Dhanush In Trouble: કેરળના દંપતીએ દાવો કર્યો ‘ધનુષ અમારો પુત્ર છે’, મદ્રાસ હાઈકોર્ટે અભિનેતાને પાઠવ્યું સમન્સ
કૈથીરેસન અને મીનાક્ષી દાવો કરે છે કે ધનુષ (Dhanush) તેમનો ત્રીજો પુત્ર છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવા માટે તેઓ પોતાનું વતન છોડીને ચેન્નાઈ ગયા.

ધનુષ (Dhanush) સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. ધનુષ ઘણીવાર પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં રહે છે, પરંતુ આજે ધનુષના લાઈમલાઈટમાં આવવાનું કારણ અલગ છે. મદ્રાસ હાઈકોર્ટે (Madras High Court) ધનુષ વિરુદ્ધ સમન્સ જાહેર કર્યું છે. હવે તમે વિચારી રહ્યા હશો કે ધનુષે એવું શું કર્યું કે તેની સામે સમન્સ જાહેર કરવામાં આવ્યું છે તો તમને જણાવી દઈએ કે એક કપલે દાવો કર્યો છે કે સુપરસ્ટાર ધનુષ તેમનો પુત્ર છે. ઓનલાઈન મીડિયા રિપોર્ટ્સ મુજબ કૈથીરેસન અને તેની પત્ની મીનાક્ષીનું કહેવું છે કે ધનુષ તેમનો પુત્ર છે.
મદ્રાસ હાઈકોર્ટે ધનુષને સમન્સ પાઠવ્યું
આ કેસ છેલ્લા ઘણા સમયથી કોર્ટમાં ચાલી રહ્યો છે અને તેના પર નિર્ણય આવવાનો બાકી છે. TOIના અહેવાલ મુજબ, કૈથીરેસને કોર્ટમાં દાખલ કર્યા બાદ કોર્ટે ધનુષને સમન્સ પાઠવ્યું હતું કે ધનુષે બનાવટી પિતૃત્વ પરિક્ષણના કાગળો રજૂ કર્યા હતા અને પોલીસ તપાસની માંગ કરી હતી.
ધનુષના વાસ્તવિક પિતા હોવાનો દાવો કરનારા કૈથીરેસને કોર્ટમાં અરજી દાખલ કરીને મદુરાઈ હાઈકોર્ટના 2020ના આદેશને રદ કરવાની માંગ કરી છે, જેમાં ધનુષ દ્વારા સબમિટ કરવામાં આવેલા બનાવટી દસ્તાવેજોના કોઈ પુરાવા નથી. હવે આ કેસમાં મદ્રાસ હાઈકોર્ટે ધનુષને સમન્સ જાહેર કર્યું છે.
તમને જણાવી દઈએ કે કૈથીરેસન અને મીનાક્ષી દાવો કરે છે કે ધનુષ તેમનો ત્રીજો પુત્ર છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવા માટે તેઓ પોતાનું વતન છોડીને ચેન્નાઈ ગયા. દંપતી ધનુષને તેમનો પુત્ર કહે છે, પરંતુ તેઓ માંગ કરે છે કે અભિનેતાના માતા-પિતા હોવાના કારણે તેમને દર મહિને 65 હજાર રૂપિયાનું વળતર આપવું જોઈએ. આ કેસ ઘણા વર્ષોથી કોર્ટમાં પેન્ડિંગ છે. જો કે કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અભિનેતા ધનુષે કોર્ટમાં પોતાના પર લાગેલા તમામ આરોપોને ફગાવી દીધા છે.
હાલમાં જો આપણે ધનુષના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેતાના ખાતામાં ઘણી ફિલ્મો છે, જેમાંથી કેટલીક તમિલ ફિલ્મો છે અને એક હોલીવુડ ફિલ્મ પણ છે. હાલમાં જ ધનુષની હોલિવૂડ ફિલ્મ ‘ધ ગ્રે મેન’નો તેનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો હતો. ધનુષનો આ લુક તેના ચાહકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. આ ફિલ્મ ઉપરાંત ધનુષના ખાતામાં સર, નાના વરુવેન, વાથી અને ડી46 જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.