Salman Khan security : હવે ચકલું પણ નહીં ફરકી શકે, સલમાનનું ઘર બન્યું ‘કિલ્લો’, બાબા સિદ્દીકીની હત્યા બાદ મળી Y+ સુરક્ષા

|

Oct 16, 2024 | 8:34 AM

Salman Khan security : 12 ઓક્ટોબરના રોજ લોરેન્સ બિશ્નોઈ ગેંગે કથિત રીતે એનસીપી નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી, જે બાદ સર્વત્ર ખળભળાટ મચી ગયો છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ એ જ છે જેણે અગાઉ પણ સલમાન ખાનના ઘરે ફાયરિંગ કર્યું હતું. ખતરાને જોતા સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Salman Khan security : હવે ચકલું પણ નહીં ફરકી શકે, સલમાનનું ઘર બન્યું કિલ્લો, બાબા સિદ્દીકીની હત્યા બાદ મળી Y+ સુરક્ષા
Salman Khan Y+ security

Follow us on

Salman Khan Y+ security : એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાથી બધા ચોંકી ગયા છે. રાજકીય વર્તુળોથી લઈને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં દરેક જગ્યાએ શોકનું વાતાવરણ છે. બાબા સિદ્દીકીના સૌથી નજીકના મિત્ર ગણાતા અભિનેતા સલમાન ખાન પણ આઘાતમાં છે.

12 ઓક્ટોબરના રોજ લોરેન્સ બિશ્નોઈ ગેંગે કથિત રીતે બાબાની ગોળી મારીને હત્યા કરી દીધી હતી, જે બાદ સર્વત્ર ખળભળાટ મચી ગયો છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ એ જ છે જેણે અગાઉ પણ સલમાન ખાનના ઘરે શૂટિંગ કર્યું હતું. ખતરાને જોતા સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

હવે નિર્જન બન્યો વિસ્તાર

રિપોર્ટ્સ અનુસાર બાબા સિદ્દીકીને સલમાન ખાન સાથેના નજીકના સંબંધોના કારણે નિશાન બનાવવામાં આવ્યા હતા. સલમાન ખાન વર્ષોથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર છે. આ ઘટનાઓને જોતાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની આસપાસનો વિસ્તાર હવે નિર્જન બની ગયો છે. જ્યાં ત્યાં ઉભેલા લોકોને સેલ્ફી અથવા વીડિયો લેવા માટે એક ક્ષણ માટે પણ રોકવાની મનાઈ કરવામાં આવી છે. સલમાનને Y+ સુરક્ષા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Green Peas Benefits: લીલા વટાણાને કાચા ખાવાથી પણ થાય છે ગજબના ફાયદા
અભિનેત્રીએ 1 કરોડ રૂપિયાની લક્ઝરી કાર ખરીદી, જુઓ ફોટો
રતન ટાટા પાસે હતી આ 5 મોંઘી વસ્તુઓ, આટલી છે તેની કિંમત !
ભારતની 7 પ્રખ્યાત 'રમ', જે આખી દુનિયાના લોકોની છે ફેવરિટ
શિયાળામાં કાળા તલ ખાવાથી થાય છે અઢળક લાભ
Popcorn : પોપકોર્નના ફાયદા છે ગજબ! પણ આ રીતે ખાશો તો થઈ શકે છે નુકસાન

ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફેરવાઈ ગયો કિલ્લામાં

રિપોર્ટ્સનું માનીએ તો સલમાનનું ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ એવા કિલ્લામાં ફેરવાઈ ગયું છે જ્યાં પક્ષીઓ પણ ફરકી શકતા નથી. પોલીસે ઘરને ચારે બાજુથી ઘેરી લીધું છે. સ્થિતિ એવી છે કે મીડિયા કર્મચારીઓને પણ આ સ્થળે શૂટિંગ કરવાની કે રહેવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. સલમાનના ઘરની બહાર રોડની સામે લાગેલા CCTV કેમેરા એપાર્ટમેન્ટની બહારની કોઈપણ ગતિવિધિને કેદ કરી રહ્યા છે.

ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર રસ્તા પર કોઈપણ વ્યક્તિની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ છે. અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે. સુપરસ્ટારના પનવેલ ફાર્મ હાઉસની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. ફાર્મ હાઉસની અંદર અને બહાર ફોર્સ તૈનાત છે. આ સિવાય આ ફાર્મ હાઉસ તરફ જતો રસ્તો પણ બ્લોક કરી દેવામાં આવ્યો છે.

Y+ માં સુરક્ષા અપગ્રેડ કરી

પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાનની સુરક્ષા બમણી કરી દેવામાં આવી છે. ઘટના બાદથી સલમાન ખાનની સુરક્ષાને Y-પ્લસમાં અપગ્રેડ કરવામાં આવી છે. જેમાં તેની સાથેના પોલીસ એસ્કોર્ટ વાહનનો પણ સમાવેશ થાય છે. સલમાનને છેલ્લા ઘણા દિવસોથી લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીઓ મળી રહી છે, જે બાદ તેના માટે આ સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર સલમાન ખાન જ્યાં પણ શૂટિંગ માટે જશે, સ્થાનિક પોલીસ સ્ટેશનને તેની જાણ કરવામાં આવશે, ત્યારબાદ પોલીસની એક ટીમ શૂટિંગ સ્થળે પહોંચીને તેની સુરક્ષાનું ધ્યાન રાખશે.

 

Next Article