Happy Birthday Taapsee Pannu: અભિનેત્રી બનતા પહેલા એન્જિનિયરની જોબ કરતી હતી તાપસી, આજે છે કરોડોની કંપનીની માલીક
1 ઓગસ્ટને આજે તાપસીનો જન્મદિવસ છે. ફેન્સ પણ અભિનેત્રીના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ત્યારે આ ખાસ અવસર પર અમે તમને અભિનેત્રી સાથે જોડાયેલી કેટલીક ખાસ વાત જણાવવા જઈ રહ્યા છીએ.
Taapsee Pannu Birthday: બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુની પહેલી હિન્દી ફિલ્મ ‘ચશ્મે બદ્દૂર’ હતી, જે વર્ષ 2013માં રિલીઝ થઈ હતી. આ પછી અભિનેત્રીએ ‘પિંક’, ‘થપ્પડ’ અને ‘મુલ્ક’ જેવી ફિલ્મોથી લોકોનું મનોરંજન કર્યું છે અનેક એકથી એક જબરદસ્ત ફિલ્મો આપી છે.
ત્યારે 1 ઓગસ્ટને આજે તાપસીનો જન્મદિવસ છે. ફેન્સ પણ અભિનેત્રીના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ત્યારે આ ખાસ અવસર પર અમે તમને અભિનેત્રી સાથે જોડાયેલી કેટલીક ખાસ વાત જણાવવા જઈ રહ્યા છીએ.
અભિનેત્રીનો જન્મ
તમને જણાવી દઈએ કે અભિનેત્રી તાપસી પન્નુનો જન્મ 1 ઓગસ્ટના રોજ દિલ્હીના એક શીખ પરિવારમાં થયો હતો. ઉપરાંત, અભિનેત્રી તેની વ્યાવસાયિક કારકિર્દી માટે ખૂબ જ ગંભીર છે. એટલું જ નહીં અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આ સાથે તે દેશ સાથે જોડાયેલા મુદ્દાઓ પર પણ પોતાનો અભિપ્રાય રાખે છે. જણાવી દઈએ કે તાપસી અભ્યાસ અને લેખનમાં ઘણી સારી છે.
અભિનેત્રી બનતા પહેલા સોફ્ટવેર એન્જિનિયરની હતી
અભિનેત્રીએ દિલ્હીથી એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. એન્જિનિયરિંગ પછી તાપસીએ થોડા સમય માટે સોફ્ટવેર એન્જિનિયર તરીકે એક ફર્મમાં પણ કામ કર્યું છે. એટલું જ નહીં પરંતુ આ દરમિયાન અભિનેત્રીએ FontSwap નામની એપ પણ વિકસાવી. આ પછી, અભિનેત્રીએ મોડેલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો અને પછી ફિલ્મો તરફ વળી.
સાઉથની ફિલ્મોથી કરિયરની શરૂઆત
જણાવી દઈએ કે તાપસીએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત સાઉથની ફિલ્મોથી કરી હતી. અભિનેત્રીએ હિન્દી પહેલા તેલુગુ, તમિલ અને મલયાલમ ત્રણેય ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે. તે જ સમયે, વર્ષ 2013માં, તાપસીએ ફિલ્મ ‘ચશ્મે બદ્દૂર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જણાવી દઈએ કે અભિનેત્રીએ ‘મનમર્ઝિયાં’, ‘બદલા’, ‘પિંક’, ‘મિશન મંગલ’, ‘થપ્પડ’, ‘હસીન દિલરૂબા’ જેવી ફિલ્મોમાં પોતાનું કૌશલ્ય બતાવ્યું છે.
તાપસીને પોતાનો બિઝનેસ
તાપસી એક NFT પ્લેટફોર્મ ધરાવે છે જે taapseeclub.com તરીકે ઓળખાય છે. આ NFT પ્લેટફોર્મ સભ્યપદ ઓફર કરે છે અને સબ્સ્ક્રાઇબર્સને વિશિષ્ટ ભેટો જીતવાની તક મળે છે. આ સિવાય તાપસી ધ વેડિંગ ફેક્ટરી નામની ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીની પણ માલિક છે. કંપની કોર્પોરેટ ઇવેન્ટ્સ, હોલિડે પાર્ટીઓ અને નેટવર્કિંગ મીટિંગ્સ માટે સેવાઓ પ્રદાન કરે છે. જો કે, નામ સૂચવે છે તેમ તે હાઇ-પ્રોફાઇલ લગ્નોનું આયોજન કરે છે.
અભિનેત્રીની નેટવર્થ
અહેવાલો અનુસાર તાપસી પન્નુની નેટવર્થ $6 મિલિયન એટલે કે લગભગ રૂ. 50 કરોડ હોવાનો અંદાજ છે. તાપસીની મુખ્ય કમાણી તેના અભિનયમાંથી આવે છે, જ્યારે તેણી તેના વ્યવસાય સાહસો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સમાંથી પણ કમાણી કરે છે. પન્નુ 10 મોટી બ્રાન્ડ્સને સમર્થન આપે છે, જેમાં ગાર્નિયર કલર નેચરલ, મેલેન્જ બાય લાઈફસ્ટાઈલ, નિવિયા, લિરા અને ઘણી બધી બ્રાન્ડનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, તે પ્રતિ ફિલ્મ રૂ. 1 કરોડથી રૂ. 2 કરોડ ચાર્જ કરે છે અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી વાર્ષિક રૂ. 2 કરોડની કમાણી કરે છે.