Money Laundering Case : અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાએ એક કેસમાં બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. આ મામલો મની લોન્ડરિંગ કેસ સાથે જોડાયેલો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શિલ્પા અને તેના પતિ રાજ કુન્દ્રાના જુહુ હાઉસ અને ફાર્મ હાઉસ ખાલી કરવા માટે નોટિસ જાહેર કરી હતી, જેની સામે દંપતીએ બોમ્બે હાઈકોર્ટમાં EDને પડકાર્યા છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કથિત ક્રિપ્ટો એસેટ પોન્ઝી સ્કીમ કેસમાં મુંબઈના પોશ જુહુ વિસ્તારમાં શિલ્પા-રાજની રહેણાંક મિલકત અને તેમના ફાર્મ હાઉસને અસ્થાયી રૂપે જપ્ત કરી હતી અને તેને ખાલી કરવા માટે નોટિસ આપી હતી.
Actor Shilpa Shetty Kundra and her husband Raj Kundra approach the Bombay High Court in connection with a money laundering case. ED had sent them a notice to vacate their residence and farmhouse, the couple has approached the HC opposing this notice. Matter to be heard tomorrow,…
— ANI (@ANI) October 9, 2024
રાજ કુન્દ્રા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં તેમના અધિકારો વિશે વાત કરતા તેમણે કહ્યું છે કે, 27 સપ્ટેમ્બર, 2024ના રોજ EDએ 10 દિવસમાં મિલકત ખાલી કરવાની નોટિસ આપી છે. કુન્દ્રાએ કહ્યું છે કે ED પોતાની મનમાની કરીને કામ કરી રહી છે અને તેને તેના પરિવારના આશ્રયની સુરક્ષા આપવી જોઈએ. અરજીમાં કહેવામાં આવ્યું છે કે બોલિવૂડ કપલ 2018 થી આ કેસમાં EDને સહકાર આપી રહ્યું છે અને તેમના દ્વારા મોકલવામાં આવેલા સમન્સનો જવાબ આપી રહ્યું છે.
આ કેસ 2018નો છે જ્યારે રાજ કુન્દ્રા બિટકોઈન પોન્ઝી સ્કીમ કૌભાંડને કારણે ED દ્વારા ઘેરાયેલા હતા. વર્ષ 2024માં EDએ શિલ્પા-રાજ વિરુદ્ધ કાર્યવાહી કરી અને તેમનો ફ્લેટ, બંગલો અને શેર જપ્ત કર્યા હતા. બોલિવૂડ દંપતી પર અન્ય સહ-આરોપીઓ સાથે બિટકોઈનના રૂપમાં રોકાણકારોને રૂપિયા 6 કરોડથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ છે.
Published On - 1:45 pm, Thu, 10 October 24