં કહેશે કે ‘પર્ફોમન્સના અંતમાં છેવટે તે રડાવી દીધા.’
આ પણ વાંચો: વરુણ ધવન ટૂંક સમયમાં બનશે પિતા, એક્ટર નતાશાના બેબી બમ્પને કિસ કરતો મળ્યો જોવા
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો