AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanjay Dutt Love Affairs : 308 ગર્લફ્રેન્ડમાંથી આ 8 બોલિવૂડ અભિનેત્રીઓ સાથે સંજય દત્તનું સિરિયસ અફેર, નંબર-4 જાણીને તમને થશે આશ્ચર્ય-જુઓ Video

Sanjay Dutt Love Affairs : સંજુ બાબા 'ગેંગસ્ટર', 'ઠગ્સ' અને પોલીસ ઓફિસરની ભૂમિકા માટે સૌથી વધુ પ્રશંસા મેળવી છે. સંજય દત્તની બાયોપિક 'સંજુ' રીલિઝ થઈ, જેથી લોકોને તેના ભૂતકાળ વિશે ઘણું જાણવાનો મોકો મળ્યો.

Sanjay Dutt Love Affairs : 308 ગર્લફ્રેન્ડમાંથી આ 8 બોલિવૂડ અભિનેત્રીઓ સાથે સંજય દત્તનું સિરિયસ અફેર, નંબર-4 જાણીને તમને થશે આશ્ચર્ય-જુઓ Video
Sanjay Dutt Love Affairs
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2023 | 1:21 PM
Share

સંજય દત્ત આજે 29મી જુલાઈએ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સંજય દત્ત એક ભારતીય અભિનેતા અને નિર્માતા છે જે બોલિવૂડમાં તેના મજબૂત અભિનય માટે જાણીતો છે. તેણે 1981માં ફિલ્મ ‘રોકી’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું અને અત્યાર સુધીમાં તેણે 187થી વધુ બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. સંજય દત્તે ઘણી હિટ ફિલ્મો આપીને મુખ્ય અભિનેતા તરીકે સફળતા મેળવી છે. તેણે લગભગ દરેક શૈલીની ફિલ્મોમાં મુખ્ય પાત્ર ભજવ્યું છે, પરંતુ તેણે ‘ગેંગસ્ટર’, ‘ઠગ્સ’ અને પોલીસ ઓફિસરની ભૂમિકા માટે સૌથી વધુ પ્રશંસા મેળવી છે.

આ પણ વાંચો : Sanjay Dutt Happy Birthday : સંજય દત્તનું ફિલ્મી જીવન, બ્લાસ્ટ કેસમાં ફસાઈને ગયા જેલમાં, કેન્સરથી જીત્યા, પરિવારમાં પણ રહી ઉથલપાથલ

સંજુ રિલીઝ થઈ જેથી લોકોને તેના ભૂતકાળ વિશે ઘણું જાણવાનો મોકો મળ્યો. તે સમયે ખુલાસો થયો હતો કે, સંજુના જીવનમાં 308 ગર્લફ્રેન્ડ રહી છે, પરંતુ સંજય દત્તના જન્મદિવસના અવસર પર જાણો તેના 8 પ્રેમ સંબંધો વિશે…

ટીના મુનીમ

ટીના મુનીમ જ્યારે અભિનેત્રી હતી ત્યારે તેનું સંજય દત્ત સાથે અફેર હતું. બંને બાળપણના મિત્રો હતા અને ફિલ્મ ‘રોકી’માં સંજયની સાથે ટીનાની જોડી હતી. રિપોર્ટ્સ અનુસાર, સંજય અને ટીનાએ ‘રોકી’ દરમિયાન ડેટિંગ શરૂ કરી હતી. માત્ર ડેટિંગ જ નહીં પરંતુ લગ્ન બાદ બંને અલગ થઈ ગયા હોવાની અફવા છે. ટીનાએ સંજયને છોડી દીધો કારણ કે તે ખૂબ જ દારૂ પીતો હતો.

રેખા

સંજય દત્ત અને રેખા 1984માં ફિલ્મ ‘ઝમીન આસમાન’નું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેમના અફેરના સમાચાર સામે આવ્યા હતા. તે જ સમયે રેખાનું નામ અમિતાભ બચ્ચન સાથે પણ જોડાયું હતું. તે દરમિયાન એવા સમાચાર આવ્યા હતા કે રેખા અને સંજય લગ્ન કરવા જઈ રહ્યા છે અને બંને શહેરની બહાર જવાના છે. તે સમયે એવી પણ અફવા ઉડી હતી કે અમિતાભને ઈર્ષ્યા કરાવવા રેખાનું સંજય સાથે અફેર હતું.

રિચા શર્મા

સંજયની પહેલી પત્ની રિચા શર્માની મુલાકાત ફિલ્મ વખતે થઈ હતી. જ્યારથી સંજયે લોકલ મેગેઝિનમાં રિચાની તસવીર જોઈ, ત્યારથી તે તેના માટે પાગલ બની ગયો હતો. રિચા 1987માં ફિલ્મ ‘આગ હી આગ’નું શૂટિંગ કરી રહી હતી ત્યારે સંજયે તેને પ્રપોઝ કર્યું હતું. જો કે તે સમયે રિચાએ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. પરંતુ સંજય તેને જવાબ આપવા માટે વારંવાર ફોન કરતો હતો. આખરે રિચાએ તેને હા પાડી. બંનેએ 1987માં લગ્ન કર્યા હતા. 1988માં તેમને ત્રિશાલા નામની દીકરી હતી અને દીકરીના જન્મના બે વર્ષ પછી તેમને ખબર પડી કે રિચાને બ્રેઈન ટ્યૂમર છે. આ પછી બંને અલગ થઈ ગયા અને રિચા 10 ડિસેમ્બર 1996ના રોજ ન્યૂયોર્કમાં તેના માતા-પિતાના ઘરે મૃત્યુ પામી.

માધુરી દીક્ષિત

વર્ષ 1998માં સંજય દત્ત અને માધુરીએ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું પરંતુ 1991માં ‘સાજન’ના શૂટિંગ દરમિયાન સંજય દત્ત અને માધુરી દીક્ષિત નજીક આવ્યા હતા. ફિલ્મમાં રોમાન્સ કરતી વખતે તેઓ વાસ્તવિક જીવનમાં પ્રેમમાં પડ્યા હતા. બોલિવૂડમાં બંનેના અફેરની ચર્ચા થવા લાગી અને બંને લગ્ન કરવા માંગતા હતા. પરંતુ માધુરીના પિતા આ સંબંધની વિરુદ્ધ હતા, કારણ કે સંજય તે સમયે પરિણીત હતો અને તેને એક પુત્રી પણ હતી. એવું કહેવાય છે કે જ્યારે 1993ના બોમ્બે બોમ્બ બ્લાસ્ટમાં સંજયનું નામ સામે આવ્યું ત્યારે માધુરી પોતે તેનાથી અલગ થઈ ગઈ હતી.

લીજા રે

સંજય અને લિજા રિલેશનશિપમાં હતા. કારણ કે સંજય તેની પત્નીના મૃત્યુ બાદ ડિપ્રેશનમાં હતો. આ સમયે મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસ પણ ચાલી રહ્યો હતો, જેના કારણે તે જેલમાં બંધ હતો. જો કે સંજયે ક્યારેય આ સંબંધ વિશે વાત કરી નથી. તેમની લવ લાઈફ સારી ન ચાલી અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું.

રિયા પિલ્લઈ

માધુરી દીક્ષિતથી અલગ થયા બાદ સંજય દત્ત મોડલ રિયા પિલ્લઈને મળ્યો હતો. રિયા 13 મહિનાની જેલવાસ દરમિયાન સંજયની નજીક આવી હતી. તે સંજયને મળવા માટે જેલમાં પણ જતી હતી. વર્ષ 1998માં સંજયે રિયા પિલ્લઈ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું અને બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા. થોડા સમય માટે બધું બરાબર ચાલ્યું ત્યાં સુધી કે એવા સમાચાર આવ્યા કે સંજય દત્તનું ક્યાંક બહાર અફેર છે. થોડા વર્ષો અલગ રહ્યા બાદ 2005માં બંનેના છૂટાછેડા થઈ ગયા.

નાદિયા દુર્રાની

એવું જાણવા મળ્યું હતું કે નાદિયા સંજયને લાંબા સમય પહેલા ઓળખતી હતી જ્યારે રિયા તેના જીવનમાં પ્રવેશી પણ ન હતી. લગ્ન પછી પણ નાદિયા સાથે સંજયના સંબંધો ચાલુ રહ્યા. વર્ષ 2002માં બંનેએ ફિલ્મ ‘કાંટે’માં સાથે કામ કર્યું હતું અને નાદિયાના કારણે સંજય અને રિયાના લગ્ન પણ તૂટી ગયા હતા. પરંતુ થોડા દિવસો પછી બંને અલગ થઈ ગયા અને તેની પાછળનું કારણ કોઈને ખબર નથી.

માન્યતા દત્ત

જે સમયે સંજય દત્ત નાદિયાને ડેટ કરી રહ્યો હતો, તે સમયે તેનું દિલ જુનિયર આર્ટિસ્ટ માન્યતા પર પણ આવી ગયું હતું જેનું નામ દિલનવાઝ શેખ હતું. સંજયે માન્યતા અને નાદિયા વચ્ચેના તફાવતની દુનિયા જોઈ. નાદિયાને લક્ઝરી પસંદ હતી, માન્યતા એક સાદી છોકરી હતી. જ્યારે પણ નાદિયા શહેરની બહાર જતી ત્યારે માન્યતા રસોડાની જવાબદારી સંભાળી લેતી. કહેવાય છે કે માણસના હ્રદયનો રસ્તો તેના પેટમાંથી પસાર થાય છે, અહીં પણ એવું જ થયું. બે વર્ષના અફેર પછી સંજય અને માન્યતાએ વર્ષ 2008માં ગોવાના તાજ એક્ઝોટિકા રિસોર્ટમાં લગ્ન કર્યા હતા. વર્ષ 2010માં તેમના ટ્વિન્સ શાહરાન અને ઇકરાનો જન્મ થયો.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">